વાણી એવી બોલો જેને સાંભળીને સામેવાળા વ્યક્તિનું હૃદય પીગળી જાય-મધુર વાણીનું જીવનમાં મહત્વ.

વેદોમાં એક વાક્યછે કે વાણી ની મધુરતા થી સરળતાથી બધાને મિત્ર અને કડવી વાણી થી શત્રુ બનાવી શકાય છે. એક વાર કેટલાક શિક્ષકો શ્રી અરવિંદ આશ્રમ ગયા. એક શિક્ષકે શ્રી માતાજીને પૂછયું, ‘હંમેશા ખુશ રહેવા માટે શું કરવું જોઈએ?’

Image Source  

માતાજીએ કહ્યું,‘તમારી વાણી માં મીઠાશ રાખો. બધાને પ્રેમ કરશો તો ચોક્કસ પણે બધા પાસેથી પ્રેમ મેળવશો પણ. તેનાથી તમને ખુશી મળશે.’

થોડા સમય પછી તેમણે એક કથા સંભળાવવાનું શરૂ કર્યું,’ફારસ દેશમાં એક સ્ત્રી હતી. તે મધ વેચવાનું કામ કરતી હતી, મધ તો તે વહેંચતી જ હતી પરંતુ તેમની વાણી પણ મધ જેવી મધુર હતી. તેની દુકાન પર ગ્રાહકોની ભીડ રહેતી હતી. એક ઓછી પ્રવૃત્તિ વાળા વ્યક્તિએ જોયું કે મધ વેચીને એક સ્ત્રી આટલો નફો મેળવી રહી છે, તો તેમણે પણ તે દુકાનની નજીક એક દુકાનમાં મધ વેચવાનું ચાલુ કરી દીધું. તેનો સ્વભાવ કઠોર હતો.

Image Source

એક દિવસ ગ્રાહકે સરળતાથી તેમને પૂછ્યું કે મધ ભેળસેળ વાળુ તો નથી! તેમણે ગુસ્સે થઈને કહ્યું કે, જે પોતે નકલી હોય છે, તેઓ બીજાના સામાન અને નકલી બતાવે છે. ગ્રાહક તેના કડક અવાજથી ગભરાઈને જતો રહ્યો. તેજ વ્યક્તિ પછી પેલી સ્ત્રી પાસે પહોંચ્યો અને તે જ સવાલ પૂછ્યો. સ્ત્રીએ હસીને કહ્યું કે જ્યારે તે પોતે અસલી છે, તો તે નકલી મદદ કેમ વેંચે! ગ્રાહક હસી ઉઠ્યો અને મધ લઈ ગયો.’

કથા સંભળાવ્યા પછી માતાજી એ ઉપદેશ આપતા કહ્યું કે,’વિનમ્ર સ્વભાવ અને મીઠી વાણીનો દરેક પ્રકારની સફળતામાં યોગદાન રહે છે, તેથી મનુષ્યએ હંમેશા મીઠી વાણી બોલવી જોઈએ.’

હંમેશા યાદ રાખો કે,“વાણીમાં એટલી શક્તિ હોય છે કે કડવું બોલનારા નું મધ પણ વેચાતું નથી અને મીઠું બોલનારા નું મરચું પણ વેચાઈ જાય છે.”હકીકતમાં મીઠી વાણી બોલવી ફક્ત આપણા જ નહીં, પરંતુ બીજાના કાનને પણ શાંતિ આપે છે. કોઈએ સાચું જ કહ્યું છે,

जरूरी नहीं कि आप केवल मिठाई खिलाकर दूसरों का मुंह मीठा करें,
आप मीठा बोलकर भी लोगों का मुंह मीठा कर सकते हैं!

ત્યાં સુધી કે જુદા જુદા વેદો અને શાસ્ત્રોમાં પણ વાણીના સંયમને સર્વશ્રેષ્ઠ તપ કહેવામાં આવે છે:

Image Source

ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે,या ते जिह्वा मधुमति सुमेधाने देवेषूच्यत अरुचि। એટલે કે, તું મીઠી અને સમૃદ્ધિ યુક્ત વાણી નો પ્રયોગ કર, જે દેવો બોલે છે.

નીતિશાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે,’ખોટું બોલવું, કડવું બોલવું, ખરાબ વાત કહેવી, અહંકાર યુક્ત શબ્દો બોલવા, નિંદા કરવી વગેરે વાણીના એવા ઉદ્વેગ દોષ છે, જેનાથી મનુષ્ય ક્ષણે ક્ષણે મુશ્કેલીમાં મુકાઈ છે. અંતે એક એક શબ્દ સમજી વિચારીને બોલવો જોઈએ.’

વિદુરનીતિ નું કહેવું છે કે,’અવિશ્વસનીય બોલવા કરતા ચુપ રહેવું સારું. સત્ય, પ્રેમ અને ધર્મયુક્ત વાણી જ બોલવી જોઈએ. એક મનસ્વીવૃત્તિ વાળો દરેક ક્ષણે શત્રુ બનાવે છે.’મીઠી વાણીમાં એટલી શક્તિ અને આકર્ષણ હોય છે તે અજાણ્યા વ્યક્તિ પણ મિત્ર અને સહાયક બની જાય છે, જ્યારે કડવી વાણી બોલનારા ભાઇભાંડુઓ અને મિત્રોને પણ શત્રુ બનાવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે,’પાર્થ, જે વાણી ધારણ કરવાથી માણસ ને યસ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, જેનાથી મનુષ્યની વિદ્વાન રૂપે ઓળખ થાય છે, તે વાણીને ભાષણ કહેવાય છે. આવા વ્યક્તિને વાગીશ અથવા વાણી ના દેવતા કહેવાય છે.

Image Source

ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કે,

तुलसी मीठे वचन ते, सुख उपजत चहुं ओर।
वशीकरण के मंत्र है, तज दे वचन कठोर।

અને સંત કબીરે પણ કહ્યું છે કે,

ऐसी बानी बोलिए, मन का आपा खोय।
औरन को शीतल करें, आपहु शीतल होय।

યાદ રાખો કે, તલવારના ઘા વહેલા મોડા રૂઝાઈ જાય છે, પરંતુ કડવી વાણીથી પડેલા ઘા ક્યારે રૂઝાતા નથી. તેથી હંમેશા”મીઠું અને યોગ્ય બોલો. જાતે પણ ખુશ રહો અને બીજાને પણ ખુશ કરો.”

આશા છે કે આજની માહિતી તમને વધારે પસંદ આવી હશે. તો આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *