કહાની – જાણો એક સંત રોજ એક ટોકરી બનાવી તેનું શું કરતા …

એક સંતે નદીના કિનારે તેની કુટિયા બનાવી રાખી હતી. આ સંત આ કુટિયામાં એકલા જ રહેતા અને હમેશા ધ્યાનમાં મગ્ન રહેતા. એક દિવસ જયારે આ સંત તેની કુટિયાથી બહાર નીકળ્યા ત્યારે આ સંતે જોયું કે તેની કુટિયાની આજુબાજુ ઘણું બધું ઘાસ ઉગી નીકળ્યું હતું. આ સંતે તુરંત જ આ ઘાસને કાપવાનું શરુ કરી દીધું. થોડી ઘાસ કાપ્યા બાદ તેને વિચાર આવ્યો કે હું આટલા બધા ઘાસનું શું કરીશ? ત્યારે જ તેને યાદ આવ્યું કે તેને નાનપણમાં ઘાસથી ટોકરી બનાવતા શીખેલું હતું. ત્યારબાદ તેણે આ ઘાસમાંથી ટોકરી બનાવવાનું શરુ કર્યું. ટોકરી બનાવ્યા બાદ તેણે વિચાર્યું કે મારે આ ટોકરીની કઈ જ જરૂર નથી આને હું નદીમાં વહાવી દવ. અને તેને ત્યાં સ્થિત એક નદીમાં વહાવી દીધી.

આગલા દિવસે આ સંતે વધેલી ઘાસને કાપવાનું ચાલુ કર્યું અને ઘાસ કાપ્યા બાદ તેની ટોકરી બનાવી દીધી અને નદીમાં વહાવી દીધી. તે રોજ આ ક્રિયા કરવા લાગ્યા. એક દિવસ ટોકરી બનાવતી વખતે સંતને વિચાર આવ્યો કે મારા દ્વારા બનાવેલી આ ટોકરીનો કોઈ ઉપયોગ કર્યું હશે કે નઈ. રોજ ટોકરી બનાવવું વ્યર્થ છે. ઘાસની ટોકરી બનાવી તેને નદીમાં પ્રવાહિત કરવાથી મને કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો. એટલા માટે હવે હું ટોકરી નહિ બનવું અને તેણે બનાવવાનું મૂકી દીધું.

એક અઠવાડિયા બાદ આ સંતને એક ગામમાંથી યજ્ઞમાં શામિલ થવા માટેની આમંત્રણ આવ્યું. અને તે આ યજ્ઞમાં શામેલ થવા ગામ જતા રહ્યા. આ સંતે જેવો જ ગામમાં પ્રવેશ કર્યો તો તેને જોયું કે આ ગામના લોકોના હાથમાં એ જ ટોકરી હતી જે તે બનાવીને પાણીમાં પ્રવાહિત  કરતા હતા. આ સંતે ગામવાળાને પૂછ્યું કે આ ટોકરી તે ક્યાંથી લાવ્યા. ત્યારે એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે અમારા ગામની બહાર જ એક ઘરડી મહિલા રહે છે અને તે આ ટોકરીઓ વેચે છે. પરંતુ એક અઠવાડિયાથી આ મહિલાએ ગામમાં આવી ટોકરી વેચવાનું બંદ કરી દીધું છે. આ વાત સાંભળતા જ સંત તે ઘરડી મહિલા પાસે પહુંચ્યા અને સંતે તેની પાસે એક ટોકરી માંગી. ત્યારે આ મહિલાએ સંતને કહ્યું કે મારી પાસે એક પણ ટોકરી નથી. સંતે આ મહિલાને પૂછ્યું કે તે આ ટોકરીઓ ક્યાંથી લાવતી, ત્યારે મહિલાએ કહ્યું કે થોડા દિવસો પહેલા તેને આ નદીમાંથી રોજ એક ટોકરી મળતી અને આ ટોકરીઓ વેચી તેનાથી થોડા પૈસા કમાઈ લેતી હતી. પરંતુ હવે ટોકરીઓ આવતી બંદ થઈ ગઈ છે જેથી તેની પાસે કઈ પણ પૈસા વધ્યા નથી.

ઘરડી મહિલાની વાત સાંભળી સંતને ઘણું દુઃખ થયું અને આ સંતે મહિલાને કહ્યું કે તમે કાલ નદીમાં જઈ જોઈ લેજો શું ખબર કાલે ટોકરી મળી પણ જાય. સંતે ફરીથી ઘાસની ટોકરીઓ બનાવવાનું ચાલુ કરી દીધું અને તેને નદીમાં પ્રવાહિત કરવા લાગ્યા.

કહાનીથી મળેલી સીખ

આપણી અંદર જે પ્રતિભા હોઈ છે તે ઘણીવાર બીજાને કામ આવે છે. એટલા માટે મનુષ્યએ ક્યારેય પણ તેની પ્રતિભાને છોડવી ના જોઈએ. અને આ સંતની રીતે નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરવી જોઈએ કેમકે નિસ્વાર્થ ભાવથી કરેલી સેવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *