ક્યાંક તમે પણ એક્સપાયડૅ લિપસ્ટિકનો ઉપયોગ તો નથી કરી રહ્યા?? તેને ઓળખવા માટેની સરળ યુક્તિઓ વિશે જાણો

Image Source

લિપસ્ટીકનો ઉપયોગ તો દરેક સ્ત્રીઓ કરે છે. તેને થોડી ઘણી લગાવવાથી પણ ચેહરા પર અલગ સુંદરતા આવે છે. જો તમે પણ તે જાણવા ઇચ્છો છો કે તમારી લિપસ્ટીક ખરાબ તો થઈ ગઈ નથી તો આ રીત અજમાવો.

ભાગ્યે જ કોઈ છોકરી હશે જેને મેકઅપ કરવો પસંદ ન હોય. ચેહરા અને સ્કિનને કોઈ રીતે નુકશાન પહોંચે નહિ તેથી સ્ત્રીઓ સારા અને મોંઘા બ્રાન્ડના મેકઅપનો ઉપયોગ કરે છે. આ મેકઅપની ખાસ વાત એ છે કે સ્ત્રીઓ હંમેશા તેને ઉપયોગ કરતી નથી. આ કારણે તે લાંબા સમય સુધી તેમજ પડ્યા રહે છે અને છેલ્લે ખરાબ થવા લાગે છે. ઘણીવાર આ મેકઅપ પ્રોડક્ટ પર એક્સપાયરી ડેટ લખેલી હોતી નથી. જેના કારણે આપણે ઉપયોગ કરી લઈએ છીએ. આ કારણે પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સામાન્ય રીતે લિપસ્ટિકનો ઉપયોગ દરેક સ્ત્રી કરે છે. તેને થોડો ઘણો પણ લગાવવાથી ચેહરા પર અલગ સુંદરતા આવે છે. જો તમે પણ તે જાણવા ઇચ્છો છો કે તમારી લિપસ્ટીક ખરાબ તો નથી થઈને તો આ રીત અજમાવો. તો ચાલો જાણીએ તેના વિશે-

વધારે જૂની લિપસ્ટીકનો ઉપયોગ કરશો નહિ

મોટાભાગે સ્ત્રીઓની આદત હોય છે કે તે જૂની લિપસ્ટીકનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે. તેમ કરવાથી તમારે બિલકુલ બચવું જોઈએ. કોઈપણ લિપસ્ટીકનો 2 વર્ષથી વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનો વધારે ઉપયોગ કરવા પર તે ત્વચામાં બળતરા અને સોજા જેવી સમસ્યાનું કારણ બની શકે છે.

લિપસ્ટીકમાં ભેજ દેખાવા લાગે છે

જો તમારી લિપસ્ટીકમાં ભેજના ટીપા દેખાઈ રહ્યા છે તો તે સંકેત છે કે તમારી લિપસ્ટીક ખરાબ થઈ ગઈ છે. તેને લગાવવાથી તમારા હોઠ પર બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

લિપસ્ટીકમાંથી દુર્ગંધ આવવી

દરેક લિપસ્ટીકમાં થોડીને થોડી માત્રામાં એસેંસ ઓઈલ ચોક્કસપણે હોય છે જેના કારણે તેમાં સુગંધ આવતી હોય છે પરંતુ, જ્યારે તે ખરાબ થવા લાગે છે ત્યારે તેમાં એક પ્રકારની ગંધ આવવા લાગે છે. તેનાથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારી લિપસ્ટીક ખરાબ થઈ ગઈ છે.

લિપસ્ટીકને હોઠ પર લગાવશો નહિ

જો તમને લિપસ્ટીક લગાવવા પર ચીકણાપણું અને ખરાવચડી જેવો અનુભવ થઈ રહ્યો છે તો તે સમજી લો કે તમારી લિપસ્ટીક ખરાબ થઈ ગઈ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment