કચરો ઉઠાવનાર એક સ્ત્રી બોલી સ્ટ્રોંગ અંગ્રેજી, જે સાંભળીને લોકો પણ દંગ રહી ગયા

Image Source

કચરો ઉઠાવનાર એક સ્ત્રીનો વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્ત્રી સ્ટ્રોંગ અંગ્રેજી બોલતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર દરરોજ કઈને કઈ નવું દેખાતું રહે છે. ક્યારેક હાસ્યના વિડીયો ખૂબ વાયરલ થાય છે, તો ક્યારેક ગીત ગાતા વિડિયો. હવે બેંગ્લોરની એક સ્ત્રીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્ટ્રોંગ અંગ્રેજી બોલતા જોવા મળી રહી છે. મહત્વની વાત એ છેકે સ્ત્રી કચરો વિણે છે. તેનો વીડિયો જોઇને લોકો દંગ છે અને કહી રહ્યા છે કે કોઈ પુસ્તકના કવરને જોઇને તેને ન્યાય કરવું જોઈએ નહી. તેમાં આ સ્ત્રીને જોઇને તમને વિશ્વાસ નહિ થાય કે તે આટલું સરસ અંગ્રેજી બોલે છે.

ઈન્સ્ટાગ્રામ પર સચીના હેગરે શેર કર્યો આ વિડિયો

ખરેખર સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર સચિના હેગર નામની એક યુઝરે તેનો વીડિયો શેર કર્યો છે. સચિનાએ જણાવ્યું કે કામ અર્થાત રસ્તા પરથી પસાર થતા તેની મુલાકાત કચરો વીણનાર આ સ્ત્રી સાથે થઇ હતી.

સદાશિવનગરમાં આ સ્ત્રી કચરો વિણે છે. જ્યારે બંનેએ વાતચીત શરૂ કરી તો સચીનાએ જોયું કે કચરો વિણનાર સ્ત્રી સ્ટ્રોંગ અંગ્રેજી બોલી શકે છે. આ સ્ત્રીને અંગ્રેજીમાં જ સચિનાએ તેના વિશે બધી વાત જણાવી હતી. વિડિયો શેર કરીને સચિનાએ કેપશનમાં લખ્યું છે, કહાનીઓ હંમેશા તમારી આજુબાજુ હોય છે. તમારે માત્ર તેટલું કરવાનું છે કે ઉભા રહો અને ચારે તરફ જુઓ. કેટલીક સુંદર તો કેટલીક દુઃખદાયક, પરંતુ થોડા ફૂલો વગર જીવન શું છે…આ અદભૂત સ્ત્રીનો સંપર્ક કરવા ઈચ્છો છો. જો તમારામાંથી કોઈને તે મળે છે તો કૃપા કરી અમારી સાથે સંપર્ક કરો.

Image Source

આ સ્ત્રી જાપાન જઈ ચૂકી છે

મહિલાએ વધારે વાતચીત કરતા તેને જણાવ્યું કે તે 7 વર્ષ જાપાન રહી ને આવી છે. ત્યાં તે એક ઘરમાં કામ કરતી હતી અને જ્યારે તે લોકોને તેની જરૂરિયાત ન હતી, ત્યારે તેને પાછી મોકલી દીધી, દેશમાં પરત ફરતી વખતે તેને કોઈ કામ મળી રહ્યું નહતું અને તેથી તેણે રસ્તાના કિનારેથી કચરો વીણી તેને વેંચી પૈસા કમાવવાનું શરૂ કર્યું. તેના માધ્યમથી અંગ્રેજી બોલનાર સ્ત્રીનું ગુજરાન ચાલે છે.

સુંદર શબ્દોમાં જણાવ્યું કે જીસસ ક્રાઇસ્ટ સાથે રહે છે

સચિનાએ એક બીજા વીડિયોમાં શેર કર્યું છે, જેમાં જ્યારે સચિનાએ તેને પૂછ્યું કે તે એકલા રહે છે, તો તેણીએ જીસસ ક્રાઇસ્ટનો ફોટો બતાવી કહ્યું કે તેના રેહતા કોઈ એકલું કેવી રીતે રહી શકે? આ વચ્ચે તેમણે એક સુંદર કવિતા અંગ્રેજીમાં ગાઈ અને તે દરમિયાન તેમનું નામ પણ જણાવ્યું. વિડિયો પરથી જાણ થાય છે કે સ્ત્રીનું નામ સીસિલિયા માર્ગરેટ લોરેસ છે.

લોકો મહિલાની તારીફ કરી રહ્યા છે

લોકોને તેમનો વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે. દરેક લોકો મહિલાની અંગ્રેજી અને તેની વાતચીત કરવાની રીતથી આશ્ચર્યચકિત છે. તેટલું જ નહી બંને વીડિયોને જોડી અત્યાર સુધી લગભગ 18 હજાર જેટલા લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment