તમે આશ્ચર્યચકિત થઈ જશો ગાય ના દૂધ ના આ ફાયદા જાણીને..

તમને લગભગ જ ખબર હશે કે ગાય નું દુધ શરીર માં પહોંચી ને કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે.

અલગ અલગ જીવો અને અને પ્લાન્ટ્સ માં થી પ્રાપ્ત થતું દૂધ અલગ રીત ના પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે. દૂધ એક એવો પદાર્થ છે, જેને આખી દુનિયા માં મોટા પાયે consume કરવામાં આવે છે. પણ દૂધ પ્રતે નો લગાંવ આપણાં દેશ માં જોવા મળે છે, તેવું બીજી જગ્યા એ ઓછું જોવા મળે છે. આજે તમે જાણશો કે ગાય નું દૂધ તમારા શરીર પર શું પ્રભાવ પડે છે.

Image Source

સરળતા થી પચે છે.

Image Source

આપણાં દેશ માં ગાય, ભેંસ, બકરી નું દૂધ મોટા પ્રમાણ માં લેવામા આવે છે.તેમાં દરેક દૂધ ની પોતાની એક ખાસિયત હોય છે. પણ ગાય નું દૂધ આ બધા માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણકે તે સંપૂર્ણ પણે આપણાં શરીર ને લાભ પહોંચાડે છે.

આ બધા જ દૂધ માં ગાય ના દૂધ ને સુપાચ્ય ગણવામાં આવ્યું છે. કારણકે તેમા ફેટ સંતુલિત માત્રા માં હોય છે. અને તેને ઠંડુ કે ગરમ તમારી સુવિધા પૂર્વક વાપરી શકો છો. તે ખૂબ જ જલ્દી પછી જાય છે.

પ્લાન્ટ બેસ્ડ દૂધ ની તુલના માં

જો પ્લાન્ટ માંથી મળતા દૂધ ની વાત કરીએ તો, તેમા જેમ કે, સોયા મિલ્ક, બદામ મિલ્ક, અને ઓટમિલ મિલ્ક ની તુલના માં ગાય નું દૂધ અધિક પૌષ્ટિક છે.  કારણકે તે એક જ સમય માં આપણાં બોડી અને બ્રેન બંને પર ખૂબ પ્રભાવી રૂપ થી કામ કરે છે.

સંપૂર્ણ આહાર

અમે તમને પહેલા પણ કહી ચૂક્યા છીએ કે,દૂધ પોતાના માં એક સંપૂર્ણ આહાર છે. એટલે કે ફક્ત ગાય ના દુધ નું જ સેવન કરવામાં આવે તો લાંબા સમય સુધી તમે તેના આધારે શરીર ના પોષક તત્વો ની કમી ને દૂર કરી શકો છો. ગાય ના દૂધ માં 9 જરુરી અમીનો એસિડ મળી આવે છે.

શરીર ને મજબૂત કરે છે.

તમારે તે અંતર ને સમજવું પડશે કે શરીર નું મજબૂત થવું અને શરીર પર ફેટ જમા થવી એ બંને અલગ વસ્તુ છે.ભેંસ નું દૂધ પીવાથી પણ શરીર તાકાતવર બને છે. પણ ગાય નું દૂધ પીવાથી શરીર ને આંતરિક બળ અને ઉર્જા મળે છે. તે શરીર ની કોશિકા ઓ ને અંદર થી પોષણ આપે છે.

હર્દય ને તંદુરસ્ત રાખે છે.

Image Source

ગાય નું દૂધ પીવાથી હર્દય સ્વસ્થ રહે છે. કારણકે ગાય ના દૂધ માંથી મળી રહેતું ફૉસ્ફરસ, પોટેશિયમ, અને ગુડ ફેટ તમારા શરીર ની હર્દય ને પંપ કરવાની ક્ષમતા અને લોહી ના ફ્લો ને જાળવી રાખે છે. સાથે જ શરીર માં બેડ કોલેસ્ટ્રોલ ની માત્રા ને ઓછી કરે છે.

હાડકાં ને મજબૂત કરે છે.

Image Source

ગાય નું દૂધ હાડકાં માં કેલ્સિયમ ની કમી ને પૂરી કરે છે. સાથે જ શરીર પર વધુ ચરબી જમા થવા નથી દેતું. આજ કારણ થી ગાય ના દૂધ નું સેવન કરવા વાળા લોકો શરીરે ભલે દુબળા હોય પણ બળવાન હોય છે.

મગજ ને તેજ કરે છે.

Image Source

જેટલા પ્રકાર નું દૂધ મનુષ્ય ઉપયોગ માં લે છે,તેમાં ગાય નું દૂધ બ્રેન માટે ઉપયોગી નિવડ્યું છે. કારણકે ગાય ના દૂધ માં રહેલ કેલ્સિયમ, વિટામિન-b, ફૉસ્ફરસ, નિયાસીન,અને પ્રોટીન જેવા  તત્વો દિમાગ ને શાંત રાખવાનું કામ કરે છે.

તેના થી તણાવ ઓછો થાય છે. દિમાગ માં હેપી હોર્મોન્સ નું પ્રમાણ વધે છે. અને આ બંને ની સીધી અસર તમારી ઊંઘ ની સાઇકલ પર પડે છે. એટલે કે તમે સારી રીતે ઊંઘી શકો છો અને તમને સમય પર ઊંઘ આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment