સુનીલ યાદવની કહાની વાંચીને હિમ્મત આવી જશે – દસમાં ઘોરણમાં નાપાસ થયા તો આવું કામ કર્યું

કોઈને સ્વપ્નમાં સાચી વાસ્તવિકતા આવી જતી હોય છે, કોઈને સ્વપ્નમાં ડર પણ બેસી જાય. દરેક માણસનું સ્વપ્ન અલગ અલગ હોય છે. એમ, આજે સુનીલ યાદવનાં એવા સ્વપ્ના વિશેની વાત કરીશું જે જાણતા નવાઈ લાગશે.

Image Source – tehelka

મુંબઈ મહાનગરપાલિકાના ડી વોર્ડમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા સુનીલ યાદવના જીવનનું સ્વપ્ન હતું કે, પોતાના પ્રેરણાપુરૂષ બાબાસાહેબ આંબેડકર જેવું થવું. જે કોલમ્બિયા યુનિવર્સીટીની લાયબ્રેરીમાં વાંચન કરતા હતા, ત્યાં તેને પણ ક્યારેક ત્યાં જવા મળે. જો કે, આ સ્વપ્ન મહા-મહેનતથી પૂર્ણ થવાનું હતું.

Image Source – timesofindia.indiatimes.com

રાત્રે સફાઈ કામદારની નોકરી અને દિવસે અભ્યાસ કરનાર સુનીલ યાદવ, તેના પરિવારમાં કોલેજમાં જનારી સર્વપ્રથમ વ્યક્તિ હતાં. હાલ તેઓ ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાયન્સમાં એમ.ફિલ. કરીને પીએચ.ડી. નું સંશોઘનકાર્ય કરે છે.  

મુંબઈમાં ઘોબી ઘાટ વિસ્તારમાં જન્મેલા સુનીલ યાદવ દસમાં ઘોરણમાં નાપાસ થયેલા. યાદવના પિતાની તબિયત અસ્વસ્થ રહેવા લાગી, તેથી તેમની જગ્યાએ સુનીલને સફાઈ કામદારની નોકરી મળી. નોકરી તો લીધી, પરંતુ મનમાં નક્કી કર્યું કે આગળ અભ્યાસ કરવો જ છે.

Image Source – bbc

સુનીલ કહે છે, “હું મુંબઈના એવા વિસ્તારમાં રહેતો હતો કે જ્યાં અરૂણ ગવળી અને દાઉદ ઈબ્રાહીમ જેવા ખ્યાતનામ ગેંગસ્ટર પેદા થયા છે. ત્યાંના દરેક બાળકનું સ્વપ્ન તેના જેવા ડોન બનવાનું હોય છે.  મારી અંદર પણ જોશ અને આક્રમકતા તો એવી જ હતી, પરતું મારા રોલ મોડલ બાબાસાહેબ આબેડકર અને જ્યોતિબા ફૂલે રહ્યા. તેથી એ આક્રમકતાનો મેં શિક્ષણમાં ઉપયોગ કર્યો”.

ભેદભાવ અને અન્યાયનો સતત સામનો કરનાર સુનીલ આજે આત્મસન્માનથી જીવે છે. એક સમયમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સારું વર્તન કરતા નહોતા, પરતું એ લોકોને જયારે ખબર પડી કે સુનીલ અભ્યાસ કરે છે, ત્યારે પણ તેમનું વલણ એવું હતું કે એનાથી જીવનમાં કઈ પરિવર્તન નહીં આવે. કાંઈ ફેરફાર થશે નહિ. મજાક કરતા એમ પણ કેહતા કે, જો તમે લોકો ભણશો તો સફાઈ કોણ કરશે???

Image Source – BBC

આવા એક નહીં અનેક શબ્દોનાં પ્રહાર તેને સહન કર્યાં છે અને જીવનમાં ઘૂંટીને પી ગયા. બાદ સુનીલ યાદવને જીવનમાં કશું સહેલાઈથી નથી મળ્યું. એ સ્ટડી લીવ હોય, પ્રમોશન હોય, સ્ટડી ટુરમાં દક્ષિણ આફ્રિકા જવાનું હોય કે અમેરિકા જવાનો વિઝા મેળવવાનો હોય – દરેકમાં એક પ્રસંગે રહ્યો. ટાટા ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતા હતા, ત્યારે અભ્યાસ છોડી દેવા માટે સામાજિક દબાણ પણ હતું, પરંતુ બાબાસાહેબ, જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઇનો સંઘર્ષ યાદ કરીને એમાંથી તેઓ શક્તિ મેળવતા રહ્યા.      

અત્યારનાં સમયનાં સ્વચ્છ ભારતનાં આપણા રોલ મોડેલ યાદવને જ કહી શકાય. જેને જીવવાનાં દિવસોમાં કષ્ટો વેઠીને તેનો સઘન પ્રયાસ ચાલું રાખ્યા. તેનું માનવું છે કે, મેલું ઉપાડવામાં માનવીય મુલ્ય શૂન્ય નથી થતું. આજે ભારતમાં અનેક લોકો આવું કામ કરે છે. હવે, આ લોકો તેના જીવનને સુધારવા માટે સુનીલ જેવું જ કામ કરવા માંગે છે.

આજનાં ફેશનેબલ યુગને જીવવા માટે લોકો આતુર રહેતા હોય છે. જયારે યાદવે તેનું સમગ્ર જીવન સફાઈ કામદાર તરીકે વિતાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખરેખર સન્માનને પાત્ર છે. યાદવભાઈ તમને “ફક્ત ગુજરાતી” ની લેખક ટીમ અને વાચકગણ તરફથી ખુબ ખુબ શુભકામના…

જો તમારી પાસે પણ હોય આવી કોઈ કહાની અને તમે પણ કોઈ કહાનીનાં ભાગ હોય તો અમને બિન્દાસ્ત જણાવો અમે તે કહાનીને રજુ કરીશું અને સમ્માન અપાવીશું. એ સાથે “કક્ત ગુજરાતી” ના પેઈઝને અત્યારે જ લાઇક કરો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *