અચાનક જ સડકો પર વાહનને બદલે મોરનો ટ્રાફિક જામ, મોરનો ડાન્સ કરતો વિડીયો થયો વાયરલ

કોરોના વાયરસના લીધે લોકડાઉનનો સકારાત્મક અસર પર્યાવરણ પર પડી રહ્યો છે. ગયા વર્ષના મુકાબલે આ વર્ષે વાતાવરણમાં ઘણો સુધારો આવ્યો છે. અને તેની સીધી અસર જળ, જંગલ, જંગલી જાનવરો પર સાફ જોવા મળી રહ્યો છે. ઓછા પ્રદુષણને કારણે જંગલી જાનવરો સડકો પર આવવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે.

image source

થોડી છૂટછાટ સાથેના આ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. વાહનોનો રોડ પર ટ્રાફિક જામ નથી ત્યારે રસ્તાઓ પર પશુ અને પક્ષીઓ આઝદીથી ફરી રહ્યા છે. હવે રાષ્ટ્રીય પક્ષી મોર દ્વારા રોડ પર ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે. મોરના આ ટ્રાફિક જામનો વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર પ્રવીણ કાસવાને શેર કર્યો હતો.

આ વિડીયો કારમાં બેસીને બનાવ્યો છે. કારને જોઈ મોર સડક ખાલી કરવા લાગે છે. જો કે એક મોર તેના પંખ ઉઠાવી નાચવા લાગે છે. મોર કળા કરતા દેખાઈ રહ્યા છે. આ વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. પ્રવીણ કસવાને વિડીયો શેર કરતા લખ્યું કે રાષ્ટ્રીય પક્ષીનો અદભુત ટ્રાફિક જામ. આ વીડિયો રાજસ્થાનનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે.

image source

 સડક પર મોર

આ વિડીઓને અત્યાર સુધીમાં ઘણા લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણી ચટપટી કોમેન્ટ પણ આવી રહ્યું છે. પર્યાવરણના સાફ હોવાને લીધે પશુ, પક્ષી અને જંગલી જાનવરો ને તેનો સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. ઓફિસરના વીડિયોને ટ્વિટર પર 1.3 લાખ લોકોએ જોયો છે. ઉપરાંત 11 હજારથી વધુ લાઇક્સ અને 2 હજારથી વધુ રીટ્વીટ્સ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment