આટલી મોંઘી પત્ની કોઈની નહીં હોય!!! પત્નીના શોખ પુરા કરતા કરતા પતિ કંગાળ થઈ ગયો…

સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય પણ અમુક પુરૂષને લક્ષ્મી સદતી નથી. અમુક સ્ત્રી પણ એવી થાય છે કે પુરૂષને ક્યારેય અનુકુળ થઇ શકતી નથી. એટલે મેરેજ લાઈફમાં બેસ્ટ કોણ છે એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે. આજના લેખમાં મેરેજ લાઈફનો એક એવો જ કિસ્સો જણાવવામાં આવ્યો છે, જે જાણીને તમે મોં માં આંગળી નાખી જશો.

એક પુરૂષ તેની પત્નીના શોખ પુરા કરતા કરતા કંગાળ થઇ ગ્યો. જેટલી પણ સંપતિ હતી એટલી બધી પાણીના ભાવે વેચી નાખી. ૧.૪૦ કરોડનું મકાન પણ વેચી નાખ્યું. આ જાણીને તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હશે કે, એટલા બધા રૂપિયાનું એવું તો શું કર્યું? એવા ક્યાં શોખ છે, જેને પુરા કરવા માટે આટલા રૂપિયા પણ ઓછા પડ્યા?

આ મામલો છે ઝારખંડના રાંચી શહેરનો. અહીંની ફેમેલી કોર્ટમાં એક એવો વિચિત્ર કેસ આવ્યો કે કેસમાં શું ચુકાદો આપવો એ માટે જજને પણ પરસેવો છૂટી ગયો. મામલો નોંધાયો હતો એ બાબતમાં એવું હતું કે પત્ની એટલી ખર્ચાળ છે કે એના શોખ પુરા કરતા કરતા તમામ સંપતિ વેચાઈ ગઈ. પતિ એટલી હદે કંગાળ થઇ ગયો કે કરોડપતિમાંથી રોડપતિ થઇ ગયો. પતિ જ્યાં સુધી તેની પત્નીના શોખ પુરા કરતો ત્યાં સુધી લગ્નજીવન ચાલતું રહ્યું, જેવા પૈસા ખૂટ્યા કે લગ્નજીવનની અવધી પણ પૂરી થવાને આરે આવી ગઈ.

૨૦૦૪ની સાલમાં એક યુવાન અને યુવતી પરિવારની ઇચ્છાથી લગ્નગ્રંથીથી જોડાયું હતું. અને લગ્ન પછીના થોડા વર્ષોના ઘરે એક બાળક પણ જન્મ્યું. બંનેનું લગ્નજીવન ચાલતું હતું કારણ કે પતિ – પત્નીના તમામ શોખ પુરા કરતો હતો. મોંઘા કપડા કહો કે ફાઈવ સ્ટાર હોટેલના બિલ. આવું તો લીસ્ટ ઘણું લાંબુ હતું.

૮ થી ૯ વર્ષ લગ્નજીવન વીત્યું ત્યાર સુધીમાં પતિ નોકરી વગરનો થઇ ગયો હતો અને તેની માથે દેવું થવાનું શરૂ થયું. માહિતી મુજબ જોઈએ તો પત્નીના શોખને પૂર્ણ કરવા માટે પતિએ ૨૩ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. વડીલોની સંપતિનું ઘર પણ ૧.૪૦ કરોડમાં વેચી નાખ્યું હતું. આ રૂપીયામાંથી દેણું ચૂકતે કર્યું અને બાકીના પૈસા હતા એ પણ ધીમે ધીમે ખર્ચ કરી નાખ્યા.

અંતે પૈસા ખૂટતા લગ્નજીવનમાં તિરાડો પડવાની શરૂ થઇ ગઈ. અંતે ઘરમાં અણબનાવ બનવા લગતા આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો. હવે કોર્ટમાં જજ પણ મુસીબતમાં મુકાયા છે કે આ મામલે શું ચુકાદો આપવો. ખરેખર કોનો વાંક ગણવો એ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. અને રીયલમાં પણ એવું જ છે કે આ કિસ્સામાં પતિની ભૂલ ગણવી કે પત્નીન ભૂલ ગણવી એ સમજાતું જ નથી..!!!

રોચક માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અમે અહીં અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author  : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close