સ્ટ્રોબેરીમાં એવા વિટામિન અને મિનરલ જોવા મળે છે, જે હદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરી ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત, સ્ટ્રોબેરી તણાવ દુર કરવામાં પણ મદદ કરે છે. તેનો શેક શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી.
સ્ટ્રોબેરી શેક બનાવવાની સામગ્રી
- 1 કપ સ્ટ્રોબેરી
- 2 ગ્લાસ ઠંડુ દૂધ
- ચમચી ખાંડ
- 2 ચમચી વેનીલા આઈસ્ક્રીમ
સ્ટ્રોબેરી શેક બનાવવાની રીત
- સૌથી પેહલા સ્ટ્રોબેરીને યોગ્ય રીતે ધોઈ નાના નાના ટુકડામાં કાપી લો.
- હવે બ્લેન્ડર જારમાં દૂધ, સ્ટ્રોબેરી અને ખાંડ નાખી તેને સરખી રીતે પીસી લો.
- હવે તેને ગ્લાસમાં નાખી ઉપરથી આઈસ્ક્રીમ નાખો અને સર્વ કરો.
- તમારો સ્ટ્રોબેરી શેક બનીને તૈયાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team