માત્ર 80 રૂપિયા ઉછીના લઈ શરુ કર્યો બીઝનેસ, લિજ્જત પાપડના સંઘર્ષથી લઈ સફળતાની કહાની

90ના દશકાની વાત  છે જયારે લોકોના ઘરોમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા. ફિલ્મ અને સિરિયલ વચ્ચેની જાહેરાતમાં એક જાહેરાત ઘણી ચર્ચિત હતી.  તે જાહેરાત હતી લિજ્જત પાપડની. ત્યારે લોકોનોના ઘરો સુધી લિજ્જત પાપડનો સ્વાદ પહોંચી રહ્યો હતો. જોત જોતામાં આ પાપડની એક મોટી બ્રાન્ડ બની ગઈ. આ બ્રાન્ડે એક માઈલસ્ટોન રચવાનુ કામ કર્યુ.

image source

સારી ક્વોલીટી અને સ્વાદ માટે ઓળખીતા લિજ્જત પાપડની સફળતાની કહાની, નિશ્ચિત રૂપથી સહકારી વિસ્તારમાં સફળતાની શાનદાર મિસાલ છે. માત્ર 80 રૂપિયામાં ફક્ત 7 મહિલાઓ દ્વારા વર્ષ 1959માં શરુ કરવામાં આવેલો મહિલા ગૃહ ઉદ્યોગએ આજે 500 કરોડથી વધુ વેચાણનો આંકડો પાર કર્યો છે. આજે આ સંસ્થા સાથે ૪૨૦૦૦થી વધુ મહિલાઓ જોડાઈ ગઈ છે. 15 માર્ચ 1959 ના રોજ તેણે બંધ પડેલા પાપડનું એકમ ખરીદીને પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. ચાર પેકેટ પાપડ બનાવી આ ઉદ્યોગની શરૂઆત મુંબઈમાં થઈ. ધીરે ધીરે તે સહકારી બન્યો અને આજે મોટા ઉદ્યોગ તરીકે ઓળખાય છે.

image source

તેનું પહેલા વર્ષનું વેચાણ માત્ર 6196 રૂપિયાનું હતું. આજે તે વેચાણ 500 કરોડથી પણ વધુ છે.

આ કહાની મહિલાઓના સશક્તિકરણ અને તેની મહેનત થી ઉપજેલી અભૂતપૂર્વ સફળતાની કહાની છે. આજે લિજ્જત પાપડ ના ફક્ત આપણા દેશમાં જ પરંતુ તેની નિકાસ પણ કરવામાં આવે છે. આ સંસ્થાનું કોઈ એક માલિક નથી પરંતુ સંસ્થાથી જોડાયેલ દરેક મહિલા તેની સ્વામીની છે, લાભ અને હાની બરાબર માત્રામાં શેર કરેલી છે.

image source

આ સંસ્થામાં કોઈ પણ પ્રકારનુ દાન સ્વીકારવામાં નથી આવતું કે ના તો લેવામાં આવે છે. આ સંસ્થામાં નિર્ણયો થોપવામાં આવતા નથી, પરંતુ સર્વસંમતિથી બધા દ્વારા લેવામાં આવે છે. ખરેખર મહિલાઓનો ઉદ્યોગ – લિજ્જત પાપડ, એક અનોખી સંસ્થા છે, જેની સફળતાની કહાની અદ્ભુત છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *