સ્યુગર ફ્રી ગાજરનો હલવો બનાવી બધાને ખવડાવો – હલવો આ રીતે બનાવો તો વહુ રાણીને મળશે ઘરમાં અનોખું માન..

ઠંડીની મૌસમમાં વધુ પસંદ આવતી આ વાનગી એટલે કે “ગાજરનો હલવો.” લગ્ન પ્રસંગે તેમજ પાર્ટીઓમાં ગાજરનો હલવો રંગત બનાવે છે. એ ગાજરનો હલવો બનાવવામાં ખાંડની જગ્યાએ ગોળ વાપરવામાં આવે તો ડાયાબીટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. આમ પણ ગોળ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી વસ્તુ ગણાય છે.

તો જોઈએ આજના આર્ટીકલમાં ડાયાબીટીસના દર્દીઓ ખાઈ શકે તેવો ગાજરનો હલવો…

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ લાલ ગાજર
  • ૨૫૦ ગ્રામ દૂધ
  • ૩૦૦ ગ્રામ માવો
  • ૧૨-૧૫ બદામનો બારીક ભુક્કો
  • ૧૨-૧૫ કાજુનો બારીક ભુક્કો
  • ૮-૧૦ પીસ્તાના નાના કટકા કરી લેવા
  • ૫ એલચી
  • ૫ ચમચી ધી
  • એક ચમચા જેટલો સુકો મેવો
  • કડાઈ

સૌપ્રથમ ગાજરને સહેજ ગરમ પાણીમાં ધોઈ નાખો. ત્યાર બાદ ગાજરની છાલ ઉતારી લો. બધા ગાજર છોલાઈ ગયા પછી મીક્ષરમાં થોડા ક્રશ કરી નાખો એટલે કુચો થઇ જશે.

હવે, ગેસ પર કડાઈને ગરમ કરવા મુકો. જેવી ગરમ થઇ જાય કે તેમાં ઘી ઉમેરો. ઘી માં ગાજરનો કુચો નાખો તેને વ્યવસ્થિત રીતે પકાવો.

ગાજરમાનું પાણી સુકાઈ ત્યાં સુધી કડાઈમાં પકવવાનું છે. તેમાં અંદાજીત ૧૫ મિનીટ જેટલો સમય લાગે છે.

જયારે ગાજર વ્યવસ્થિત સુકાઈ જાય અને ગળવા લાગે ત્યારે તેમાં દૂધ મિશ્ર કરીને સારી રીતે હલાવો.

કડાઈમાં મિશ્રણને ચમચાથી હલાવતા રહો. દૂધ ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી હલવાને પકાવવાનો છે.

જયારે હળવો ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં ગોળ નાખીને સારી રીતે મિશ્ર કરો.

ગોળ ઉમેરશો એટલે હલવામાં ફરીથી પાણી છૂટશે. કડાઈમાંના મિશ્રણને હલાવતા રહો. પછી તેમાં માવો ઉમેરો. માવો ઉમેરશો એટલે હલવો દાણાદાર થઇ જશે. ત્યાર બાદ એલચી અને ડ્રાયફ્રુટ ભેળવી દો. ૪-૫ મિનીટ સુધી ધીમા ગેસથી હલાવતા રહો.

આમ, તૈયાર છે ગાજરનો સ્યુગર ફ્રી હલવો. હલવાનો ટેસ્ટ હજુ વધારે જોઈતો હોય તો તેમાં માવાનું ખમણ કરીને ઉપરથી ઉમેરી શકો છો.

તો આ રીતે તૈયાર થાય છે ગાજરનો શાનદાર ટેસ્ટી હલવો. આ હલવાને ડાયાબીટીસના દર્દી પણ ખાઈ શકે છે.#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!