સોયાબીન હાડકાંને મજબૂત બનાવવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ, તો જાણીએ તેના પાંચ ફાયદાઓ વિશે!!

Image Source

સોયાબીનને શાકાહારી લોકો માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. સોયાબીનમાં ઘણી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. સોયાબીનમાં ઈંડા, દૂધ અને માંસમાં જોવા મળતા પ્રોટીનથી વધારે પ્રોટીન જોવા મળે છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ઈ, મિનરલ્સ અને એમિનો એસિડ પૂરતી માત્રામાં જોવા મળે છે, જે શરીરની અલગ અલગ જરૂરિયાતોને પૂરી કરવા ઉપરાંત ઘણા પ્રકારના રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. સોયાબીનને શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સોયાબીનના સેવનથી ડાયાબિટીસની સમસ્યા ઘટાડી શકાય છે. સોયાબીનને વજન ઘટાડવા માટે પણ ઘણું મદદરૂપ માનવામાં આવે છે. જે લોકો મેદસ્વીતાની સમસ્યાથી પરેશાન રહે છે તેમણે તેના ભોજનમાં સોયાબીનનો સમાવેશ કરવો જોઈએ. સ્ત્રીઓ માટે સોયાબીનનું સેવન ઘણું ફાયદાકારક માનવામાં આવે છે કેમકે સોયાબીન હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. સોયાબીન પ્રોટીન અને આઇસોફ્લેવોન્સથી ભરપુર ભોજન છે, જે સ્ત્રીઓમાં હાડકાને નબળા થવાની ઓસ્ટીયોપોરોસિસના જોખમથી બચાવી શકે છે. તેટલું જ નહીં સોયાબીન માનસિક સંતુલનને સારું કરી મગજને તેજ કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે અમે તમને સોયાબીનથી થનારા ફાયદાઓ વિશે જણાવીએ.

સોયાબીનના ફાયદા:

Image Source

૧. હાડકા:

સોયાબીનને હાડકા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે કેમકે સોયાબીનમાં વિટામીન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ અને ઝીંક જેવા પોષક તત્વ યોગ્ય માત્રામાં જોવા મળે છે, જે હાડકાને મજબૂત બનાવવમાં મદદ કરે છે.

૨. ડાયાબિટીસ:

ડાયાબિટીસના દર્દીઓને તેનાં ભોજનમાં સોયાબીનનો સમાવેશ કરવો જોઈએ. સોયાબીન લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફૂડની શ્રેણીમાં ગણવામાં આવે છે, જેમાં કાર્બોહાઈડ્રેડ અને ચરબીની ઓછી માત્રા હોય છે. તેટલું જ નહીં તેમાં જોવા મળતા પ્રોટીન ગ્લુકોઝને નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિનમાં રહેલા અવરોધને ઘટાડી શકે છે.

૩. હદય:

હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે સોયાબીન ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. હકીકતમાં સોયાબીનનું સેવન કરવાથી હદય સંબંધી જોખમ ઓછું થઈ શકે છે.

૪. વજન ઘટાડે:

વજન ઘટાડવા માટે તમે તમારા ભોજનમાં સોયાબીનનો સમાવેશ કરી શકો છો. સોયાબીનમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. સોયાબીનનું સેવન કરવાથી શરીરનું વજન અને પેટની ચરબીને ઓછી કરી શકાય છે.

Image Source

૫. કોલેસ્ટ્રોલ:

સોયાબીનનું સેવન કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકારક છે. સોયાબીનના બીજમા જોવા મળતા આઇસોફ્લેવોસ તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ખરેખર સોયાબીનનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરી શકાય છે.

અસ્વીકરણ:
સલાહ સહિતા સામગ્રી ફક્ત સામાન્ય જાણકારી પૂરી પાડે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી મંતવ્યનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાંત અથવા ડોક્ટરની સલાહ લો. ફક્ત ગુજરાતી આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતી નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment