કમજોરી, થાક અને આળસ ને મૂળ માંથી ખતમ કરવા માટે આજથી જ શરૂ કરો આ ઉપાય

Image Source

“આળસ એ મનુષ્ય માં છુપાયેલો મહાન શત્રુ છે “

આળસ, કામ ચોરી વગેરે ને ખરેખર તામશી લક્ષણો કહેવામાં આવે છે. જે વ્યક્તિને પતન ના અંધકારમાં લઈ જાય છે. “કાલે કરીશું – પછી કરીશું” આ બધા વાક્યો અને ભારતીય શાસ્ત્રોમાં માનવ વિકાસ અને ઉત્થાનના માર્ગમાં એક મોટો અવરોધ ગણવામાં આવે છે.

તમે આ પણ વાંચ્યું હશે,

काल करे सो आज कर, आज करे सो अब, 

पल में परलय होयेगी, बहुरि करेगा कब।

અહીં આવા જ ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કોઈ પણ સરળતાથી કરી શકે છે અને પોતાના શરીરમાં રહેલા આળસુ રાક્ષસને મારી શકે છે.

1. એલાર્મ

તમે એક ટેબલ ઘડિયાળ ખરીદો અને મોબાઇલમાં પણ એલારામ મૂકીને સૂઈ જાવ ખાસ કરીને તમે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે વહેલા ઉઠવાનું એલાર્મ મુકો. જો થોડી મિનિટ સુધી શરીરમાં આળસ રહે તો પોતાની જાતને સજા આપો જેમકે સખત તડકામાં ઠંડા પાણીમાં પગ નાખી ને મંદિરની આસપાસ પરિક્રમા કરો. જે લોકો વહેલા ઊઠતા નથી તેવા લોકોને આખો દિવસ થાક લાગ્યા કરે છે. જ્યારે એક વાર વહેલા ઉઠવાની ટેવ પડી જાય છે તો આપણને મર્યાદિત સમય પણ પૂરતો લાગે છે અને કામમાં વિલંબ પણ ઓછો થાય છે.

2. વિપુલ પ્રમાણમાં પાણી

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો. વધુ પ્રમાણમાં પાણી પીને પેટ ભરી લેવાની જગ્યાએ થોડી થોડી માત્રામાં પાણી નિયમિત રીતે પીવો.પાણી પીવાની માત્રા વધારવાના બહાને ચા અને કોફી પીવાનો વપરાશ ટાળો.વાસ્તવ માં અતિ હાનિકારક સેવન અને એનર્જી પીણાં થી બચો. ક્યારેક ક્યારેક ઈલાયચી અને તજ નાખીને કોફી પી શકો છો.

જો તમારે ચા પીવી છે તો તેમાં સૂંઠ,લવિંગ, કાળા મરી વગેરે નાખીને પીવો. આ દેશી જડીબુટ્ટી શરીરમાં એન્ટી ઓક્સીડેન્ટ અને પોષક તત્વોને વધારવાની સાથે થાક દૂર કરવા માટે પણ અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

તાજા ફળો  રેસા સહિત ચાવીને ખાવા જોઈએ. પાણીમાં ક્યારેક-ક્યારેક ગ્લુકોઝ નાખી ને પણ પી શકાય છે પરંતુ સાદા પાણીની માત્રા વધારે રાખો.  માટલાનું પાણી પીવો. 

Image Source

3. સ્પ્રેઅર નો ઉપયોગ કરો

બાર્બર ની દુકાન માંથી અથવા તો કોઈ સ્ટોરમાંથી સ્પ્રેઅર ખરીદો. તેને બરાબર ધોઈ લો અને તેમાં સામાન્ય પાણી નાખી ને મુકી રાખો જ્યારે પણ તમને થાક અથવા તો માણસનો અનુભવ થાય તો તેનો ચહેરા પર અને વાળ પર છંટકાવ કરો.

તેના ઝીણા ઝીણા ટપકા તમારી ત્વચાને દરેક ઋતુમાં તાજગીનો અનુભવ કરાવશે અને ઠંડીમાં થાકને ઘટાડવા માટે તેનો મોટો ફાયદો થશે એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે કોઈ રસાયણ મિશ્રિત પાણી ન ભરો અને તેને નિયમિત રૂપથી ધોતા રહો.

Image Source

4. સુગંધ નો સમાવેશ

સ્ટેશનરી માં જઈને સુગંધ યુક્ત કાગળ અને સુગંધ યુક્ત રબ્બર લાવો અને તેનો ઉપયોગ કરો તથા ઘરમાં નૈસર્ગિક જડીબુટ્ટી થી બનેલી અગરબત્તી અને ધૂપ બત્તી સળગાવો. પોતાના રૂમાલ અને માસ્ક ની અંદર ગુલાબજળ છાંટીને ઘરની બહાર નીકળો આ પ્રકારે વાતાવરણનો સરસ અનુભવ તમને મળશે તથા ચમેલી ચંદન અને મોગરાની સુગંધ થી તમારું મન આળસ અને થાક થી દૂર રહેશે અને તમને તેનાથી ઘણી સહાયતા રહેશે.

ધાબા પર પાણીની ટાંકીમાં પાંચ મિલીમીટર કપૂર નો ટુકડો મસળી નાખો જેનાથી નહાતી વખતે પાણી સુગંધિત થઈ જશે અને પાણીનું શુદ્ધિકરણ પણ થશે.

5.ગાદલા આળસ અને થાકના ઘાતક મિશ્રણ થી બચો.

ઊંઘીને ઉઠતાની સાથે જ ગાદલા ને લપેટીને એક તરફ મૂકી દેવાની આદત બનાવો. બની શકે તો સોફાસેટ અથવા તો નરમ ખુરશીઓ ન રાખો કારણ કે જ્યારે પણ તમે બહારથી ઘરે આવશો ત્યારે ઘરે આવીને તમારું મન ત્યાં બેસીને આળસ કરવાનું ન થાય. અથવા તો તમે બે મિનિટ વિચાર કરશો પછી તેના પર બેસસો તેનાથી તમારા પર આળસ હાવી થઈ જશે ધીરે ધીરે તમે લાંબા થઈ જસો. પછી અડધા સુતેલા ની સ્થિતિ આવી જશે અને પછી થાક તમારા પર હાવી થઈ જશે. તેનાથી તમને ઊંઘ આવવાની સંભાવના રહેશે.

તેથી થાક થી છુટકારો મેળવવા માટે થોડા આમતેમ ચાલો અને સામાન્ય કડક ખુરશી પર અથવા તો નીચે બેસીને તમારા પરસેવા ને દૂર કરો. પછી હાથ ધોઈ ને મોં પર સારી રીતે છાંટા મારી મારીને આખો ચહેરો ધોવો અને તમારું આખું માથું નીચે લઈ જઈને માથું પણ ધોઈ શકો છો. આવી રીતે તમે બેસ્યા વગર, વિશ્રામ કર્યા વગર તમને તરોતાજા અનુભવ થશે અને તમે આ ઘાતક મિશ્રણ થી બચી શકશો.

Image Source

6. એક્યુપ્રેશર ચંપલ લાવો

આ ચંપલ આળસ દૂર કરવામાં અને પગના સ્નાયુમાં રક્ત પરિભ્રમણ સારું કરવાનું કામ કરે છે અને તેની સાથે શરીરનો થાક ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે.

Image Source

7. ખાલી બેસી રહેશો નહીં

જ્યારે પણ તમને આળસ અથવા તો ઊંઘવા જેવી આશંકા લાગે ત્યારે બેસી ન રહેશો પરંતુ તાત્કાલિક તમારી કરોડરજ્જુ સીધી કરો અને ઊભા થઈ જાઓ. તથા કપડાં ધોવા, કચરા પોતુ કરવા,બાગ બગીચાની મરમ્મત કરવા, માં સામેલ થાવ. છતાં પણ જો તમારો થાક ઉતર્યો નથી તો તમે પ્રવૃત્તિ અને તમારા કાર્યમાં ફેરફાર કરો. આમ કરવાથી તમારું શરીર અને મન અન્ય પ્રવૃત્તિમાં કેન્દ્રિત થશે અને તમને તેમાં રસ જાગૃત થશે અને નિરસતા દૂર થશે.

એવું બિલકુલ વિચારશો નહીં કે આજે હું ખૂબ થાકી ગયો છું, મારે આરામની જરૂર છે, ખરેખર તો તમારા ઘર પર આગ લાગી હોય તો તમે કેવી રીતે કૂદીને પાણીથી ભરેલી ડોલ લાવો છો અને આગ ને ઓલવી નાખો છો. શું આ બધી ઉર્જા તમને ક્યાંય બહાર થી મળી છે?  નહીં, ખરેખર તો આ બધી ઉર્જા તમારી અંદર પહેલેથી જ છે બસ આળસ ના કારણે તમે તેને સ્પર્શ કરવા માંગતા નથી. અને બસ ફક્ત શિથિલ રહેવા માંગો છો. આ ખરાબ ટેવ ને છોડી દો.

Image Source

8. બેસી રહેવા વાળા કાર્યોમાં પણ ગતિશીલતા લાવો

જો તમારું કાર્ય કમ્પ્યુટર પર બેસીને કરવાનું હોય તો અમુક મિનિટમાં પાણી પીવો અને અન્ય કાર્યમાં ચાલો અને હરો ફરો,બેઠા-બેઠા આખું શરીર સીધું કરી ને હાથ અને પગ લંબાવતા રહો. બહાર ખુલ્લામાં જઈને આળસ ને દૂર કરો. અને વાતે વાતે મોબાઇલમાં દેખવાની જગ્યાએ તમારા પગને ગતિશીલ બનાવો.

મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર થી જોડાયેલું કોઈપણ કાર્ય તમે ચાલીને કરી શકો છો જેમ કે ફાઈલ ટ્રાન્સફર કરવા માટે તે સંબંધિત વ્યક્તિ પાસે ચાલીને જાવ અને તેમની કેબિનમાં જઈને બ્લૂટૂથ ચાલુ કરીને ફાઈલ ટ્રાન્સફર કરો. સાઈકલ ચલાવો સીડીનો ઉપયોગ કરો અને સુરક્ષિત  સ્થાન પર જઈને ન્યૂઝ પેપર અથવા તો ચોપડી વાંચો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *