મનને શાંત રાખે છે સૂર્યનમસ્કાર, જાણો અન્ય ફાયદાઓ

સૂર્ય નમસ્કાર 12 યોગાસનથી બનેલો છે. સૂર્ય નમસ્કાર શરૂ કર્યા પછી તરત જ, તમે તમારી અંદર કઈક બદલાવ નો અનુભવ કરશો. 12 આસનો દરમિયાન ઊંડો શ્વાસ લેવો પડે છે, જેના કારણે શરીરને ફાયદો થાય છે અને મન પણ શાંત રહે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણીએ.

Image Source

પોજિટિવ એનર્જી  મળે છે

જો તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરો છો, તો તમારા જીવનમાં પોજિટિવ એનર્જી જળવાઈ રહેશે.  ખરેખર, તેના 12 આસનોમાં, તમારે ઊંડો શ્વાસ લેવો પડે છે, જેનાથી શરીરને ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા

Image Source

સારું પાચન તંત્ર

 • સૂર્ય નમસ્કાર દરમિયાન પેટના અંગો માં ખેંચાણ એ થાય છે, જે પાચનતંત્રમાં સુધારો કરે છે. કબજિયાત, અપચો અથવા પેટમાં થતી બળતરા દૂર થાય છે.

શરીર માં લચીલાપણું રહે છે

Image Source

 • સૂર્ય નમસ્કાર કરવાથી શરીર લચીલું બને  છે. ખેંચાણ થી કરોડરજ્જુ મજબૂત બને છે.

માસિકધર્મ માં લાભ

 • જો કોઈ સ્ત્રી ને અનિયમિત માસિક ચક્રની ફરિયાદ રહે છે, તો તે સૂર્ય નમસ્કારથી દૂર થઈ શકે છે.

ત્વચા ગ્લો કરશે

 • સૂર્ય નમસ્કારની ચહેરા પર ગ્લો વધે છે. તેનાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી અને ત્વચામાં ચમક આવે છે.

ડિટેાક્ટસ

 • આસન દરમિયાન શ્વાસ લેવાથી અને શ્વાસ બહાર કાઢવા થી ફેફસાં સુધી હવા પહોંચે છે. કાર્બન ડાયોક્સાઇડ અને બાકીના ઝેરી ગેસથી છૂટકારો મળે છે જેનાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

 ચિંતાઓ દૂર રહેશે

Image Source

 • સૂર્ય નમસ્કાર થી યાદશક્તિમાં સુધારો થાય છે. નર્વસ સિસ્ટમ શાંત થાય છે, જેનાથી તમારી ચિંતા દૂર થાય  છે. સૂર્ય નમસ્કાર થી થાઇરોઇડ ગ્લેડ ક્રિયા નોર્મલ થાય છે.

કરોડરજ્જુ મજબૂત થાય  છે

 • સૂર્ય નમસ્કાર થી ખેંચાણ થતાં માશપેશીઓ અને લીગામેન્ટ્સ ની સાથે કરોડરજ્જુને પણ મજબૂત બનાવે છે. કમર લચિલી બને છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે મનને શાંત રાખે છે. જો સૂર્ય નમસ્કાર  ઝડપથી કરવામાં આવે છે, તો તમારું સારું એવું કાર્ડિયોવૈસ્કૂલર વર્કઆઉટ થઈ શકે છે.

સૂર્ય નમસ્કાર કોણે ન કરવું જોઈએ

 • સગર્ભા સ્ત્રીઓએ ગર્ભાવસ્થાના ત્રીજા મહિના પછી આ આસન ન  કરવાનું બંધ કરવું જોઈએ.
 • હર્નીયા અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને સૂર્ય નમસ્કાર ન કરવાની સલાહ આપવામાં આવે છે.
 • પીઠના દુખાવાની સમસ્યાથી પીડિત લોકોએ સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી જ જોઇએ.
 • માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ સૂર્ય નમસ્કાર અને અન્ય આસનો ન કરવા જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *