મહિલાઓ પોતાના ગુપ્તાંગ ની સ્વચ્છતા જાળવી રાખવા ની આ અદ્ભુત રીત છે: વેજીનલ સ્ટીમિંગ !

ચાલો આના વિશે ખુલી ને વાત કર્યે : પીરિયડ્સ, સંભોગ અને બાળકને જન્મ દેતા સમયે તમારી યોનિ ને ઘણી મુશ્કેલીઓ થી પસાર થવુ પડે છે. વેજીનલ સ્ટીમિંગ વર્ષો જુનો અભ્યાસ છે જેનાથી તમારી યોનિ, ગર્ભાશય સાફ થાય છે અને પીરિયડ્સ નાં સમયે થતી પીડા ઓછી થાય છે. આ તકનિક દુનિયાભર ની મહિલાઓ એ વાપરી છે. શું તમે જાણવા માંગશો આના ફાયદાઓ?

શું તમે જાણો છો જે રીતે તમે તમારા મોઢા ને સ્ટીમ આપો છો, તેવી જ રીતે તમે તમારી યોનિ ને પણ સાફ કરી શકો છો? હા, તમે બરાબર વાંચ્યુ. આ રીતે સ્ટીમ નાં ઉપયોગ થી યોનિ ને સાફ કરવાને વેજીનલ સ્ટીમિંગ કહે છે.

શું છે વેજીનલ સ્ટીમિંગ?

વેજીનલ સ્ટીમિંગ એક એવી રીત છે જેમાં તમે તમારી યોનિ ઉપર જડીબુટ્ટીઓ થી ખુબ સ્ટીમ આપો છો. જો તમે થોડા પૈસા ખર્ચવા માટે તૈયાર હોવ તો તમે આને કોઈ સ્પા માં પણ કરાવી શકો છો. પરંતુ અમારી સલાહ છે કે તમે આને પૈસા વાપર્યા વગર ઘરે જ જાતે ટ્રાય કરી શકો છો.

વેજીનલ સ્ટીમિંગ માં કઈ જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરવામાં આવે છે?

મગર્વટ,બેસીલ,કેમોમાઈલ,ર્વોમવુડ,ઓરેગાનો,કૈલેંડુલા

ઉપર બતાવેલી બુટ્ટીઓ ના અલગ અલગ ફાયદાઓ છે. જેમકે મગવર્ટ શરીર ની ઈજા ને સારી કરે છે અને સાથે જ બાળકને જન્મ આપવાની મુશ્કેલીઓ નો ઈલાજ કરે છે અને આ કારણ વેૈજીનલ સ્ટીમિંગ માં ઉપયોગ કરવામાં આવે છે.

પોતાની યોનિ પર કઈ રીતે વરાળ આપવી?

એક વાર તમારી પાસે આ બધી બુટ્ટીઓ આવી જાય તો તમે વરાળ માટે તેને તૈયાર કરી લો:

-એક વાસણ માં ગરમ પાણી નાખો અને તેમા બધી બુટ્ટીઓ નાં એક એક કપ મેળવો

-૧-૨ મિનીટ માટે બુટ્ટીઓ ને પાણી માં રેહવા દો

-કપડા પેહર્યા વગર મોટા બકેટ માં પાણી નાખી ને તેના પર બેસી જાવ

-પોતાના પગ પર એક ટુવાલ રાખો જેનાથી વરાળ નીચે થી બહાર ના નિકળે

-આવી રીતે અડધી કલાક સુધી બેઠા રહો

વેજીનલ સ્ટીંમીંગ ના થોડા ફાયદાઓ

-વેજીનલ સ્ટીમિંગ તમારી યોનિ ને સારી રીતે સાફ કરે છે. સાફ કરવાની સાથે સાથે પીરિયડ્સ ના સમયે થતી પીડા ને પણ ઘટાડે છે.

-ફર્ટીલીટી વધારે છે

-ઓવેરીયન સીસ્ટ થતા બચાવે છે

-યોનિ થી આવતી દુર્ગંધ ને ઓછી કરે છે

-શરીર ની પીડા ને દુર કરે છે

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment