તમે શું લેવાનું પસંદ કરશો??? ઉદાસી કે હંસી.. એક ખૂબ સુંદર વાર્તા – સ્ટોરી

એક વાર ગૌતમ બુદ્ધ એક ગામ થી પસાર થઈ રહ્યા હતા. એ ગામ ના લોકો ને  ગૌતમ બુદ્ધ ના વિશે ઘણી ખોટી ધારણાઓ હતી. જેના લીધે લોકો તેમને તેમના દુશ્મન માનતા હતા.જ્યારે ગૌતમ બુદ્ધ ગામ માં આવ્યા ત્યારે લોકો એ ગૌતમ બુદ્ધ ને ઘણું ખરું ખોટું સાંભળવ્યું.

ગૌતમ બુદ્ધ ગામ વાળા ની વાતો શાંતિ થી સાંભળતા હતા. જ્યારે ગામ વાળા બોલતા બોલતા થાકી ગયા ત્યારે ગૌતમ બુદ્ધ એ કહ્યું” જો તમારા બધા ની વાતો સમાપ્ત થઈ ગઈ હોય તો હું પ્રસ્થાન કરું”

Image Source

બુદ્ધ ની વાત સાંભળીને ગામ વાળા ને આશ્ચર્ય થયું તેમા થી એક વ્યક્તિ એ કહ્યું, અમે તમારી તારીફ નથી કરી અમે તમને બદદુઆ આપીએ છીએ. શું તમને કોઈ ફરક નથી પડી રહ્યો?”

બુદ્ધ એ કહ્યું” જાઓ હું તમારી ગાળો નથી લેતો,તમારા દ્વારા ગાળો લેવાથી શું થશે.” જ્યાં સુધી હું ગાળો સ્વીકાર નથી કરતો ત્યાં સુધી તેનો કોઈ પરિણામ નહીં આવે. કેટલાક દિવસ પહેલા એક વ્યક્તિ એ મને ઉપહાર આપ્યો હતો. પણ મે તે ઉપહાર લેવા ની ના પાડી દીધી. જ્યારે હું લઇશ જ નહીં તો તમે મને કેવી રીતે આપી શકશો.

Image Source

બુદ્ધ એ વિનમ્રતા સાથે કીધું જો મે ઉપહાર નહીં લીધો હોય તો ઉપહાર નું શું કર્યું હશે તે વ્યક્તિ એ”?

ભીડ માંથી કોઈ એક વ્યક્તિ એ એવું કીધું કે એ ઉપહાર ને તે વ્યક્તિ એ પોતાની પાસે જ રાખી લીધું હશે.

બુદ્ધ એ કહ્યું મને તમારા બધા પર ઘણી દયા આવે છે. કારણકે હું “તમારી આ ગાળો ને લેવામા અસમર્થ છું. “  એટલે જ તમારી આ ગાળો તમારી પાસે જ રહી.

Image Source

મિત્રો ભગવાન બુદ્ધ ના જીવન માં થયેલી આ નાની ઘટના આપણાં જીવન માં ઘણો બદલાવ લાવી શકે છે. આપણાં માંથી મોટા ભાગ ના લોકો એ જ સમજે છે. કે આપણાં દુખ નું કારણ બીજા વ્યક્તિ છે. આપણી પરેશાનીઓ અને દુખ નું કારણ બીજું કોઈ વ્યક્તિ ન હોઈ શકે.

તે આપણાં પર નિર્ભર છે કે બીજા દ્વારા મળેલી નકારત્મકતા ને કેવી રીતે સ્વીકાર કરવી. આપણે નકારત્મકતા સ્વીકારીએ છીએ તો આપણે જ આપણાં પગ પર કુહાડી મારીએ છીએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment