સ્પાઇસી ચીલી કોર્ન રેસીપી બનાવવાની છે આ આસાન રીતે, આજે જ બનાવી લો ઘરે

          શિયાળો હોય કે ગરમી કોર્ન ખાવું દરેક ઋતુમાં પસંદ હોય છે. વરસાદના મૌસમમાં પણ કોર્ન ખાવાની મજા જ કંઈક અલગ હોય છે પરંતુ શિયાળામાં પણ એની મજા કંઈ ઓછી નથી હોતી. નાસ્તાના રુપમાં તો એની મજા ડબલ થઇ જાય છે. તો પછી વાર કંઈ વાતની આજે તમને કોર્નની એક રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે મોઢામાં પાણી લાવી દેશે.

સ્પાઈસી ચીલી કોર્ન રેસિપીની સામગ્રી :

  • 150 ગ્રામ કોર્ન
  • 20 ગ્રામ પીળી ખાંડ
  • 2 ચમચી કાપેલી ડુંગળી
  • આદુ
  • 1 ચમચી મેંદો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી બ્રોથ પાઉડર
  • થોડી ખાંડ
  • રીફાઇન્ડ ઓઈલ
  • 20 ગ્રામ શિમલા મરચા
  • 20 ગ્રામ લાલ શિમલા મરચા
  • અડધી ચમચી લીલા મરચા
  • 3/4 લસણ
  • અઢી ચમચી મકાઈનો લોટ
  • અડધી ચમચી સફેદ મરચાનો પાઉડર
  • અડધી ચમચી ચીલી ઓઇલ
  • અડધી ચમચી સોયા સોસ

સ્પાઈસી ચીલી કોર્ન રેસિપી બનાવવાની પદ્ધતિ :

સ્ટેપ 1 : આ ટેસ્ટી ડીશને બનાવવા માટે સૌથી પહેલા કોર્નને ગરમ પાણીમાં થોડીક વાર માટે બાફી લો અને ઠંડુ થવા માટે એક સાઇડ મૂકી દો. જયારે કોર્ન સામાન્ય તાપમાનમાં આવી જાય ત્યારે તેમાં મેંદો, મકાઈનો લોટ, મીઠું અને સફેદ મરચા પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરો.

સ્ટેપ 2 : હવે એક જાડાં તવામાં રીફાઇન્ડ ઓઇલ મધ્યમ તાપ પર ગરમ કરો. કોર્નને ફ્રાય કરી લો અને તેને અબ્જોબેટ પેપર પર નીકાળી અતિરિક્ત તેલ સુકાવા દો.

સ્ટેપ 3 : બીજા વાસણમાં થોડું તેલ નાખી કાપેલા આદુ, લસણ, લીલા મરચા, ડુંગળી, લાલ પીળી અને લીલા શિમલા મરચા નાખો અને થોડીક વાર ચડવો. હવે તેમાં ક્રિસ્પી ફ્રાઈડ કોર્ન નાંખો. 1-2 મિનિટ સુધી ચલાવો અને તમારી પસંદ પ્રમાણે ગાર્નિશ કરી પીરસો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktFood Team

Leave a Comment