વોરશીપ પર પહેલી વખત 2 મહિલા ઓફિસર ને તેનાત કરશે નૌસેના. જે હેલીકોપ્ટર ને ઓપરેટ કરશે..

ભારતીય નૌસેના ના ઇતિહાસ માં પહેલી વાર બે મહિલા ઓફિસર સબ લેફ્ટેનટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટેનટ રીતિ સિંઘ ને વોરશીપ પર મોકલવામાં આવશે. આ બંને ને હેલીકોપ્ટર સ્ટ્રીમ માં ઓબ્સર્વર ના પદ માટે લેવામા આવ્યા છે. નૌસેના માં અત્યાર સુધી મહિલા ઑ ને ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ સુધી જ સીમિત રાખવામાં આવ્યા હતા.

Image Source

મહિલા ઓફિસર ને જંગી જહાજો પર તૈનાતી ના સમાચાર એવા સમય માં સામે આવ્યા છે કે જ્યારે ભારતીય સેના એ પણ મહિલા લડાકુ પાઈલોટ ને રફેલા વિમાન ની ફ્લીટ ની ઓપરેટર શોર્ટ લિસ્ટ કરવામાં આવી. અંબાલા માં ભારતીય વાયુસેના ના રાફેલ સ્કવોડ્રન ને પહેલી મહિલા પાયલોટ જલદી જ મળશે. વાયુસેના ની 10 મહિલા ફાઇટર પાઈલોટ પ્રશિક્ષણ લઈ રહી છે. તેમા થી એક 17 સ્કવોડ્રન ની સાથે રાફેલ જેટ ઉડાવશે. અત્યારે આ પાયલોટ એર ફોર્સ નું મિગ-21 એરક્રાફ્ટ ઉડાવે છે.

10 સપ્ટેમ્બર એ અંબાલા માં 5 રાફેલ એર ક્રાફ્ટ એ વાયુસેના માં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતે ફ્રાંસ પાસે થી 36 રાફેલ જેટ ખરીદ્યા. તેમાંથી 5 ભારત આવી ગયા છે. બાકી 2021 ના અંત સુધી માં ભારત માં આવી જશે.

નૌસેના માં 17 ઓફિસર ને ‘વિંગ્સ’ થી સમ્માનિત કરવા માં આવ્યું.

Image Source

સબ લેફ્ટેનટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટેનટ રીતિ સિંઘ ને સહિત 17 ઓફિસર ને સોમવારે ઓબ્સર્વર ના પદ પર સ્નાતક થવા પર ‘ વિંગ્સ’ થી સમ્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ કોચ્ચી માં આઈએનએસ ગરુડ પર થયો. તેમાં 13 ઓફિસર રેગ્યુલર બેચ ના છે. અને 4 મહિલા શોર્ટ સર્વિસ  કમિશન થી છે. આ ઓફિસર ભારતીય નૌસેના અને ભારતીય તટ રક્ષક બળ ના સમુદ્રી જહાજો અને પંડુબબી- રોધી જંગી જહાજો માં તેનાત થશે.

Image Source

આ પ્રોગ્રામ માં રિયર અડમીરલ એંટની જ્યોર્જ એ કહ્યું કે આ એક ઐતિહાસિક અવસર છે. જેમા મહિલા ઓ ને પહેલી વાર હેલીકોપ્ટર operation ની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 91 મા રેગ્યુલર કોર્સ અને 22 મા એસએસસી ઓબ્સર્વર કોર્સના ઓફિસર ને એર નેવિગેશન, ફ્લાઇંગ પ્રોસિજર, એર વોરફેર, એન્ટિ-સબમરીન વોરફેરનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું .

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment