શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક કેમ બનાવવામાં આવે છે??જાણો તેના વિશે શાસ્ત્રો મુજબ

હિન્દુ ધર્મ દુનિયાનો એક માત્ર એવો ધર્મ છે જેમાં ઘણા બધા ચિન્હોને પવિત્ર માનવામાં આવે છે. તેમાંથી એક ચિન્હ સ્વસ્તિક અથવા સાથીયો છે.

હંમેશા આપણે લોકો ઘરની બહાર, પૂજાના સ્થળે અથવા મંદિરોમાં સ્વસ્તિક બનેલો જોયો હશે અને આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિન્હ બનાવવામાં આવે છે. પરંતુ શું તમે તેની પાછળનું કારણ જાણો છો કે કેમ હિન્દુ ધર્મમાં લોકો શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક બનાવે છે. જો તમને ખબર નથી તો ચાલો આજે અમે તમને જણાવીએ તેના પાછળનું કારણ.

સ્વસ્તિક શબ્દનો અર્થ

સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દો મળીને થાય છે જેમા ‘સુ’ નો અર્થ શુભ, ‘અસ’ નો અર્થ અસ્તિત્વ અને ‘ક’ નો અર્થ કર્તા થાય છે. આવી રીતે સવતિકનો અર્થ મંગળ કરવાનો થાય છે. સ્વસ્તિકને ભગવાન ગણેશનું પ્રતીક પણ માનવામાં આવે છે અને આ રીતે ભગવાન ગણેશ પ્રથમ પુજાય છે. આ રીતે હિન્દુ ધર્મમાં શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે. તેમ માનવામાં આવે છે કે સ્વસ્તિકમાં બનેલ ચાર રેખાઓ ચાર દિશાઓ જેમકે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણને દર્શાવે છે. તેમજ ઘણા લોકોનું માનવું છે કે આ રેખાઓ વેદોનું પ્રતીક છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ

એક એવી પણ માન્યતા છે કે ઘરનું વાસ્તુ દોષ યોગ્ય કરવા માટે સ્વસ્તિક બનાવવામાં આવે છે, કેમકે તેની ચાર રેખાઓ ચારે દિશાઓને દર્શાવે છે. તો કોઈપણ પ્રકારના વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘરના મુખ્યદ્વાર પર સ્વસ્તિક બનાવવું જોઈએ.

જ્યોતિષ મુજબ

જ્યોતિષ મુજબ જો તમને વ્યાપારમાં નુકશાન થઇ રહ્યુ છે તો તેને ઓછું કરવા માટે તમારી દુકાનના ઈશાન ખૂણામાં સતત 7 ગુરુવાર સુધી સુકી હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવવાથી લાભ મળે છે. તેમ છતાં જો તમે કોઈ કામમાં સફળતા ઇચ્છો છો તો ઘરની ઉત્તર દિશામાં સુકી હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવો. ઘરને ખરાબ નજરથી બચાવવા માટે કાળા રંગનો સાથીયો બનાવવામાં આવે છે. માન્યતા છે કે કાળા રંગના કોલસાથી બનેલ સ્વસ્તિકથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

આ લેખમાં જણાવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment