બંગલો અને ગાડી લેવાં હોય તો આ સમયે લેવાય – પૈસાવાળું આમ થવાય – આ ૧૦૦ ટકા સાચી રીત છે..

મિત્રો!! બધાનો આ સામાન્ય પ્રશ્ન છે. આ પ્રશ્નમાં શું કરવું જોઈએ? એ માહિતી બહું ઓછા લોકો પાસે હોય છે. પ્રશ્ન એ છે કે, આર્થિક રીતે ફ્રિ રહીને ઘર અને ગાડી લેવી કેટલાં ટકા શક્ય છે? અથવા ઘર કે ગાડી ક્યારે લેવી જોઈએ?

શું પૈસાને માત્ર એકઠાં જ કરવા જોઈએ? અને જો પૈસા ભેગા કરીએ તો બંગલો કે ગાડી ક્યારે ખરીદીએ? તો આ જ જવાબમાં ગણિત છુપાયેલ છે, જે આપણી વ્યક્તિગત જિંદગી સાથે પણ જોડાયેલું હોય છે.

જુઓ, જીવનમાં હંમેશા એક વાક્યને ચોંટાડીને યાદ રાખી લો, “તમારા બંગલા કે ગાડીની કિંમત તમારી કુલ કમાણીની શક્યતા કરતાં ૧૦ ટકાથી વધારે ન હોવી જોઈએ”. ઓહોહો!!! હા, આ અશક્ય છે પણ વધુ આગળ જાણો તો ખબર પડે કઈ રીતે?????

બાકીનાં કુલ ઇન્કમનાં ૯૦ ટકાના હિસ્સાનું શું કરવાનું? તો ૯૦ ટકાનાં હિસ્સો બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ માટેનો હોવો જોઈએ. જો તમે નોકરિયાત વર્ગની શ્રેણીમાં હોય તો પણ ૯૦ ટકાનો હિસ્સો ઇન્વેસ્ટમેન્ટમાં જ રોકવો જોઈએ. જેને કારણે તમે ભવિષ્યમાં પણ ફાઈનાન્સિયલ ફ્રિ રહી શકો.

આમ પણ ઘર અને ગાડી બે એવી વસ્તુઓ છે જે તમારી પાસે છે એ મોટાભાગનું રોકાણ ખાઈ જાય છે. ઉપરથી દર મહીને તેનું થોડું મેઈન્ટેનન્સ ભોગવવું પડતું હોય છે. તેથી તેને એક્ષ્ટ્રા ખર્ચ પણ કહી શકાય. કારની વાતમાં તો ખાસ આ ગણતરી કરી શકાય.

મિડલ ક્લાસ વર્ગમાં જોવા મળતો સર્વે સામાન્ય નિયમ કે, ઘરનાં બધા સભ્યો પોતપોતાની રીતે ખર્ચ કરતાં હોય છે. જેને કારણે ઘરને આગળ લાવવા માટે ઘણી મહેનત કરવી પડે અથવા ખાસ્સો સમય ચાલ્યો જાય છે. જો એ તમારા કમાણીનાં ભંડોળને એકસાથે એકઠું કરીએ અને પછી ખર્ચ કરીએ તો ધાર્યા મુજબનું પરિણામ મેળવી શકાય.

તો ભલે!! તમારી ઈચ્છા ઘરનું ઘર ખરીદવાની હોય કે શાનદાર કાર ખરીદવાની પણ જયારે તમે એકદમ ફાઈનાન્સિયલ ફ્રિ રહીને ખરીદી કરી શકતા હોય ત્યારે જ આ સાહસને અજમાવવું. વગર પૈસે કરેલ સાહસ અંત સુધી તકલીફ કરતાં રહે છે.

એ દરમિયાન જો મકાનને ભાડા પર રાખવું પેડે તો પણ સારૂં ગણાય અને કારની બાબતમાં ભલે સેકેન્ડ હેન્ડ ખરીદી કરવી પડે – આ બંને યોગ્ય જ ગણાય. જરૂરથી વધારે અને આવકથી બમણી લોન કરેલ હોય તે પણ નકામી. કેમ કે, મહિનાનાં અંતે EMI ના સમયે ભોગવવી પડતી તકલીફ તમારી માનસિક શાંતિને હણી નાખે છે.

હંમેશા કોઈ ચીજ-વસ્તુની ખરીદી કરતાં પહેલા વિચારવું જોઈએ કે, ખરીદી પછી કેટલું આર્થીક રીતે ફ્રિ રહી શકાય છે. ઉધાર લેવાની નીતિને સાવ બાદ જ કરી દેવી.

કદાચ તમને સમજાયું હશે કે, ઘર કે ગાડી લેવાનો યોગ્ય સમય ક્યારે કહેવાય? આ જવાબ માટે તમે ખુદ જ કાફી છો. નવું કામ કરો બિન્દાસ્ત પણ ફાઈનાન્સિયલ ફ્રિ રહીને. તો તમને તમારી આવનાર કાર અને બંગલો માટે અભિનંદન. અત્યારે માહિતીના સાગરને આપીએ રજા.

“ફક્ત ગુજરાતી” ના પેઇઝને લાઇક કરો, જેથી તમને પણ માહિતી મળતી રહે. નવા જોરદાર આર્ટીકલ મળતા રહે. નંબર વન ફેસબુક પેઇઝ માત્ર અને માત્ર “ફક્ત ગુજરાતી….”

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *