ગર્ભાવસ્થામાં ચહેરા પર કાળા ડાઘ અને કરચલી પડવાના લક્ષણો, કારણો, સારવાર

Image Source

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાના ચહેરા ઉપર કાળા ડાઘ, ફોલ્લી અને કરચલી પડે છે જેને મેલાસ્મા  કહે છે. જે ખૂબ જ સામાન્ય બાબત છે તેને માસ્ક ઓફ પ્રેગનેન્સી ના નામથી પણ જાણવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે માત્ર ગર્ભવતી મહિલાઓને જ મેલાસ્મા  થાય છે. કોઈપણ ઉંમરની મહિલાઓ તેનાથી પ્રભાવિત થઈ શકે છે અને ઘણી વખત પુરુષોને પણ આ સમસ્યા થઈ શકે છે.

મેલાસ્મા  એક એવી સ્થિતિ છે જેમાં ત્વચાનો અમુક ભાગની આસપાસ ઉપસ્થિત બીજી ત્વચાની તુલનામાં ઘાટો રંગ થઈ જાય છે. તો અચાનક ઘાટા રંગો થવાની આ સમસ્યાને હાઇપર પિગમેન્ટેશન પણ કહે છે. અને તે ખાસ કરીને ચહેરા ઉપર થાય છે. તથા તેમાં પણ માથા ઉપર, ગાલ પર, હોઠ પર થાય છે. આ ડાર્ક રંગ ચહેરાની બન્ને તરફ એક જેવી પેટન માં જોવા મળે છે અને તેની સાથે જ તેનો રંગ કલર થી લઈને ભૂરા રંગનું હોય શકે છે.

મેલાસ્મા  થવાનું મુખ્ય કારણ હોર્મોન્સનું અસંતુલન માનવામાં આવે છે અને તેના જ કારણે ગર્ભવતી મહિલાઓમાં ખાસ કરીને થાય છે આમ તો મેલાસ્મા  તમારા બહારના રંગરૂપ ને પ્રભાવિત કરે છે. એવામાં પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે મહિલાઓને મૂડ ઓફ હોય છે ત્યારે ચહેરા ઉપર ડાઘ આવા ખુબ જ નિરાશાજનક હોય છે અને તેની જીવનશૈલી પર પણ ખૂબ જ અસર પડે છે.

આમ તો એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે મેલાસ્મા હોર્મોનના કારણે થાય છે અને એક વાર જ્યારે શરીરમાં હોર્મોન્સનું સંતુલન થઈ જાય છે જ્યારે તમે બાળકને જન્મ આપો છો ત્યારબાદ ડાઘ અને કરચલી તેની જાતે જ દૂર થઈ જાય છે.પરંતુ જો ડિલિવરી પછી પણ આ ચહેરાના ડાઘ દૂર ન થાય, તો તમારે ત્વચા નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ અને તેઓ તમને મેલાસ્મા દૂર કરવા માટે જરૂરી તબીબી સલાહ આપશે.

ગર્ભાવસ્થા દરમિયાન મેલાસ્માના લક્ષણો

મેલાસણા ના કારણે ચહેરા ઉપર પિગ્મેન્ટેશન ના પેજ બની જાય છે જે તમારા ઓરીજીનલ સ્કિન ટોનની તુલના માં ખૂબ જ ઘાટા હોય છે અને તે ખાસ કરીને ગર્ભાવસ્થાના શરૂઆતના ત્રણ મહિના દરમિયાન જ થાય છે.ગર્ભાવસ્થાના 9 મા અઠવાડિયા અને 11 મા અઠવાડિયા વચ્ચે મેલાસ્મા ના ગુણ જોશો અને પછી તે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન રહેશે.

 • ગાલ
 • કપાળ
 • નાકનો મધ્ય ભાગ (પુલ)
 • ગરદન
 • કાંડુ અથવા હાથ નો આગળનો ભાગ

જો તમને પ્રેગનેન્સી ના પહેલા ત્રણ મહિનામાં અથવા તેના પછી ક્યારેય પણ મેલાસ્મા દેખાય તો ડૉક્ટર અથવા ચામડીના નિષ્ણાતની સલાહ લો.

ગર્ભાવસ્થા દરમિયાન મેલાસ્મા ના કારણો

મેલાસ્મા કેમ થાય છે તેનું કારણ તેનું યોગ્ય કારણ જાણી શકાયું નથી પરંતુ ખાસ કરીને તેનો સંબંધ શરીરમાં થતા હોર્મોનલ બદલાવને કારણે થાય છે ડોક્ટરની વાત માનો તો ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રૂપથી નીચે આપેલા કારણોને લીધે મેલાસ્મા થાય છે.

 • એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પ્રત્યે સંવેદનશીલતા
 • પરિવારમાં મેલાસ્માનો ઇતિહાસ
 • ગર્ભનિરોધકની ગોળી
 • હોર્મોન ઉપચાર
 • અતિશય તણાવ
 • થાઇરોઇડ સમસ્યા અથવા હાઇપોથાઇરોડિઝમ
 • સૂર્યપ્રકાશ, યુવી કિરણો વગેરે.

ગર્ભાવસ્થા દરમિયાન, શરીરમાં હોર્મોન્સમાં કુદરતી રીતે ફેરફાર થાય છે.  એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન આ દરેક હોર્મોન ગર્ભ અવસ્થા દરમિયાન વધુ માત્રામાં વધી જાય છે.

જેથી તમારા શરીરની અંદર વધી રહેલી એક જિંદગીને જીવવા મદદ મળી શકે. આ સમય ઉપર હોર્મોન્સ નો ઉભાર ખૂબ જ વધુ હોય છે અને તેના કારણે પ્રેગ્નન્સી દરમ્યાન મેલાસ્મા ઉત્પન્ન થાય છે. જો તમારા પરિવારમાં મેલાસ્મા નો ઇતિહાસ રહ્યો હોય તો તમારે વધુ તળાવ અથવા હાઇપોથાઇરોઇડીઝમ ની સમસ્યા હોય તો પ્રેગ્નન્સી દરમિયાન મેલાસ્મા થવાનું જોખમ ઘણું વધી જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન મેલાઝમાનું નિદાન કેવી રીતે કરવું?

ડર્મેટોલૉજિસ્ટ દ્વારા કરવામાં આવેલી તપાસના આધારે એ વાતની પુષ્ટિ કરી શકાય છે કે તમને પ્રેગ્નેન્સી દરમિયાન મેલાસણા થયો છે કે નહીં જો તમે ગર્ભવતી નથી તો તમને મેલાસ્મા  થયો છે ત્યારે .અમુક ટેસ્ટ કરે છે તે જાણવા માટે કે મેલાસ્મા  થવાનું કારણ શું છે. સામાન્ય havmor પ્રોફાઈલ કરાવવાની સાથે ડોક્ટર તમને સ્કિન બાયોપ્સી કરાવવાની પણ સલાહ આપી શકે છે અથવા એક ખાસ પ્રકારના લાઇટમાં તમારી ચામડીને ચેક કરવામાં આવે છે જેથી જાણી શકાય કે કોઈપણ પ્રકારનું ફંગલ અથવા બૅક્ટેરિયલ ઇન્ફેક્શન તમારી ચામડીમાં છે કે નહીં.

ગર્ભાવસ્થા દરમિયાન મેલાસ્મા સારવાર

મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓમાં, બાળક ના જન્મ પછી, જ્યારે હોર્મોનનું સ્તર સામાન્ય થઈ જાય છે, ત્યારે મેલાસ્મા  જાતે જ અદૃશ્ય થઈ જાય છે.મેલાસ્મા દૂર થઈ જવા પર તમારી સ્કિન ફરીથી પહેલાની જેમ સાફ અને ચોખ્ખી થવા માટે થોડા અઠવાડિયાથી થોડા મહિના લાગી શકે છે.આમતો મહિલાઓ ભારત મા રહે છે તો મેલાસ્મા ને સારુ થતા વધુ સમય લાગી શકે છે.

જે મહિલાઓ યુવી કિરણોમાં કામ કરે છે.અથવા સ્ટુડિયો કે ફિલ્મસેટ ઉપર તેની રોશનીમાં વધુ કામ કરે છે તો તેમના મેલાસ્મામાંથી સારુ થતા વધુ સમય લાગી શકે છે. જો તમને લાગી રહ્યું છે કે ડીલેવરી પછી મેલાસ્માની સમસ્યા સારી થતી નથી તો ડોક્ટર અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરીને યુવી બ્લોકિંગ ક્રીમ વિષે પૂછી શકો છો. જો તમે બાળકને પોતાનું દૂધ પીવડાવી રહ્યા છો તો બ્રેસ્ટ-ફીડિંગ દરમિયાન આ પ્રકારના ઈલાજ ની સલાહ આપવામાં આવતી નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment