પ્રેગ્નન્સી દરમ્યાનના સૂચનો, પ્રેગ્નેન્સી દરમિયાન કઈ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ

1)ભારે વજન ન ઉઠાવો જેમ કે પાણીથી ભરેલી ડોલ, ખાંડણી અને પરાઈ, ભારે ખુરશી, ભારે બોક્સ વગેરે.

2)વધુ સમય સુધી ઉભા ન રહો જો તમારે રસોડામાં વધુ સમય સુધી ઊભા રહેવું પડે છે તો ત્યાં એક ખુરશી રાખો અને તેના ઉપર બેસો.

3) પીડી નો પ્રયોગ બને ત્યાં સુધી ઓછો કરો જો તમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા નથી તો મજબૂરીમાં તમારે નીચે જવું પડે તો કોશિશ કરો કે એક જ વખતમાં તમે તમારા દરેક કામ પુરા કરો. તેની માટે એક કાર્યસૂચિ બનાવી ઉચિત રહેશે તથા સીડી રેલીંગ પકડીને જ ઉતરો.

4) હીલવાળા સેન્ડલ અથવા તો ચંપલ ન પહેરો,હંમેશા ફ્લેટ ચંપલ જ ચહેરો, જો તમે ઓફિસ જાવ છો તો ફ્લેટ સેન્ડલ નો જ પ્રયોગ કરો.

5) બહારનું જમવાનું ન જમો ખાસ કરીને જંકફૂડ,જેમકે પીઝા,બર્ગર વગેરે.હોટેલ તથા લગ્ન વગેરેમાં પણ ન જમો. તેની શુદ્ધતાની કોઇ જ ગેરંટી હોતી નથી તેથી તમને ઈન્ફેક્શન થઈ શકે છે.

6) તળેલો અને મસાલેદાર ખોરાક ન જમો. તેનાથી તમને ગેસ એસિડિટી અને બળતરા થઈ શકે છે.

7) પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ગાયનેકોલોજિસ્ટની સલાહ અનુસાર જ દવાઓનું સેવન કરો. ત્યાં સુધી કે નાની-મોટી બીમારીમાં પણ કોઈ જ રિસ્ક ન લો.

8) પ્રેગ્નન્સી દરમિયાન ઓછામાં ઓછી યાત્રા કરો. ટુ વીલર થ્રી વીલર વાહનને અવોઇડ કરો.જો તમારે મજબૂરીમાં બસ દ્વારા ઓફિસ જવું પડે છે તો અલગ ટાઈમિંગ માં જ બસ પકડો જ્યારે ભીડ સૌથી ઓછી હોય.

9) ગર્ભાવસ્થા દરમિયાન તણાવપૂર્ણ અથવા તો સીરીયલ કે મુવી ન જુઓ

10)એવું કોઈ કામ ન કરો જેમાં તમારે વધુ પડતા તણાવનો સામનો કરવો પડે.

11)પ્રેગ્નેન્સી દરમિયાન ફીટ કપડા ન પહેરો.

12) અમુક અધ્યાયનો થી જાણવા મળ્યું છે કે પ્રેગ્નન્સી દરમ્યાન મોબાઇલ ફોનનો વધુ ઉપયોગ બાળક માટે હાનિકારક થઈ શકે છે.

13) ક્યારે એકલા ન રહો જો તમે એકલા રહો છો તો હંમેશા પોતાનો મોબાઈલ રિચાર્જ કરાવી ને રાખો.

14) બાથરૂમમાં ઊભા રહીને ના હોવું જોઈએ નહીં. અને આ વાતનું ખાસ ધ્યાન રાખો કે લીલ જામી ગઈ હોય તો પડી જવાનો ખતરો ન હોય.

15) પ્રેગ્નેન્સી દરમિયાન સ્મોકિંગ બિલકુલ ન કરો અને કોઈને તમારા નજીક ધુમ્રપાન ન કરવા દો. પેસિવ સ્મોકિંગથી પણ બાળકને હાનિ પહોંચી શકે છે.

16) કેફીનનું સેવન અવોઇડ કરો તેની માટે કોફી, સોડા,ગ્રીન અને બ્લેક ટી તથા કોલ્ડડ્રિંક થી દુર રહો. ચોકલેટમાં પણ કેફીન જોવા મળે છે પરંતુ ઓછી માત્રામાં તમે ક્યારે ક્યારે ચોકલેટ ખાઈ શકો છો.

17) અમુક માછલી જેમ કે ટ્યુના માછલી, કિંગ મેકરલ ટાઇલફિશ વગેરેમાં મર્ક્યુરી અધિક માત્રામાં જોવા મળે છે તેથી તેને ખાવી જોઈએ નહીં તેના સેવનથી બાળકના માથા નો વિકાસ પ્રભાવિત થઈ શકે છે.

18) પહેલા ત્રણ મહિના આ વસ્તુઓનું સેવન ન કરો : ચીઝ કાચા ઈંડા, સલાડ, રો ફિશ, પ્રોસેસ કરેલું મીટ આ દરેક વસ્તુમાં બેક્ટેરિયા જોવા મળે છે.જે સેલ્મોનેલા ટોક્સોપ્લાઝ્મોસિસ અને લિસ્ટેરિઓસિસ જેવી વિકૃતિઓનું કારણ બની શકે છે, જે બાળકમાં જન્મજાત ખામી પેદા કરી શકે છે.

19) પોતાના પાલતુ જાનવર ના મોડ થી દુર રહો તેમાં ટોક્સપ્લાસમાં ગોંડી નામનો એક ખતરનાક પેરાસાઈટ હોઈ શકે છે જે બાળકના મસ્તિષ્કને ડેમેજ કરી શકે છે.

20) પહેલા ત્રણ મહિના સ્ટ્રોંગ ગંધની વચ્ચે ન જાઓ તેનાથી તમને ઊલટી-ઊબકા હોવાની સંભાવના રહી શકે છે.

21) ઉછળકૂદ બિલકુલ ન કરો એવી કોઈ એક્ટિવિટી ન કરો જેમાં પડી જવાની સંભાવના હોય.

22) ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ જ વ્યાયામ કે કસરત ન કરો.

23) ઓછું ન જમો. તમે દરરોજ જેટલું જમતા હોય તેનાથી વધુ જમો ખાસ કરીને એક બાળકને 300 કેલરીની જરૂર હોય છે તેથી ઓછામાં ઓછી આટલી કેલરી અવશ્ય વધુ લેવી જોઈએ. અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે તમારે જરૂરથી વધારે પણ જમવાનું નથી.

24) ગરમ પાણીથી ભરેલા બાથટબમાં નહાવું જોઇએ ખાસ કરીને શરૂઆતના મહિનાઓમાં. તેનાથી શરીરની અંદરનો ટેમ્પરેચર વધી જાય છે. જે બાળકને તાવ થવા જેવું હોય છે આમ કરવાથી બાળક જન્મજાતથી જ ખોડખાંપણવાળું ઉત્પન્ન થઇ શકે છે.

25) તરસ્યા બિલકુલ ન રહો થોડીક થોડાક સમયે પાણી પીતા રહો તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થશે. ડીહાયડ્રેટ થવાથી પ્રીમૅચ્યોર ડિલિવરી નો ભય હોય છે.

26) પેટની જમીન ઉપર ટેકવી ને ન સુવો.

27) પ્રેગનેન્સી દરમિયાન એક્સરે થી દુર રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment