પ્રેમલગ્ન વિશેની આ વાત ખાસ જાણવા જેવી છે તમને પણ લાગુ પડે એવી..

લગ્ન કોઈ રમકડાના ખેલ જેવી વાત નથી કે કોઇપણ સાથે અને ક્યારેય પણ રમી લઈએ. લગ્નવિષય બહુ ખાસ છે કારણ કે લગ્ન એટલે જીવનભર એક વ્યક્તિનો સાથ નિભાવવાની કસમ હોય છે. તો જો તમે “પ્રેમલગ્ન” કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા આટલી વાતોને યાદ રાખી લેજો.

લગ્નની વાતમાં બે ઓપ્શન હોય છે – (૧) એરેન્જ મેરેજ (૨) લવ મેરેજ. તો લવ મેરેજની આ ખાસ વાત યાદ રાખજો :

(૧) પાર્ટનર સાથેનું બોન્ડીંગ અગત્યનું હોય છે તો ખાસ વાત યાદ રાખજો.

(૨) બધા માટે લવમેરેજ કરવા પોસીબલ નથી બનતા તો બીજાનું અનુકરણ ન કરો માત્ર તમારી લાઈંફને વાસ્તવિક રીતે વિચારો.

(૩) ઘરથી ભાગીને લગ્ન કરવાનું વિચારો છો તો શરૂઆતથી લઈને અંત સુધી તમારે મજબૂત રહેવું પડે છે.

(૪) પાર્ટનર સાથે બેસીને કન્ફોર્મ કરી લેવું કે તે મરજીથી લગ્ન કરવા તૈયાર છે કે નહીં?

(૫) સભ્યના નામ યાદ રાખો જે તમને મદદરૂપ થવાના છે. એ માટે અગાઉથી તેને જાણ કરી દો.

(૬) લગ્ન એક નિર્ણાયક પગલું છે માટે બધું વિચારીને આગળ વધવું જરૂરી છે. તમને પાર્ટનરમાં સહેજ પણ ડાઉટ લાગે તો લગ્નના નિર્ણયને પાછળ ધકેલી દો.

(૭) છોકરી કે છોકરી બંનેને લગ્ન માટે મજબૂત ઈરાદો મનમાં રાખવાનો હોય છે. તો જ લવમેરેજ સારા નીવડે છે.

(૮) શક્ય હોય તો પરિવારની મંજૂરીથી બને તેવા પગલા ભરવા બાકી કાયદાકીય જોગવાઈ એવી છે કે તમને ગમતી વ્યક્તિ સાથે આસાનીથી લગ્ન કરી શકાય છે,

(૯) સામાન્ય રીતે છોકરીવાળાના માં-બાપ ઈમોશનલ રીતે ડરાવવાના અનેક પ્રયત્નો કરશે એ પણ યાદ રાખજો. પણ ડરશો નહીં – બીજા માટે તમારૂ જીવન બરબાદ ન કરો. કરવા દો જેને જે કરવું હોય તે.

(૧૦) લગ્ન પછી પણ હંમેશા પત્નીને અથવા પત્ની તેના પતિને કાયમ માટે પ્રેમ કરતા રહે એ સુખદાયક બને છે. લગ્ન કરતા પણ અગત્યની વાત આ છે જે સંબંધોને પહેલા જેવા જ મધુર બનાવી રાખે છે.

આ દસ પોઈન્ટને યાદ રાખો અને પછી જ લગ્નવિધિથી જોડાવ. લવમેરેજને લગતી બુક્સ પણ આવે છે જેનાથી તમને ટીપ્સ મળી શકે છે તો એ બજારમાંથી ખરીદી શકાય છે. એકબીજા પાર્ટનર વિશે ૧૦૦ ટકા મજબૂત મન રાખ્યા બાદ જ લગ્ન વિશેનું વિચારવું જોઈએ. લવ મેરેજમાં તકલીફ તો પડે છે પણ એ પહેલા ખુદ જાતને મજબુત બનાવી લેવી.

લગ્ન કર્યા પછી મેરેજ સર્ટિને કાયમ સાચવી રાખો. ભાગીને લગ્ન કર્યા હોય તો પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી દો. જેથી અપહરણની ઘટના માટે પોલીસ ફરિયાદ થાય નહીં. બળજબરી કરીને લગ્ન કર્યા છે એવું છોકરી આવું બયાન આપે તો તે લગ્નમાં તકલીફ પડે છે. એ માટે છોકરીની સૌપ્રથમ તૈયારી છે કે નહીં એ જાણો.

સહેલા જ છે કારણો અને તેના જવાબ પણ. આ તો સમાજ અને માણસોના ડરથી ડરીને લવમેરેજને અઘરા બનાવી દેવામાં આવ્યા છે અથવા દરેક માણસ લવમેરેજને લઈને બહુ ઊંડી આકુળ થઇ જવાય એવી વિચારસરણી રાખે છે એટલે તો કદાચ “લવમેરેજ”ને અલ્પ દ્રષ્ટિથી જોવાય છે.

તો તમે પણ એવી બીજી વાત યાદ રાખી લો કે અમારા આ ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી”ને લાઇક કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Comment