ક્રોધિત વ્યક્તિ પોતાની સાથે સાથે બીજા ની પણ એકાગ્રતા ભંગ કરે છે.. ચાલો જાણીએ એક મજેદાર વાર્તા થી..

એક દિવસ ગૌતમ બુદ્ધ પોતાના આશ્રમ માં એક વૃક્ષ નીચે બેઠા હતા, ત્યારે એમના બધા શિષ્ય તેમની પાસે  આવી ને બેસી ગયા. શિષ્યઑ એ ગૌતમ બુદ્ધ ને મૌન બેસેલા જોઈને કઈ જ બોલ્યા નહીં. આમ કરતાં 15 મિનિટ થઈ ગઈ તો પણ તેઓ કશું જ બોલ્યા નહીં.

શિષ્યઑ ને લાગ્યું કે આજે તેમની તબિયત ઠીક નથી. એટલે જ તેઓ કશું બોલતા નથી. અને શાંત થઈ ને બેઠા છે. ત્યારે એક શિષ્ય એ ગૌતમ બુદ્ધ ને સવાલ કર્યો અને પૂછ્યું કે તમારી તબિયત ખરાબ છે?તમે આજે કોઈ પ્રવચન નથી આપતા.??આ સવાલ સાંભળ્યા પછી પણ તેઓ કશું બોલ્યા નહીં. એક શિષ્ય એ બીજો સવાલ કરતાં કહ્યું કે તમે આજે મૌન કેમ બેઠા છો?શું અમારા થી કોઈ ભૂલ થઈ ગઈ છે.??જેના કારણે તમે અમારા સાથે વાત નથી કરતાં. ભગવાન બુદ્ધ આટલું સાંભળ્યા પછી પણ શાંત બેઠા હતા.

Image Source

આવા સમયે એક વ્યક્તિ ભગવાન બુદ્ધ ના આશ્રમ માં જબરદસ્તી થી આવી પહોંચ્યો. અને મોટે મોટે થી બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને આ આશ્રમ માં આવાની અનુમતિ કેમ નથી?કેમ મને હમેશા આશ્રમ ની બહાર જ રોકી દેવામાં આવે છે. શું હું અછૂત છું એટલે મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. આ વ્યક્તિ ની વાત સાંભળીને બધા જ શિષ્ય હેરાન થઈ ગયા. અને એક શિષ્ય એ ગૌતમ બુદ્ધ ને કહ્યું કે આ વ્યક્તિ પોતાના હ્રદય માં કેટલું ખરાબ વિચારીને બેઠો છે. તમે કૃપા કરી ને બતાવો કે આ આશ્રમ માં જાત-પાત જેવો ભેદભાવ નથી થતો. ત્યારે ગૌતમ બુદ્ધ એ આ વાત સાંભળતા જ કહ્યું કે આ વ્યક્તિ સાચું બોલી રહ્યો છે. તે અછૂત છે એટલે જ તેને આશ્રમ માં નથી આવા દેતા.

Image Source

ગૌતમ બુદ્ધ ની આ વાત સાંભળી ને દરેક શિષ્ય હેરાન થઈ ગયા. શિષ્યો એ આ વાત સાંભળીને ગૌતમ બુદ્ધ ને કીધું કે તમે તો ક્યારે પણ જાત-પાત આધાર પર ભેદભાવ નથી કરતાં. તો પછી તમે એને અછૂત કેમ કહો છો. ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યઑ થી કહે છે કે આ વ્યક્તિ એટલે અછૂત નથી કે તે નીચલી જાતિ નો છે પણ તે એટલે અછૂત છે કે તેને અંદર ઘણો ક્રોધ ભરેલો છે. આના ક્રોધ ના કારણે જ મે તેને આશ્રમ માં ન આવા દીધો. જ્યારે આ વ્યક્તિ પોતાના ક્રોધ પર કાબૂ કરશે ત્યારે એ મારો શિષ્ય બનશે.

Image Source

આ ક્રોધ ના કારણે મારી એકાગ્રતા ભંગ થઈ છે. તેવી જ રીતે કાલે તમારી પણ એકાગ્રતા ભંગ થશે. ક્રોધિત વ્યક્તિ માનસિક હિંસા કરે છે અને આ આશ્રમ માં હિંસા ને કોઈ સ્થાન નથી. ગૌતમ બુદ્ધ ની આ વાત સાંભળીને તે વ્યક્તિ ને સમજ આવી આવી ગઈ કે તેના ક્રોધ ના કારણે જ ગૌતમ બુદ્ધ તેને તેમનો શિષ્ય નથી બનાવતા. ત્યારે તે વ્યક્તિ એ ગૌતમ બુદ્ધ જોડે માફી માંગી અને ક્યારે પણ ક્રોધ ન કરવાનો નિર્ણય કર્યો.

શીખ:

જે લોકો ક્રોધ કરે છે, તેવા લોકો પોતાની સાથે સાથે બીજા ની પણ એકાગ્રતા ભંગ કરે છે. એટલે જ વ્યક્તિ એ ક્યારે પણ ક્રોધ ન કરવો. મગજ શાંત રાખવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment