પાંચ મિનીટમાં સુપર ટેસ્ટવાળી મેગી આ રીતે બને છે…

જેમ ચા ના રસિયા હોય છે, કોફીના રસિયા હોય છે એ રીતે મેગીના પણ રસિયા હોય છે. અમુક લોકો સવારે ઉઠીને મેગી ખાય છે તો અમુક લોકો સાંજે હળવા નાસ્તાની જેમ મેગી ખાતા હોય છે. ખરેખર મેગીને ઈન્ટરનેશનલ એવોર્ડ આપવો જોઈએ કારણ કે સૌથી ઝડપી અને એકદમ સરળતાથી બનતી ડીશ હોય તો આ એક જ છે. દસ-બાર રૂપિયાના પેકેટમાં તો પેટ ભરાય જાય. તો તમને આજે મેગીનો સ્વાદ દાઢે ચોંટી જાય એવું છે કારણ કે અમે મેગી બનાવવાની તદ્દન નવી ટેકનીક જણાવવાના છીએ. તો આ આર્ટીકલને સેવ કરીને રાખજો.

સૌપ્રથમ સામગ્રી નોટડાઉન કરી લો જેથી તમારે નવીન સ્વાદવાળી મેગી બનાવવા માટે જરૂર પડવાની છે.

  • મેગી પેકેટ
  • નાનું ચીઝ
  • એક ડુંગળી
  • એક મરચું
  • અડધું ટમેટું
  • થોડું તેલ
  • પાણી

તો આટલી સામગ્રી  એકઠી કર્યા પછી જોરદાર સ્વાદની મેગી બનાવવામાં જરા પણ સમય નહીં લાગે. માત્ર પાંચ મિનીટમાં તૈયાર કરીને ભૂખને વિદાય આપી શકાશે. તો રેડ્ડી “ગુજ્જુમેગી” બનાવવા માટે…ઉદારહણ તરીકે અહીં આપણે મેગીનું જે દસ-બાર રૂપિયાનું પેકેટ આવે છે એ લઈને જ મેગી બનાવીશું જેથી બધાને સરળતાથી ટેકનીક સમજાઈ.

તો સૌપ્રથમ કડાઈમાં એક ગ્લાસ પાણીને ઉકાળો. ઉકાળ્યા બાદ મેગીની સ્લાઈડને ઉભી બે વિભાગમાં ભાગ કરી નાખો જેથી બંને ભાગને પાણીમાં સારી રીતે પકાવી શકાય. અહીં ધ્યાન રાખજો મેગીને ઉભી પ્લેટની રીતે કાપવાની છે તેને લીધે મેગીનો સ્વાદ મજા આવશે અને ખાવામાં વધુ મજા આવશે. તો ઉકળેલ પાણીમાં મેગી નાખ્યા પછી ઉપરથી મેગી સાથે આવેલ મસાલાનું પાઉચ ઉમેરી દો.

હવે, બરાબરની મેગીને પકાવી લો જેથી સ્વાદની લહેજતમાં જમાવટ થાય. મેગી પાણીમાં પાકી જશે એટલે પાણી બળી ગયું હશે. આટલું કર્યા પછી સાદી રીતે બનેલ મેગીને ડીશમાં કાઢી લો. અહીં સુધીની રીતે તો બધા જનતા જ હશે અને આવી મેગી બનાવીને ખાતા પણ હશો. પરંતુ હવે પછીની પદ્ધતિ જ ખાસ છે જે મેગીને એક્સ્ટ્રા ઓડીનરી ટેસ્ટ આપવા માટેની રીત છે. તમે જે કડાઈમાં મેગી બનાવી હતી તે જ કડાઈની અંદર એક પાવડી તેલ નાખો. હવે વઘાર કરવાનો છે, તો એ માટે એક ડુંગળી, એક મરચું, એક ટમેટાની જીણી કચુંબર કરી લો જેનો ટેસ્ટમાં વધારો કરશે. એ માટે પહેલેથી જ શાકભાજીને સમારી લો તો સારૂ રહે.

હવે પછીનું સ્ટેપ છે – જે કડાઈમાં તમે એક પાવડી તેલ નાખેલ છે તેમાં સમારેલ શાકભાજી ઉમેરી થોડા સમય માટે તળવા દો. થોડું લાલ થઇ જાય ત્યાં સુધી પકાવવું. બસ, ત્યાર પછી તો એકદમ સિમ્પલ છે. પહેલા બનાવેલ મેગીને એ જ કડાઈમાં નાખીને બરાબરની મિક્ષ કરી નાખો. ઉપરથી મરચું પાઉડર, ઘણાજીરૂ કે મીઠું સ્વાદ અનુસાર નાખી શકાય છે. અમુક લોકોને ઉપરથી મસાલા નાખવાની જરૂર નથી લાગતી તો એ રીતે પણ બનાવી શકાય છે.

લો, થઇ ગઈ તમારી ગુજ્જુ મેગી રીતસરની તૈયાર. હવે, જુઓ મેગીના સ્વાદમાં ચટાકેદાર સ્વાદ લાગશે. તો છે ને મસ્તમજાની નવી રીત. ગૃહિણી જો આ રીતે મેગી બનાવીને બાળકને અથવા ઘરના સભ્યને ખવડાવે તો બધા આંગળા ચાટતાં રહી જશે. તો તમે પણ ટ્રાય કરીને જુઓ કોઇપણ ઘરે ગણતરીની મીનીટોમાં આ મેગી બનાવી શકે છે.

મેગી જેવું જ સરસ મજાનું અમારું પેઇઝ છે તો અમારા ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઇક કરવાનું ભૂલશો નહીં

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Comment