ખેતર માં કામ કરવાવાળા એક બા રાતોરાત બની ગયા યૂટ્યૂબ સેન્સેશન.. જાણો શું છે કહાની..

જ્યારે કોઈ માણસ પોતાની તાકાત ને ઓળખી લે, તો તે દુનિયા પર વિજય હાસિલ કરી લે છે. ખાસ કરી ને સોશિયલ મીડિયા ના જમાના માં. સોશિયલ મીડિયા ના જમાના માં માણસ ને ફક્ત તેના માં રહેલા હુનર ને જ ઓળખવાનું છે. જેવુ 60 વર્ષ ના ગંગાવા મિલકુરી એ કર્યું. 60 વર્ષ ના આ દાદી રાતોરાત યૂટ્યૂબ પર ફેમસ થઈ ગયા છે. એ પણ ત્યારે કે તેમણે ઇન્ટરનેટ વિશે કઈ ખબર જ નથી.

Image Source

મળો તેલંગાણા ના 60 વર્ષ ના ગંગાવા મિલકુરી ને.

Image Source

60 વર્ષ ના ગંગાવા મિલકુરી તેલંગાણા ના એક ગામ માં રહે છે. એક સમય માં આ દાદી ઘરેલુ હિંસા નો શિકાર થઈ ગયા છે. 5 લોકો ના પરિવાર ની પાલન પોષણ ની જવાબદારી દાદી ની હોવાથી તે ખેતી કામ કરે છે. ખેતર માં મજૂરી કરી ને તેમણે પોતાની જિંદગી નો અડધો હિસ્સો પૂરો કરી દીધો છે. આ ઉપરાંત તે ટેલીવૂડની ફિલ્મ માં પણ આવી ચૂક્યા છે.

Image Source

ગંગાવા મિલકુરી ના પતિ દારૂ પીતા હતા. અને દારૂ પી ને તેમની પર અત્યાચાર પણ કરતો હતો. એટલે તેમણે પરિવાર ની જવાબદારી ઉપાડી કે જેથી તેમના બાળકો નું ભવિષ્ય ના બગડે. ત્યાં જ પતિ ના મૃત્યુ પછી તેમણે પોતાનું હુનર જાણ્યું.

કેવી રીતે બન્યા યૂટ્યૂબ સેન્સેશન

Image Source

ગંગાવા મિલકુરી ના જમાઈ શ્રીકાંત શ્રીરામ એ પોતાના મિત્રો સાથે મળી ને ‘માય વિલેજ શો’ નામની એક યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. લગભગ એક વર્ષ પહેલા તેમણે આ દાદી ને પોતાના શો માં લેવાનું વિચાર્યું. મજા ની વાત તો એ છે કે સાસુ માં ની સાથે જમાઈ નો આ શો ખૂબ જ હિટ રહ્યો. ત્યારબાદ લોકો દાદી માં ને જોવા માટે ડિમાંડ કરવા લાગ્યા.

Image Source

ત્યારબાદ શ્રીકાંત અને દાદી તેમંજ તેમના મિત્રો મળી ને વિડિયો બનાવાનું ચાલુ કર્યું. અને રાતોરાત તેઓ ફેમસ થઈ ગયા. આટલું જ નહીં તે યૂટ્યૂબ ની સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ ફેમસ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *