તેંદુ ફળ પોષક તત્વોથી ભરપુર હોય છે તેમજ વજન ઘટાડવાની સાથે સાથે આ રોગોથી પણ દૂર રાખે છે

ખાવામાં સ્વદિષ્ટ તેંદુ ફળ તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. તેમાં મળી આવતા પોષક તત્વો ઘણા રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

Image Source

લીંબુના આકારનું તેંદુ ફળ દેખાવમાં જેટલું સુંદર છે એટલું જ તે ગુણકારી પણ છે. તેમાં મળી આવતા પોષક તત્વો ઘણા રોગોને દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે તેંદુ કોઈ નવું ફળ નથી, પરંતુ બસ્તરમાં તેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. તેના પોષક તત્વો વિશે વાત કરવામાં આવે તો તે ઓછી કેલરી વાળુ હોય છે. તે એસ્ટ્રિજન્ટ અને નોન-એસ્ટ્રિજન્ટ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કાચા અને સૂકા બંને સ્વરૂપમાં થઈ શકે છે. આ સિવાય તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ થાય છે, જેમાં હલવો પણ સામેલ છે. તેંદુ માં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો હોય છે. તેને તમારા આહારમાં શામેલ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.વજન ઓછું કરે:

Image Source

મધ્યમ કદના આ ફળમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે ફાઈબરથી ભરપૂર હોય છે. તેંદુમાં ચરબીની માત્રા ના બરાબર હોય છે. આ ત્રણેય કારણો વજન ઓછું કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. એવામાં જો તમે વજન ઓછું કરવા માટે મહેનત કરી રહ્યા છો તો તમારા આહારમાં આ ફળનો સમાવેશ કરી શકો છો. ફાઈબર હોવાથી તે પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓથી બચાવે છે.

બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે:

Image Source

તેંદુ માં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે, જે ઓક્સિડેન્ટીવને લીધે વધતા બ્લડશુગરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. જો બ્લડ શુગર નિયંત્રણમાં રહેતું ન હોય તો તમે આ ફળનું સેવન કરી શકો છો, તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, તેમાં પોલિફેનોલ્સ અને કૈટાયન હોય છે જે હાઈ બ્લડ શુગર ને ઓછું કરવામાં અસરકારક છે.

હાઈપર ટેન્શનથી રાહત મળશે:

જો આહારમાં સોડિયમની માત્રા વધારે છે તો તેનાથી હાઈપર ટેન્શનની સમસ્યા વધી જાય છે. તેવામાં તેંદુ સોડિયમની અસરને ઓછી કરવાની ક્ષમતા રાખે છે, જેનાથી તમે હાઈપર ટેન્શનની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેને તમારા આહારમાં શામેલ કરવાથી સોડિયમને સંતુલિત કરી શકાય છે, જેનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ નિયંત્રણમાં રહેશે.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરશે:

Image Source

તેંદુમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વિટામિન સી યુક્ત આહાર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી ખાંસી, શરદી અથવા તાવ કે અન્ય અવયવ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. વિટામિન સી સિવાય, તે વિટામિન એનો મુખ્ય સ્રોત પણ છે, તેથી તેને આહારમાં શામેલ કરવાથી, આંખોની રોશની તેજ થાય છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે:

એન્ટી ઓક્સિડેન્ટ નો એક સમૃદ્ધ સ્ત્રોત હોવાને લીધે તેંદુ ફ્રી રેડીકલ્સ ની સમસ્યાને રોકવામાં મદદ કરે છે. નાશ પામેલા કોષોને લીધે કેન્સર જેવી બીમારીઓ થવાની સંભાવના રહે છે.વિટામિન એ હોવાની સાથે, તેમાં શિબુલ અને બેટ્યુલિનિક એસિડ હોય છે, જે કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત, તેંદુ ફળમાં કોપરની માત્રા વધારે હોય છે, જે લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે.

લીવરને તંદુરસ્ત રાખે છે:

તેંદુ એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ હોય છે જે આપણા શરીરને હાનિકારક ઓક્સિજન ફ્રી રેડિકલથી નુકસાન પહોંચાડવામાં મદદ કરે છે. તે ઝેરીલા પદાર્થોના અસરને પણ ઓછુ કરે છે અને કોષોને નાશ થતાં રોકે છે. તે શરીરને ડિટોકસ કરે છે અને લીવરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *