ઉનાળામાં આપણે ખાસ કરીને ખાવા પિવાની વસ્તુઓ પર વધારે ધ્યાન રાખવું પડે છે. કારણકે ગરમી સીધાજ તમારા ખોરાક પર પહેલા અસર કરતી હોય છે. એસીમાં બેસીને તમે ભલે કામ કરો. પરંતું ગરમીતો ગરમીનું કામતો કરે છે. માટે ખાસ કરીને હળવો ખોરાક ખાવાનું રાખો અને પાણી વધારે પીવાનું રાખજો જેથી કરીને તમને ભારે બીમારીઓનો સામનો ન કરવો પડે
આપણાને મોટા ભાગે એવું લાગતું હોય છે. કે ગરમીઓમાં આપણને લૂં અને ડાયેરિયા જેવી બિમારીઓ થતી હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ગરમીઓમાં આપણાને માત્ર ડાયેરિયા કે લૂં નહી પણ એવી ઘણી બધી બીમારીઓ છે. જે આપણાને સીધી કરતી હોય છે. ત્યારે એ બીમારીઓ વીશે આજે અમે તમને વિગતવાર જણાવીશું. સાથેજ એ વાત પણ જણાવીશું કે તમે કેવી રીતે આ બિમારીઓ સામે રક્ષણ મેળવી શકશો.
હીટ સ્ટ્રોક
ગરમી શરૂ થતાની સાથે શરીરનું તાપમાન પણ વધતું હોય છે. તેમા પણ જો તમે ખાસ કરીને તાપમાં રહો છો. અને ખાવા પિવા પર ધ્યાન નથી આપતા તો તમારી એ આદત તમને ખુબજ ભારે પડી શકે છે. હીટ સ્ટ્રોકને આપણે સાદી ભાષામાં લૂં કહી શકીએ છે. જેના કારણે માથાનો દુખાવો, કમજોરી તાવ અને માંસપેશીઓમાં દુખાવો થતો હોય છે. જેથી જો તમારે લૂં થી બચવું હોય તો પાણી વધારે પીવાનું રાખજો સાથેજ બને ત્યા સુધી તાપમાં નીકળવાનો ટાળશો તો તે તમારા માટે વધારે સારુ રહેશે.
ડાયેરિયા
ડાયેરિયાનો અર્થ શુદ્ધ ગુજરાતી ભાષામાં ઝાડા થાય છે. અને આ બીમારી ગરમીઓમાં યોગ્ય ખાનપાન ન હોય તેના કારણે થતી હોય છે. ખાસ કરીને ગરમીમાં જો તમે તીખું કે તળેલું ખાશો તો તમારે ડાયેરીયા જેવી બિમારીનો સામનો કરવો પડશે. જેથી ગરમીઓમાં બને ત્યા સુધી જ્યુસ અને ફળ ખાવાનું વધારે રાખો અને તીખું તળેલું ખાવાનું ટાળો.
ચિકનપોક્સ(અછબડા)
ચિનપોક્સમાં મોટ ભાગે શરીરની ગરમી નીકળતી હોય છે. તેવું લોકો કહેતા હોય છે. પરંતું ગરમીઓમાં જો તમે તમારું ધ્યાન નહી રાખો તો તમારે ચીકન પોક્સ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમા ખંજવાળ, ફોડલા અને ચકામા પડી શકે છે. સાથેજ તેના કારણે તમને ભૂખ પણ નહી લાગે. જેથી આવા સમયે તમે કોઈ સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાવશો તે વધારે સારુ રહેશે.
https://live.staticflickr.com/2805/11064976153_b869ccdd31.jpg
ફુડ પોઈઝનિંગ
ફુડ પોઈઝનિંગ જેવી બિમારી મોટા ભાગે આપણે વાસી ખોરાક કે પછી બગડેલો ખોરાક ખાઈએ તેના કારણે થતી હોય છે. ગરમીઓમાં ભોજન વધારે સમય સુધી તાજુ નથી રહેતું જેથી તેના કારણે ફુડ પોઈઝનીંગ થતું હોય છે. આ બિમારીથી બચવાનો એક માત્ર સચોટ ઉપાય એજ છે. કે ગરમીઓમાં બને ત્યા સુધી ફ્રેશ ખાવાનું રાખજો અને વાસી ખાવાનું બંધ કરી દેજો.
અસ્થમાં
ગરમીમાં અસ્થમાના દર્દીઓને ખાસ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. કારણકે પોલ્યુશન અને અન્ય કારણોસર ઈન્ફેકશનનો ખતરો વધી જાય છે. સાથેજ ગરમ હવા શરીરમાં જાય ત્યારે તેની પણ આપણા શરીર પર ગંભીર અસર પડતી હોય છે. જેથી અસ્થમાના દર્દીઓએ તો સ્વેચ્છાએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ..
ડિહાઈડ્રેશન
આ સમસ્યાનો સામનો મોટા ભાગના લોકો ગરમીઓમાં કરતા હોય છે. તેના પાછળનું કારણ એજ છે કે પરસેવો થવાને કારણે આપણા શરીરમાંથી મોટા ભાગનું પાણી નીકળી જાય છે. સાથેજ પેશાબ પણ ઓછી લાગતી હોય છે. જેના કારણે ગરમીઓમાં વધારે પાણી પીવાનું રાખશો. તો તમારે ક્યારેય પણ ડિહાઈડ્રેશન જેવી સમસ્યાનો સામનો નહી કરવો પડે…
ફ્લૂં
ગરમીમાં વાયરસ અને બેક્ટરેરિયાને કારણે ફ્લૂ થવાની શક્યતા રહેતી હોય છે. જેમા ખાસ કરીને મોટા ભાગના લોકોને તાવ આવી જાય છે. અને તેઓ થાક અનુભવતા હોય છે. સાથેજ તેમને માથાના દુખાવા જેવી સમસ્યા પણ રહેતી હોય છે. જેથી આવી સ્થીતીમાં મોટા ડૉક્ટર પાસે જશો તેજ વધારે સારું રહેશે.
આંખમાં તકલીફ
ગરમીમાં જો તમે બપોરના સમયે બહાર નીકળશો તો તેના કારણે તમારી આંખોને ભારે નુકશાન થઈ શકે છે. સાથેજ તેના કારણે આપણાને બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેકશન પણ થઈ શકે છે. આવા સમયે તમારે ખાસ કરીને હેલ્મેટ અથવા તો સનગ્લાસ પહેરીને રાખવાના જેથી તમારી આંખો સલામત રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team