શેરડી શરીર માટે સ્વાસ્થ્યવર્ધક ફળ છે, તેના ફાયદાઓ, ઉપયોગ અને સેવન કરવાની રીત વિશે જાણો

Image Source

શેરડી વિશે કોણ જાણતું હોતું નથી. શેરડીની બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને જાણકારી હોય છે. વાસ્તવમાં શેરડી એટલી મીઠી હોય છે કે બધાને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. જ્યારે પણ શેરડીનો પાક બજારમાં આવે છે, ત્યારે લોકો પણ મન ભરીને શેરડીના રસ પીવે છે, શેરડી માંથી બનાવેલ ગોળ અથવા અન્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરાય છે, પરંતુ શું તમને ખબર છે કે શેરડીમાં જેટલી મીઠાશ હોય છે, તેટલી જ તે શરીર માટે ફાયદાકારક હોય છે.

સામાન્ય રીતે લોકો શેરડીનું સેવન ફક્ત તેના અનોખા સ્વાદ માટે જ કરે છે, પરંતુ સત્ય એ છે કે ઘણી બધી બીમારીઓને સારી કરવા માટે પણ શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખૂબ સરળતાથી મળતી વસ્તુ છે, તેથી તમે શેરડીના ફાયદાઓ વિશે જરૂર જાણી લો અને તેનો પૂરો લાભ લો.

શેરડી શું છે?

દુનિયાભરમાં ઘણા પ્રકારની શેરડી ઉગાવવામાં આવે છે, જેમાં લાલ, સફેદ, કાળી, પોન્દ્રક, મનોગુપ્ત વગેરે શેરડીની મુખ્ય જાતિઓ છે. શેરડીથી ગોળ, શક્કર ( ચીની ), ખાંડ વગેરે ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે. તે આપણા દેશના મુખ્ય પાકમાંથી એક છે. તેને ઇખ પણ કેહવામાં આવે છે. શેરડીનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. દેશમાં ઘણા સ્થળો પર શેરડીની ખેતી કરવામાં આવે છે. તેના વૃક્ષ લાકડી જેવા લાંબા હોય છે. તેનો સ્વાદ ખૂબજ મીઠો હોય છે.

Image Source

અન્ય ભાષાઓમાં શેરડીનું નામ

  • Hindi – પુંડિયા, પોંડા, શેરડી, રીડ, ઓંખ
  • English – સુગરકેન, નોબલકેન, ઉત્તર ભારતીય શેરડી
  • Sanskrit – પુંડ્રક, અધિપત્ર, અસિપત્ર, ઇક્ષુ, રસલુ, વિપુલ રસ, ધીચછડ, ગુડમૂલ
  • Uttarakhand – રીખુ
  • Urdu – ગણ
  • Oriya – આકુ, ગુડોદરુ
  • Konkani – ઉની
  • Kannada – ઇક્ષુ, ઇક્ષુદંડ
  • Gujrati – નેશાકર, સેરડી
  • Tamil – પુન્દ્ર્યા, કન્નાલ
  • Telugu – અરુકાનુપુલારુનુગા, ઈન્જુ
  • Bengali – આક, શેરડી (ગન્ના)
  • Panjabi – શેરડી (ગન્ના), રીડ (ઇખા)
  • Malyalam – દરભેશુ, ઇક્ષુ
  • Marathi – આસોસ, કબ્બી
  • Manipuri – ચુ
  • Nepali – ઉખુ
  • Arabic – કાસબિષ્કર

શેરડીના ફાયદાઓ

સામાન્ય રીતે લોકો શેરડીના પાકને ફક્ત તેના રસ માટે જ ઓળખે છે, પરંતુ આજે તમને જણાવીએ કે તમે શેરડીનો ઔષધીય ઉપયોગ કેવી રીતે કરી શકો છો. ઔષધીય ઉપયોગ માટે શેરડીની માત્રા અથવા ઉપયોગની રીત શું હોવી જોઈએ.

પાચનતંત્રની મજબૂતી માટે શેરડીનો ઉપયોગ

ગોળની સાથે થોડું જીરું ઉમેરી લો. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યા સારી થાય છે.

ભૂખ વધારવા માટે શેરડીનું સેવન

શેરડીના રસને તડકામાં અથવા આગમાં ગરમ કરી લો. એક ઉફાળ આવ્યા પછી કાચ અથવા ચિનાઈ માટીના વાસણમાં ભરીને રાખો. એક અઠવાડિયા પછી તેને ઉપયોગમાં લો. તેનાથી ભોજન સરખી રીતે પચે છે અને ભોજન પ્રત્યે રુચિ પણ વધે છે.

ગળું બેસી જવા પર શેરડીનો ઉપયોગ

કોઈપણ વ્યક્તિનું ગળું બેસી જાય છે, ત્યારે તે વ્યક્તિ સરખી રીતે બોલી શકતા નથી. તેમજ વધારે ઊંચા અવાજથી ગીત ગાવુ, બોલવું, બૂમો પાડવી અથવા તો ઠંડી લાગવાના કારણે ગળું બેસી જાય છે. આવી સ્થિતિમાં શેરડીને ગરમ રેતી અથવા રાખમાં ગરમ કરો. તેને ચૂસો. તેનાથી ગળું સારું થઈ જશે.

કંઠના રોગમાં શેરડીના ફાયદા

શેરડીના રસને તડકામાં અથવા ગેસ પર ગરમ કરો, જ્યારે તેમાં એક ઉફાળ આવી જાય, ત્યારે તેને કાચની બોટલ અથવા ચિનાઈ માટીના ભરીને રાખો. તેને એક અઠવાડિયા પછી ઉપયોગમાં લો. તેના કોગળા કરવાથી કંઠ સંબંધિત સમસ્યાથી આરામ મળે છે.

હેડકીની સમસ્યામાં શેરડીનો ઉપયોગ

હેડકી ખૂબ જ સાધારણ સમસ્યા છે, પરંતુ ઘણીવાર હેડકી સમસ્યા પણ બની જાય છે. આ સમસ્યામાં થોડા ગોળ અને વરિયાળીને પાણીમાં પલાળી લો. તેને નાક તરફ લઈ જાઓ. તેનાથી હેડકી અને માથાના દુખાવામાં ફાયદો થાય છે.

આ રીતે 10-20 મિલી શેરડીના રસનું સેવન કરો. તેનાથી પણ હેડકીમાં રાહત મળે છે.

વીર્યના વધારા માટે શેરડીનો ઉપયોગ

શેરડીનો ઉપયોગ વીર્ય વધારવા માટે પણ કરવામાં આવે છે. વીર્ય દોષ વાળા લોકો 2-4 ગ્રામ આંબળાના ચૂર્ણની સાથે ગોળનું સેવન કરો. તેનાથી વીર્યનો વધારો થાય છે. તેની સાથેજ થાક, રક્તપિત, બળતરા અને પેશાબ સાથે જોડાયેલ સમસ્યાથી રાહત મળે છે.

આંખોની રોશનીની ઉણપમાં શેરડીનો ઉપયોગ

આંખોની બીમારીમાં શેરડીનું સેવન કરવું ફાયદાકારક હોય છે. તેની માટે આંખોની બીમારી વાળા દર્દી સાકરના ટુકડાને પાણી સાથે ઘસીને આંખોમાં લગાવો. તેનાથી આંખની રોશની સુધરે છે.

શરદી-ઉધરસ અને તાવમાં શેરડીનો ઉપયોગ

10 ગ્રામ ગોળ, 40 ગ્રામ દહીં અને 3 ગ્રામ મરિચ ચૂર્ણ ઉમેરો. તેનું સવારે ત્રણ દિવસ સુધી સેવન કરો. તેનાથી શરદી-તાવ અથવા સૂકી ઉધરસ સારી થઈ જાય છે.

જો તમે કફ વાળા ઉધરસથી ખૂબ પરેશાન રહો છો અને ઈચ્છો છો કે આયુર્વેદિક ઉપાયથી તમારી બીમારી સંપૂર્ણ રીતે સારી થઈ જાય, તો જૂના ગોળમાં આદુ ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી કફ વાળી ઉધરસ સારી થાય છે.

કબજિયાતની સમસ્યામાં શેરડીનો ઉપયોગ

ઘણા લોકોને કબજીયાતની સમસ્યા રહે છે. કબજિયાતના કારણે ઘણી મોટી બીમારીઓ પણ થવાનું જોખમ રહે છે. તેથી કબજિયાતથી પરેશાન લોકો શેરડીના રસની સાથે જવના વાળ પીસીને પીઓ. તેનાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

પેટ ફૂલવાની સમસ્યામાં શેરડીનો ઉપયોગ

પેટ ફુલવાની સમસ્યા ઘણા કારણોથી થઈ શકે છે. તેના માટે શેરડીના રસને પકાવી લો. તેને ઠંડુ કરી પીવાથી પેટ ફુલવાની સમસ્યામાં ફાયદો થાય છે.

શેરડીના સેવનથી પેટમાં દુખાવાથી આરામ મળે છે

જો તમે પેટના દુખાવાથી પરેશાન રહો છો તો શેરડીનો ઉપયોગ કરો. તેના માટે 5 લીટર શેરડીના રસને માટીના વાસણમાં ભરી લો. આ વાસણને કપડાથી બાંધીને રાખો. એક અઠવાડિયા પછી તેને ફિલ્ટર કરો. એક મહિના પછી 10-20 મિલી રસમાં 3 ગ્રામ સિંધવ મીઠું ઉમેરી લો. તેને થોડું ગરમ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

પેટની બીમારીમાં 2-4 ગ્રામ અજવાઇન ચૂર્ણને ગોળ સાથે ઉમેરીને સેવન કરો.

પિત્ત દોષના ઉપચાર માટે શેરડીનો ઉપયોગ

પિત્ત સંબંધિત દોષ માટે ભોજન કરતાં પેહલા શેરડીનું સેવન કરવું ઉત્તમ રહે છે.

શેરડીના 30-40 મિલી રસમાં મધ ઉમેરીને પીવાથી પિત્ત સાથે જોડાયેલ બીમારી સારી થાય છે.

વાત દોષમાં શેરડીનો ઉપયોગ

ગોળને ગાયના તાજા દૂધની સાથે પીવાથી વાત દોષ સારો થાય છે.

માથાના દુખાવામાં શેરડીનો ઉપયોગ

10 ગ્રામ ગોળ અને 6 ગ્રામ તલને દૂધ સાથે પીસી લો. તેમાં 6 ગ્રામ ઘી ઉમેરીને થોડું ગરમ કરી લો. તેનું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે.

શ્વાસના રોગના ઉપચાર માટે શેરડીનું સેવન

3-6 ગ્રામ ગોળમાં તેટલી જ માત્રામાં સરસવનું તેલ ઉમેરીને સેવન કરો. તેનાથી શ્વાસ ફૂલવું અથવા શ્વાસની તકલીફની સમસ્યાથી રાહત મળે છે.

નસકોરી અથવા નાકમાથી લોહી નીકળવા પર શેરડીના ઉપયોગના ફાયદા

નસકોરી અથવા નાકમાથી લોહી નીકળતું હોય તો શેરડીનો રસ નાકમા નાખવાથી આરામ મળે છે.

Image Source

ગોઇટર મટાડવા માટે શેરડીનો ઉપયોગ

ગોઇટર રોગ ગળામાં થતી એક બીમારી છે. તેમાં 2-4 ગ્રામ હરડેના ચૂર્ણનું સેવન કરો. ઉપરથી શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે.

સ્તનમાં દૂધ વધારવા માટે શેરડીનું સેવન

સ્તનપાન કરાવતી માતાઓ જો સ્તનમાં દૂધની ઉણપનો અનુભવ કરી રહી છે, તો તે શેરડીના 5-10 ગ્રામ મૂળ પીસી લો. તેનો શેરડીની ઉકાળો બનાવી લો. તેનું સેવન કરો. તેનાથી સ્તનમાં દૂધનો વધારો થાય છે.

લ્યુકોરિયામાં શેરડીના ફાયદા

લ્યુકોરિયા મટાડવા માટે ગોળની એવી ખાલી કોથળી લો, જેમાં 2-3 વર્ષ સુધી ગોળ ભરેલો રહે. તેને સળગાવીને રાખ બનાવી લો. આ રાખને ગાળી લો. દરરોજ સવારે 1 ગ્રામ સેવન કરવાથી લ્યુકોરિયામાં ફાયદો થાય છે.

મેનોયરેજીયા ( ગર્ભાશયમાં અસાધારણ રક્તસ્ત્રાવ ) માં શેરડીના ફાયદા

શેરડીના રસથી કપડાને ભીનું કરી પટ્ટી બનાવી લો. તેને યોની પર રાખવાથી ગર્ભાશયના અસાધારણ રક્તસ્રાવ ની બીમારી સારી થાય છે.

ડાયાબિટીસમાં શેરડીનું સેવન ફાયદાકારક

ગોળની સાથે જવની રાખ ઉમેરી લો. તેને ગરમ પાણીની સાથે સેવન કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

મૂત્ર રોગમાં શેરડીના ફાયદા

શેરડીના તાજા રસને પીવાથી પેશાબ સંબંધી વિકારો જેમકે વારંવાર પેશાબ આવવામાં રાહત મળે છે. જો તમને શેરડીનો તાજો રસ મળી રહ્યો નથી, તો તમે શેરડીના મૂળનો ઉકાળો બનાવીને પણ પી શકો છો.

શેરડીના 30-40 મિલી રસમાં, આંબળાનો રસ, અને મધ ઉમેરી લો. તેનું સેવન કરવાથી પેશાબ સંબંધી સમસ્યા સારી થાય છે.

શેરડીના તાજા મૂળનો ઉકાળો બનાવી લો. તેને 40-60 મિલી માત્રામાં પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યાથી રાહત મળે છે.

કમળાના રોગમાં શેરડીનો ઉપયોગ

શેરડીના ટુકડા કરી રાત્રે ઘરના ધાબા પર ઝાકળમાં રાખો. તેના રસને સવારે સાફ કર્યા પછી ચુસો. 4 દિવસના ઉપયોગથી કમળામાં ખૂબ ફાયદો થાય છે.

શેરડીના શુદ્ધ તાજા રસની સાથે જવના અર્કનું સેવન કરો. તેનાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.

મરડામાં શેરડીનો ઉપયોગ ફાયદાકારક

મરડાના દર્દી જેને લોહીની સાથે મળ આવે છે. તે 30-40 મિલી શેરડીના રસમાં તેટલી જ માત્રામાં દાડમનો રસ ઉમેરી લો. તેને પીવાથી મરડામાં ફાયદો થાય છે.

પાઈલ્સ ટ્રીટમેન્ટમાં શેરડીનો ઉપયોગ ફાયદાકારક

લોહીવાળા પાઈલ્સ મટાડવા માટે શેરડીનો ઉપયોગ ફાયદો આપે છે. તેના માટે શેરડીના રસની ભીની પટ્ટી લગાવો. તેનાથી લોહીવાળા પાઈલ્સમાં ફાયદો થાય છે.

ચેપી રોગમાં શેરડીનો ઉપયોગ

એવા રોગ જે હવા દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે, તેને ચેપી રોગ કેહવાય છે. આવી સ્થિતિમાં ચેપી રોગને મટાડવા માટે શેરડીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના માટે ગોળની સાથે જવની રાખ ઉમેરો. તેને ગરમ પાણીની સાથે સેવન કરો.

કિડની વિકારમાં શેરડીનો ઉપયોગ

કિડની સાથે સંબધિત વિકાર, જેમકે કિડનીમાં દુખાવો થઈ રહ્યો છે, તો 11 ગ્રામ ગોળ અને 500 મિગ્રા દુધિયા ચુનાને ઉમેરીને, બે ગોળીઓ બનાવી લો. પેહલા 1 ગોળી હુફાળા પાણીથી સાથે લો. જો દુખાવો ઓછો થાય નહિ તો બીજી ગોળી લો.

હદયને સ્વસ્થ બનાવવા માટે શેરડીનું સેવન

હદયને સ્વસ્થ રાખવું છે, તો શેરડીનો ઉપયોગ કરવો ફાયદાકારક થાય છે. તેના માટે ગોળની પાપડી અથવા ગોળ સાથે બનેલ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ઉતમ હોય છે.

અન્ય રોગમાં શેરડીનો ઉપયોગ

5 ગ્રામ ગોળની સાથે, 5 ગ્રામ આદુ કે સૂંઠ, હરડે અથવા પીપળમાં કોઈ ચૂર્ણ ઉમેરી લો. તેનું 10 ગ્રામ જેટલી માત્રામાં સવારે અને સાંજે ગરમ દૂધની સાથે સેવન કરો. તેનાથી મોઢાના ચાંદાની બીમારી, શ્વાસના રોગ, કફ, સોજા, શરદી, તાવ, ગળાની બીમારી, બવાસીર અને મરડામાં ફાયદો મળે છે.

સાકરના ફાયદાઓ

સાકર શેરડીમાંથી જ બનાવવામાં આવે છે, તેથી શેરડીની જેમ સાકરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય છે. તમે મિશ્રીનો ઉપયોગ આ રીતે કરી શકો છો.

મોઢામાં ચાંદા થવા પર સાકરનું સેવન

મોઢામાં ચાંદા થવા પર અથવા ભૂખની ઉણપ થવા પર સાકરનું સેવન કરવું ખુબજ ફાયદાકારક હોય છે. તેના માટે સાકરના ટુકડાની સાથે, એક નાનો કાથા નો ટુકડો મોઢામાં રાખીને ચૂસો. તેનાથી મોઢાના ચાંદા અને ભૂખની ઉણપની સમસ્યા સારી થાય છે.

આંખોની રોશનીની ઉણપમાં સાકરનો ઉપયોગ

આંખોની રોશનીની ઉણપનો અનુભવ થવા પર સાકરને પાણી સાથે ઘસી લો. તેને આંખોમાં કાજલની જેમ લગાવવાથી ફાયદો થાય છે.

તાવ ઉતારવા માટે સાકરનો ઉપયોગ

તાવ આવવા પર દૂધમાં ઘી અને સાકર ઉમેરી લો. તેનું સેવન કરવાથી તાવ સારો થાય છે.

ગોળના ફાયદા

શેરડી માંથી ગોળ પણ બને છે. ગોળને ખાડ પણ કેહવાય છે. ગોળનું સેવન પણ ઘણા રોગો માટે ફાયદાકરક છે, જેમકે –

વાત અને પિત્ત દોષમાં ગોળનો ઉપયોગ ફાયદાકારક

જૂના ગોળનું હરડે સાથે સેવન કરવાથી પિત્ત સંબંધિત વિકાર સારો થાય છે.

જૂના ગોળનું સૂકા આદુ સાથે સેવન કરવાથી વાત સંબંધિત તમામ વિકાર મટે છે.

શેરડીનો ઉપયોગી ભાગ

  • શેરડીનો રસ
  • શેરડીની બનેલી સાકર
  • શેરડીમાથી બનેલો ગોળ
  • શેરડીના મૂળનો ઉકાળો
  • ભોજન કર્યા પછી ગોળનું સેવન કરવાથી ખોરાક સરખી રીતે પચી જાય છે.
  • એક વર્ષ જૂનો ગોળ, નવા ગોળની સરખામણીમાં વધારે પૌષ્ટિક હોય છે.

શેરડીનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • શેરડીનો રસ – 20 થી 40 મિલી.
  • શેરડીના મૂળનો ઉકાળો – 50 થી 100 મિલી.

કોઈ બીમારી થવા પર શેરડીનો ઉપયોગ આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઈને કરો.

શેરડી ક્યાં જોવા અને ઉગાડવામાં આવે છે?

શેરડીની ખેતી ગરમ પ્રદેશોમાં કરવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment