આ કાળઝાળ ગરમીમાં પણ રહો એકદમ કૂલ ટ્રાય કરો આ 4 આસાન મિલ્કશેક ની રેસીપી 

Image Source

ગરમી શરૂ થતાની સાથે જ આપણને મન થાય છે કે આપણે કંઈક ને કંઈક ઠંડુ ખાતા-પીતા રહીએ.  તેજ ગરમી અને તાપ માંથી આવ્યા બાદ ઈચ્છા થાય છે કે કંઈક ઠંડુ પીવા મળી જાય. સામાન્ય રીતે લોકો ઉનાળામાં મેંગો શેક પીવાનું પસંદ કરે છે,પરંતુ આજે અમે તમને મિલ્કશેક ની નવી અને બહેતરીન રેસીપી  બતાવવા જઈ રહ્યા છીએ. આ બધી જ રેસીપી બનાવવામાં ખૂબ જ આસાન છે અને આસાનીથી ઘરે જ બનાવી શકાય છે.

Image Source

વેનીલા મિલ્કશેક 

વેનીલા મિલ્ક શેક બનાવવા માટે એક મિક્સર જારમાં બે કપ ઠંડું દૂધ લો. હવે તેમાં એક કપ વેનીલા આઈસ્ક્રીમ અને બે ચમચી ખાંડ તથા અડધી ચમચી વેનિલા એસેન્સ નાખી બધી સામગ્રી સારી રીતે બ્લેન્ડ કરો. વેનીલા મિલ્કશેક ગ્લાસમાં કાઢીને ઉપર થી આઈસ્ક્રીમ નાખીને ઠંડો ઠંડો સર્વ કરો.

Image Source

બદામ મિલ્ક શેક

બદામ મિલ્ક શેક બનાવવા માટે ૨૦ બદામને રાત્રે પાણીમાં પલાળીને મૂકો, ત્યારબાદ બીજા દિવસે તેના છોતરા કાઢી લો. હવે એક મિક્સર જારમાં બદામ અને ત્રણ ચમચી ખાંડ તથા બે ચમચી દૂધ નાખી ને પેસ્ટ તૈયાર કરો. હવે એક વાસણમાં દૂધ ગરમ કરો અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. એક ઊભરો આવી ગયા બાદ તેમાં અડધી ચમચી ઈલાયચી પાવડર અને અમુક બદામ ના ટુકડા નાખો. જ્યારે દૂધ થોડું જાડું થઈ જાય ત્યારે તેમાં બદામ ની પેસ્ટ નાખી ને થોડા સમય સુધી રહેવા દો. હવે ગેસ બંધ કરીને દૂધ ઠંડુ થાય પછી ફ્રિજમાં ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી મૂકો. ત્યારબાદ બદામ મિલ્ક શેક ને એક ગ્લાસ માં નાખી ને ઉપરથી કાપેલી બદામ નાખીને સર્વ કરો.

Image Source

ચોકલેટ મિલ્ક શેક

ચોકલેટ મિલ્ક શેક બનાવવા માટે મિક્સર જારમાં બે કપ ઠંડું દૂધ નાખો, ત્યારબાદ તેમાં બે ચમચી ચોકલેટ સીરપ અને અડધી ચમચી વેનિલા એસેન્સ અથવા તો વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ નાખીને બ્લેન્ડ કરો. ચોકલેટ મિલ્ક શેક ને એક ગ્લાસમાં કાઢીને ઉપર થી ચોકલેટ સીરપ નાખી સર્વ કરો.

Image Source

તરબૂચ મિલ્કશેક

તરબૂચ મિલ્ક શેક બનાવવા માટે તરબૂચ લો અને તેને નાના-નાના ટુકડામાં કાપો. તેમાંથી તેના બીયા કાઢી નાખો. હવે એક મિક્સરમાં તરબૂચના ટુકડા એક ગ્લાસ ઉકાળીને ઠંડુ કરેલું દૂધ અડધી ચમચી વેનિલા એસેન્સ નાખી ને સારી રીતે બ્લેન્ડ કરો. હવે તડબુચના મિલ્કશેક ને એક ગ્લાસમાં કાઢીને તેના પર આઈસ્ક્રીમ નાખીને ઠંડો ઠંડો સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *