તો આ છે જીગલી અને ખજૂરની આખી કહાની – નીતિન જાનીની સાવ અંગત વાતો..

એક સમય હતો જેમાં ગુજરાતી ફિલ્મ અને ડ્રામા ઇન્ડ. ને ખાસ માન આપવામાં આવતું ન હતું. કેમ કે, બોલીવૂડની અંદર એક પછી એક સુપર હીટ ફિલ્મ રીલિઝ થતી અને એ ફિલ્મનાં ગીતોનું જાદુ ખૂબ જ છવાયેલું રહેતું. એ પછી જેમ જેમ વર્ષો વીત્યા – આજનાં સમયમાં ગુજરાતી ટેલીવિઝનથી લઈને આલ્બમનાં ગીતો સુપર હીટ રહે છે અને ગુજરાતી ભાષાનું એક નવું ખ્યાતી ચિહ્ન બન્યું છે.

ગુજરાતી ફિલ્મની જૂની યાદીમાં હાસ્ય કલાકાર તરીકે “રમેશ મહેતા” નું ઓહોહોહોહો… વખણાય છે. એ હાસ્ય ટોનથી તે ખુબ પ્રચલિત થયા. તેમ આજે યંગ જનરેશનનાં કોમેડી બાદશાહની વાત કરવી છે. “ફક્ત ગુજરાતી” ની લેખક ટીમે આ સ્પેશ્યલ આર્ટીકલ આજે તમારા માટે જ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં સાચા ઉદ્દેશ સાથે ગમ્મત અને હાસ્યનાં ફુવારા કરાવે એવા ખુબ પ્રચલિત અને નામના મેળવેલ “ખજૂર” એટલે કે નીતિન જાનીની “જીગલી અને ખજૂર” વિશેની ફેમ અને સકસેસ સ્ટોરીને જાણીશું.

તો થઇ જાવ તૈયાર..અમને તો ખૂબ જ આનંદ આવ્યો અને હાલ આ આર્ટીકલનાં પોસ્ટીંગમાં પણ હાસ્ય આવી ગયું. અમને ખજૂરભાઈનું “જય શ્રી ક્રષ્નનનનનન…” યાદ આવી ગયું. હાહાહા… તો ચાલો અહીંથી વધુ આગળ જઈએ..

મૂળ સુરતમાં જન્મેલ જાની પરિવારનાં બે ભાઈઓમાંથી એક ભાઈ “નીતિન જાની”. તેમનું બચપણ જ મજાકીયું સ્વભાવવાળું હતું તો પછી અત્યારની કોમેડીની વાત થાય.!! તેને એજ્યુકેશન બારડોલીથી લીધું. અને માસ્ટર ડીગ્રી પુના શહેર ખાતે કરી. બારડોલીથી અભ્યાસ અર્થે અને પિતાના કહેવાથી પુના શિફ્ટ થયા. પછી MCA, MBA અને LLBનું પદ મેળવ્યું. અહીં સુધીની લાઈફ તો કોમન મેન તરીકે પસાર થતી હતી.

ભણતર બાદ IT સેક્ટરમાં એક વર્ષની નોકરી કર્યા પછી પણ કોઈ યોગ્ય પ્લેટફોર્મ મેળવવા માટે પ્રયત્નશીલ હતાં. એક પ્રોજેક્ટને લઈને બોલીવૂડ સાથે થોડો સંબંધ બન્યો. એ વાતમાં એવું કહી શકાય કે, જ્યાં સુધી સાચી મંઝીલ ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરતો રહેવો જોઈએ. આ વાતને મૂળમાં રાખીને લાંબી સફરને કાપવા માટે નીતિન તૈયાર થઇ ગયા. રીડીંગનાં જબરા શોખીન એવા નીતિન જાનીએ તેમના શૂટિંગ કામ સાથે LLB નો અભ્યાસ પણ ચાલું રાખ્યો. કહેવાય છે ને – “જે સારૂં વાંચે એ સારા વિચાર રાખે”. તેમ પોતાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

અહીં સુધી તો મનમાં ફેમ અને નેમનો વિચાર સુધ્ધા ન’તો આવ્યો. બધાની જેમ જ લાઈફ પસાર થતી હતી. એક પ્રખ્યાત ન્યુઝ એજન્સીએ નીતિનને પ્રશ્ન કર્યો કે, “તમે માસ્ટર ડીગ્રીમાં MBA, MCA અને વકીલાત પણ કરી તો આ એક્ટિંગ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા? સહજ વાત છે આટલું વાંચ્યા પછી આપણા મનમાં પણ આજ પ્રશ્ન ઉદ્દભવે. આ પ્રશ્નનો જવાબ જાણીએ એ પહેલાં થોડી તેના કેરિયર રિટેલેડ વાતો જાણીએ. તેમાં તમને આપમેળે જ જવાબ મળી જશે. નીતિન જણાવતા કહે છે કે, “મેં ક્યારેય એક્ટિંગ કરવાનું સપનું પણ જોયું ન હતું અને આ ફિલ્ડમાં આવવાનો સહેજ પણ વિચાર ન હતો. આ બધું થયું સંજોગોવસાત..” પણ કેવી રીતે???

થોડા સમય પહેલા જ નીતિનની એક ફિલ્મ રીલિઝ થઇ હતી – “આવું જ રહેશે”. એ ફિલ્મમાં ડાયરેકશન અને સ્ક્રીપ્ટીંગ ખુદ નીતિન સાહેબે કરેલ છે. આમ પણ મૂળ આર્ટ તેની એ જ હતી. બાદ તેઓ એક્ટિંગમાં પણ આગળ નીકળ્યા. એ ફિલ્મ “આવું જ રહેશે” ના ડાયરેક્ટર અને નીતિન જાનીએ વિચાર્યું કે, આપણી ફિલ્મ આવી રહી છે તો તેના માર્કેટિંગનાં ભાગરૂપે પણ કઇંક એવું નવીન કરીએ જે કોઈએ આજ સુધી કર્યું નથી, જેથી ફિલ્મને સફળતામાં પણ મળે(એ વિચાર અંતે જીગલી અને ખજૂરનાં શો રૂપે પરિણમ્યો).

ઉપરાંત લોકોને જાણ થશે અને ગુજરાતી એક એવો શો આવશે જે ફેમીલીમાં બધા એક સાથે બેસીને જોઈ શકે. ત્યારે આ વિચારનાં ફળરૂપે “જીગલી અને ખજૂર” શો ની શરૂઆત થઇ. શરૂઆતી દૌરમાં પ્રોડક્શન કોસ્ટ નીચી રહે એ માટે ખુદ નીતિને જ એક્ટિંગ કરવાની “હા” કહી. એ સમયે કોઈ શો ને સુપર ડુપર હીટ આપે તેવો કોઈ એક્ટર ધ્યાનમાં ન હતો. એવી રીતે અન્ય પ્રોડક્શન મેમ્બરે ખજૂરનાં પાત્ર માટેની પસંદગી નીતિનને જ આપી અને શો ને આગળ વધારવાની સલાહ આપી.

તો સાચું કહો મળી ગયો ને આપોઆપ જવાબ… ખરેખર ગુજરાતની ઘરતી ઘણાં સારા અને માઈન્ડ પાવરથી ભરપુર હોય તેવાં અનેક આર્ટીસ્ટોને સાચવીને બેઠી છે. એ લીસ્ટમાં જાની બ્રધર્સનો પણ સમાવેશ થાય છે. નીતિન જાની અને તેના નાના ભાઈ “તરૂણ જાની” – આ બંનેએ ગુજરાત અને બહારનાં દેશોમાં પણ ખ્યાતી મેળવી છે. કોમેડી શો જીગલી અને ખજૂરે હંમેશા ઘરમાં બનતી વાસ્તવિકતા દર્શાવી છે. ઘરેલું કિસ્સાઓને પ્રસિદ્ધ કર્યા છે. આ જ કારણ છે કે, આજના સમયમાં ઘરદીઠ માણસો નીતિન જાની અને તેમની ટીમને ઓળખે છે.

 

એક્ષટ્રા ઓડીનરી નેમ “જીગલી“ ને “ખજૂર” થી આવતા શો ના નામ જીગલી અને ખજૂર પાછળની પણ થોડી કહાની છે. નીતિન સર કહે છે કે, જીગલી નામ પહેલીથી ગમી ગયું હતું એટલે તે ફિક્સ જ હતું. પરંતુ મેલ કેરેક્ટર માટેનું નામ શું રાખવું? એ મનમાં વિચાર ચાલતો હતો. એ દરમિયાન સિંગાપુરમાં એક મોલમાં નીતિન ખજૂર લઇ રહ્યા હતાં એ સમયે જાની બ્રધર્સ વચ્ચે વિચારોના સ્ફુરણ થયા અને ફાઈનલી ખજૂર નામ રાખવામાં આવ્યું. બાદ તો હાલનાં સમયમાં કોઈને જણાવવું પડે તેમ નથી કે, કેટલી પ્રસિદ્ધિ મળી?? ઘરમાં એક એવો સમય આવ્યો કે, આ યુગમાં વાઈફ પણ તેમના હસબન્ડને ખુશ મિજાજમાં ખજૂર કહીને બોલાવે છે. તો છે ને..!! નીતિન સરની સકસેસ જબરદસ્ત. જોવો..આમ હોવું જોઈએ…આ છે ગુજરાત અને અંતે તો અમે ગુજરાતી ને…!!

 

બધાની જેમ નીતિનની કારકિર્દીની સફળતા માટે પણ તેમની મહેનત છે. ઘણી ખરી મહેનતનાં પરિણામે આજે સમગ્ર વિશ્વમાં નામ બન્યું છે. એ બધામાં બંને જાની ફેમીલીના ભાઇઓ એવું માને છે કે, તેમનાં માતા-પિતાનો ખૂબ સપોર્ટ અને ઈશ્વરની કૃપાથી આજ અહીં સુધીનાં મુકામે પહોંચી શકાયું છે.

 

જયારે પહેલો જીગલી અને ખજૂરનો શો રીલીઝ થયો એ પહેલા પણ તેને ગણપતીને પ્રાર્થના કરી હતી કે, બાપા મહેનત બહું કરી છે. તેનું ફળ અમને આપજે. જેથી અમને ખુદમાં વિશ્વાસ રહે. અંતે એ જ થયું – ભાગ્યની ડાયરીમાં સફળતા પહેલેથી જ લખાય ગઈ હતી. આજે સેંકડો ઘરના છોકરાઓથી લઈને વડીલો સુધી હૈયા પર અને હોઠ પર રહેતું નામ “ખજૂર” નું છે.

 

નાના સપનાથી લઈને ચાલું થતી કારકિર્દી આજ ઘરના સભ્યો માફક હદયમાં વસે છે. નીતિન ખુદ જણાવતા એ પણ કહે છે. “આવું જ રહેશે” ફિલ્મ પછી હવે “જીગલી અને ખજૂર” ત્યારબાદ ગુજરાતી ભાષામાં “બાહુબલી” જેવી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. નીતિન સર ની પર્સનલી એક વાત બહુ ગમી, એ વાતમાં એ કે, નીતિન ખુદ કહે છે – ગુજરાતમાં જોવા લાયક સ્થળ તો છે જ. ઉપરાંત શૂટિંગ માટે પણ ખુબ સારા લોકેશન મોજુદ છે. કદાચ બોલીવૂડમાં આ સ્થળો વિશે ઓછી જાણ હશે તેથી ગુજરાતને મારે એ રીતે પણ ફેમસ કરવું છે. આ વાત પરથી નીતિનની ભલાઈનો સ્વભાવ નજરે પડે છે.

 

સમગ્ર જીગલી અને ખજૂર ટીમનો તે ખાસ આભાર વ્યક્ત કરે છે. તે ખુદ તેમનાં મુખશબ્દોથી સ્વીકારે છે કે, આજે જે લોકચાહના છે તેમાં સમગ્ર ટીમનો મોટો ફાળો છે. ટીમનો એક એક મેમ્બર જબરદસ્ત આર્ટીસ્ટ છે. એ બધાનાં સાથ સહકારથી ટીમ દિન પ્રતિદિન આગળ કામ કરતી રહે છે. તો આ છે નીતિનનાં જીવન પ્લેટફોર્મ પર જીગલી અને ખજૂરની ગાડીનું સરનામું.

કેમ છે બાકી…!! ખજૂર નામ પાછળની રોમાંચક સ્ટોરી..

તો ખજૂરભાઈ અમે તો તમારા ચાહક છીએ જ. અમારા બધા તરફથી તમને ખુબ ખુબ ધન્યવાદ અને નિર્દોષ હાસ્ય કરાવતા રહેજો.

બેસ્ટ ઓફ લક…જીગલી એન્ડ ખજૂર ટીમને.

“જય શ્રી ક્રષ્નનનનનન…”

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment