રાત્રે તમારા સાથી ને સમય નથી આપી શકતા તો આ રીતે તેમની સાથે ક્વાલિટી સમય પસાર કરો


Image by StockSnap from Pixabay

દિવસ ભર ઘરના કામ અને જો સ્ત્રી નોકરી પણ કરતી હોય તો ઓફિસ નુ કામ કર્યા પછી તે એટલી થાકી જાય છે કે રાત્રે પણ તે પોતાના સાથી ને સમય નથી આપી શકતી. આખા દિવસ નો થાક ઉતારવા અને બીજા દિવસે કામ પર તાજી રેહવા માટે તે આરામ કરવા માંગે છે. ત્યાં બીજી તરફ તમારો સાથી આખા દિવસ ના થાક બાદ તમારી સાથે થોડી શાંતી ભરી પળો વિતાવવા માંગે છે. આવી સ્થિત માં બંને વચ્ચે તણાવ વધવા લાગે છે. આવી પરિસથિતિ થી બચવા માટે અમે તમને આજે થોડા ઉપાયો બતાવીએ છીએ.


Image by Karolina Grabowska from Pixabay

આજ કાલ સ્ત્રીઓ પોતાની જવાબદારીઓ સાથે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના સંબંધ ને જ સમય નથી આપી શકતી. તેમજ વધતી જતી જવાબદારીઓ ની અસર તેમના સંબંધ પર પણ પડે છે.દિવસ ભર ઘરના કામ અને જો સ્ત્રી નોકરી પણ કરતી હોય તો ઓફિસ નુ કામ કર્યા પછી તે એટલી થાકી જાય છે કે રાત્રે પણ તે પોતાના સાથી ને સમય નથી આપી શકતી. આખા દિવસ નો થાક ઉતારવા અને બીજા દિવસે કામ પર તાજી રેહવા માટે તે આરામ કરવા માંગે છે.

ત્યાં બીજી તરફ તમારો સાથી આખા દિવસ ના થાક બાદ તમારી સાથે થોડી શાંતી ભરી પળો વિતાવવા માંગે છે. આવી સ્થિત માં બંને વચ્ચે તણાવ વધવા લાગે છે. બની શકે કે આવું જ કંઈક તમે તમારા જીવન માં સામનો કરી રહ્યા હોય. આવામાં અમે તમને અમુક ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને તમે રાહત પણ અનુભવશો અને તમારા સાથી સાથે સમય પણ વિતાવી શકશો.


Image by StockSnap from Pixabay

કિસ્સા એકબીજા સાથે શેર કરો

દિવસ દરમિયાન તમારી સાથે કઈક મજેદાર બન્યું હોય તો ઘરે પાછા આવીએ ત્યારે જમતી વખતે તમે એક બીજા સાથે વાત કરી ને શેર કરી શકો છો. આમ કરવાથી તમે બંને સાથે રહેશો અને બંને ને અનુભવ થશે કે બંને વ્યસ્ત હોવા છતા એકબીજા સાથે જોડાયેલા છે.


Image by Jess Foami from Pixabay

બને તો ગેજેટ્સ થી દૂર રહો (જેમ કે મોબાઈલ અને કમ્પ્યુટર)

આજકાલ લોકો વધુ સમય મોબાઈલ પર વિતાવે છે. નોકરી પરથી આવ્યા પછી પણ જો તમારું કામ રહી ગયું હોય તો તે કામ ને ઘરે ન લાવો. ઓફિસ નું કામ ઓફિસ માં જ પતાવો. કોશિશ કરો કે ઘરે આવ્યા પછી ગેજેટ્સ નો ઉપયોગ ન કરવો. બંને કોશિશ કરો કે તમે એક સાથે જલ્દી પથારી માં સુવા જતા રહો. જો તમે જલ્દી સુઈ જશો તો બીજા દિવસ ની શરૂઆત પણ જલ્દી કરી શકશો. જો તમે સાથી સાથે સમય નથી વિતાવી શકતા, તો તમે દિવસ ની શરૂઆત તેમની સાથે સમય પસાર કરી ને કરી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment