આજે અમે તમને જુદા જુદા દેશની કેટલીક વિચિત્ર બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને તમે હેરાન થઈ જશો. તો ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ.
દરેક દેશના પોતાના કાયદા અને રીતરિવાજો હોય છે. પરંતુ ઘણા દેશોની પરંપરા એવી પણ હોય છે, જેને સાંભળીને તમે ચોંકી જશો અથવા તો હસી પડશો. પરંતુ તે દેશોમાં આ વસ્તુઓ એકદમ સામાન્ય હોય છે. શું તમે પણ જાણવા ઈચ્છો છો આ વિચિત્ર વસ્તુઓ વિશે? તો ચાલો જાણીએ શું છે તે વસ્તુઓ.
જાપાન
જાપાન દેશને તેની શિસ્ત માટે ઓળખવામાં આવે છે. આ દેશ તેની અલગ વસ્તુઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પરંતુ શું તમે વિચારી શકો છો જ્યાં દુનિયાભરમાં ઓફિસમાં કામ કરતી વખતે સૂવું એ કામચોરી માનવામાં આવે છે. જ્યારે જાપાનમાં ઓફિસમાં કામ કરતી વખતે સુતા લોકોને મહેનતુ માનવામાં આવે છે. કામ કરતી વખતે સૂવાની આ કળાને ઇનેમુરી કેહવામા આવે છે. હવે તમે જાતે વિચારો કે જ્યાં અન્ય દેશોમાં કામ કરતી વખતે ફક્ત એક ઝપકી લેવાથી લોકોની નોકરી જોખમમાં પડી જાય છે, ત્યાં જાપાનમાં કામ કરતી વખતે આરામથી થોડા સમય માટે સૂઈ શકાય છે. જોકે આ દેશમાં કામ પર સુતા લોકોને મહેનતુ માનવામાં આવે છે તેથી ઘણા લોકો સૂવાનું નાટક પણ કરે છે.
ડેનમાર્ક
જેમ ભારત જેવા ઘણા દેશમાં 25ની ઉંમરે લગ્ન ન કરવા પર ટોણા આપવામાં આવે છે. તેમજ એક દેશ એવો પણ છે, જ્યાં 25 વર્ષ સુધી લગ્ન ન થવા પર લોકો તજ નાખવા લાગે છે. ડેનમાર્કમાં આ પરંપરા છે કે જો તમે 25 ના થઈ ગયા છો અને તમારા લગ્ન થયા નથી તો લોકો તમારા પર તજ રેડે છે. વિચારો જો આ પરંપરા ભારતમાં શરુ થઇ જાય તો અહીંના અડધાથી વધારે યુવક તમને તજમાં નહાતા દેખાશે.
ફિનલેન્ડ
જ્યાં લોકો તેના બાળકોને એક ક્ષણ માટે પણ પોતાનાથી દુર રાખતા નથી. ત્યાં એક એવો દેશ છે જ્યાં બાળકોને બહાર સુવા માટે છોડી દે છે. લગભગ તમે આ સાંભળીને હેરાન થશો, પરંતુ આ સાચું છે. ફિનલેન્ડ એવો દેશ છે જ્યાં લોકો તેમના બાળકોને સુવા માટે બહાર છોડી દે છે. અહીં બાળકોને નિશ્ચિંત થઈને સુવા માટે છોડવામાં આવે છે. શું તમે તેમ કરી શકો?
ઇજરાયલ
જ્યાં આપણે બધા રવિવારની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ જેથી આપણે આપણો થાક ઉતારી શકીએ અને આપણા વિકેન્ડની મજા માણી શકીએ. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં રવિવારે નોર્મલ વર્કિંગ ડે હોય છે. ઇજરાયલમાં રવિવારે પણ વર્કિંગ ડે હોય છે. અહી રવિવારના દિવસે પણ ઓફિસ ચાલુ રહે છે. વિચારો શું તમે આ દેશમાં રહી શકો છો જ્યાં તમારે રવિવારે પણ કામ કરવું પડે.
ભૂતાન
ભૂતાન દેશને તેની સંસ્કૃતિ માટે ઓળખવામાં આવે છે. આ દેશ ઘણી બાબતે અન્ય દેશોથી અલગ છે. સાથેજ અહીંના રીતી રિવાજ પણ ઘણા અલગ છે. આ દેશને હંમેશા તેની વિશિષ્ટતા માટે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભૂતાનમાં લોકો તેમના ઘરની દીવાલ પર અલગ જ પ્રકારની પેઇન્ટિંગ બનાવે છે. અહીંના ઘરની દીવાલ પર તમને લિંગની પેઇન્ટિંગ જોવા મળશે. આ પેઇન્ટિંગને ફાલુસ પેન્ટિંગના નામથી ઓળખવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team