એક સુંદર વાર્તા: કીડી સાથે ની મુલાકાત

ગુનગુન સાંજે પાર્ક માં પોતાના મિત્રો સાથે રમી ને પાછી ફરતી હતી. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેની મમ્મી ખાવાનું તૈયાર કરતી હતી. તેના કાકા બજાર માંથી રસગુલ્લા લાવ્યા હતા. ગુનગુન રસગુલ્લા ને ડીશ માં લઈ ને પાછળ વાડા માં જતી રહી. ખાતા ખાતા રસગુલ્લા ની ચાશની ના ટીપા જમીન પર પડ્યા અને થોડાક જ સમય માં ત્યાં કીડીઓ આવી ગઈ .

ત્યાં પાછળ જ તેના કાકા આવી ગયા અને તેણે કાકા ને પૂછ્યું કે “ આ કીડીઓ ને કેવી રીતે ખબર પડી કે અહિયાં રસગુલ્લા નો રસ પડ્યો છે??”

Image Source

કાકા એ કહ્યું કે “પ્રકૃતિ એ તેમને ખૂબ જ સારી સૂંઘવાની શક્તિ આપી છે. જેના લીધે તેઓ દૂર થી જ જાણી લે છે કે એમના ખાવાનું અહી છે. પછી તે પોતાના સમૂહ સાથે પોચી જાય છે. પણ એમને કોઈ પણ ઘર નો રસ્તો કેવી રીતે યાદ રહે?કીડી તો કેટલી નાની હોય છે. ગુનગુન એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

તેમનું નાનકડું મગજ ખૂબ જ તેજ હોય છે. રોશની, યાદશક્તિ, અને ગંધ થી એ પોતાનો રસ્તો શોધી લે છે. આમાં થી કેટલીક કીડીઓ એવી હોય છે કે જે ચાલતા સમયે રાસાયણિક પદાર્થ છોડે છે. જેની ગંધ ને કારણે એ રસ્તો શોધી લે છે.

Image Source

હા! મે રેતી માં તેમના ઘર જોયા છે. તેઓ શું કરતાં હશે? તેમના ઘર માં કોણ કોણ રહે છે.? ગુનગુન એ પૂછ્યું. કીડીઓ પણ આપણી જેમ સામાજિક પ્રાણી છે. તેમનો સમાજ પણ નીતિ નિયમો પ્રમાણે ચાલે છે. તેઓ જમીન માં સુરંગ ખોદી ને પોતાનું ઘર બનાવે છે. તેઓ ક્યારેક દીવાલ માં, જાડ પર અને કેટલીક કીડીઓ જાડ ના પાંદડા ને સીવીને ઘર બનાવે છે. તેમના ઘર માં સૌથી મોટી કીડી રાની કીડી હોય છે . જેને શરૂઆત માં થોડા પાંખ હોય છે. જે ખૂબ ઈંડા આપે છે. અને બીજી નર કીડીઓ અને શ્રમિક કીડીઓ પણ હોય છે. નર કીડીઓ અને રાની કીડીઓ સામાન્ય રીતે બહુ બહાર નથી નીકળતી. નર કીડીઓ નું જીવન ખૂબ નાનું હોય છે. તેઓ ખૂબ શ્રમિક હોય છે. તેમણે બાળકો નું ધ્યાન રાખવું , ખાવાનું લાવું, વગેરે જેવાં  કામો હોય છે.

આમાં થી કેટલીક રક્ષક કીડીઓ પણ હોય છે. જે ઘર ની દેખભાળ રાખે છે.

અરે વાહ! આટલી નાની પણ કેટલું વ્યવસ્થિત. માણસો ની જેમ જ બધુ કરે છે. ગુનગુન એ કહ્યું.

Image Source

માણસો ની જેમ તેઓનો પણ તેમની કોલોની માં જગડા થતાં હોય છે આ જગડા એટલા હદ સુધી ના હોય છે કે કેટલીક વખત તેઓ મરી પણ જાય છે. કાકા એ કહ્યું.

અરે આ તો ખૂબ દુખદ વાત છે! ગુનગુન એ દુખી થતાં કહ્યું.

હા દરેક પ્રાણી માં કઈક સારી વાતો અને કઈક ખરાબ પણ હોય છે. કીડીઓ માં પણ આવું હોય છે.  

તેઓ પોતાની સાથી કીડીઓને કેવી રીતે ઓળખે છે તેઓ જોવા માં એક સરખી જ દેખાય છે. તેઓ બે રીતે એક બીજા ને ઓળખે છે. એક તો મે કહ્યું એ રીતે કે તેમના શરીર માં થી પદાર્થ નીકળે છે. અને બીજું કે તેઓ તેમના પર રહેલા antina ના  થી ઓળખે છે.

હા મે જોયું છે કે તેઓ antina ને અડી ને એક બીજા જોડે વાતો કરી હોય છે. ગુનગુન એ પૂછ્યું કે શું તે આપણી વાતો સાંભળી શકે છે. કાકા એ કહ્યું કે તેમના કાન નથી હોતા તેઓ ધ્વનિ ના  કંપન થી બધુ ફીલ કરે છે.

ગુનગુન એ કહ્યું કે કીડીઓ કેટલી સમજદાર હોય છે. આપણે તેમના પાસે થી કશું સીખવું જોઈએ. મે એ પણ જોયું છે કે તેઓ કદી હાર નથી માનતા. પણ હા તેઓ પોતાના રક્ષણ માટે ક્યારેક કરડી પણ જાય છે.

આપણે આજ તો સીખવાનું છે. આપણે પણ બધા માં રહેલી સારી વાતો થી કઈ શીખવાનું છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment