જાપાનના દેશના અમુક નિયમો જાણવા જેવા છે – તમે પણ ફોલો કરતા થઇ જશો..

બધા દેશની ખાસિયત હોય છે એ રીતે જાપાન દેશની પણ ખાસિયત છે. ખરેખર આ એક એવો દેશ છે જે ટેકનોલોજીથી લઈને સીસ્ટમ ફોલો કરવામાં બધે આગળ છે. તો જુઓ અને જાણો જાપાનના નિયમો આવા છે કંઇક..

(૧) જાપાનના ટ્રાફિક રૂલ્સ એટલા સરસ મજાના છે કે કોઇપણ વ્યક્તિને વાહન અડચણરૂપ બનતું નથી. જો સાઇકલ પણ તમે વ્યવસ્થિત પાર્ક ન કરી હોય તો દંડ ભરવો પડે છે.

(૨) જાપાનની આ વાત બધાથી અલગ છે અને ખુબ સારી પણ છે, જાપાનની અંદર શૈક્ષણિક સંસ્થામાં સાફ-સફાઈ માટે કોઈ માણસોને રાખવામાં નથી આવતા. અહીંના વિદ્યાર્થીઓ જ તમામ સાફ-સફાઈ સંભાળે છે.

(૩) ચોરી નામની વસ્તુ જાપાનમાં જૂજ પ્રમાણમાં જ છે. એટલે તો દુકાનોમાં કોઈ માણસ હાજર હોતું નથી બધું કામ વેન્ડિંગ મશીન જ સંભાળે છે.

(૪) ઓફીસના સમયે જાપાનના રેલ્વે પ્લેટફોર્મ ઉપર ગજબની ભીડ જોવા મળે છે. એ સમયે સ્પેશીયલ માણસ હોય છે જે ધક્કા દઈને ટ્રેનમાં લોકોને બેસાડે છે. જે “ટ્રેન પુસર્સ” કહેવાય છે. જેના માટે તેને મોટો પગાર મળે છે.

(૫) જાપાનમાં ચાલવા માટે અલગ-અલગ લેન બનાવી છે. ઝડપથી ચાલવાવાળા માટે અલગ અને ધીમે ચાલવાવાળા માટે પણ અલગ. છે ને બાકી જોરદાર ટ્રાફિક સેન્સ.

(૬) જાપાનના માણસો એટલા હાઈઝેન છે કે કારના દરવાજાને અડવો પણ પસંદ નથી કરતા અને આપણા ભારતમાં આવા કોઈ નિયમ નથી.

(૭) જાપાનમાં બહારની નીકળતી વખતે લોકો એન્ટીપોલ્યુશન માસ્ક પહેરે છે. જે પણ અલગ અલગ ડીઝાઇનમાં મળે છે.

(૮) અહીં સફાઈ કર્મચારી માટે બહુ મોટી તકલીફ હોય છે કારણ કે જાપાનમાં કચરો ક્યાંય જોવા મળતો જ નથી. તો નાના કચરાને ઉપાડવા માટે ચીપિયાની મદદ લેવી પડે છે.

(૯) જાપાનમાં કાર ખરીદતા પહેલા પ્રૂફ કરવું પડે છે કે પોતાની કાર માટે પાર્કિંગની જગ્યા છે કે નહીં એ પણ પોતાની હોવી જોઈએ.

(૧૦) જાપાનમાં લાઈફસ્ટાઈલ એટલી જોરદાર છે કે વાત જ ન થાય પરંતુ છતાં પણ સ્યુસાઈડના કેસ નહીં વધારે બને છે.

(૧૧) જાપાનમાં બસ, ટ્રેન કે ક્યાંય પણ મ્યુઝીક કે મોબાઈલમાં ગીતો વગાડવા પર પ્રતિબંધ છે.

(૧૨) જાપાનના ટોઇલેટમાં પણ ટેકનોલોજીનો યુઝ થાય છે. ટોઇલેટમાં બેસવાની સીટ પણ ગરમ હોય છે જેથી ઠંડું ન લાગે.

(૧૩) જાપાની લોકો સુવામાં ક્યારેય શરમાતા નથી. ગમે તે જગ્યાએ સુઈ જાય છે. ટ્રેન, બસ, સીટીંગ હોલ વગેરે જાહેર જગ્યાએ ઊંઘ કરી લે છે.

(૧૪) જાપાની ભાષાને જમણી અને ડાબી એમ બંને બાજુથી વાંચી શકાય છે. બોલો લ્યો..

(૧૫) જાપાનના પબ્લિક ટોઇલેટ આલીશાન જેવા હોય છે અને એકદમ સાફ હોય છે.

વાહ આ જાણીને તો એવું મન થાય છે કે જાપાનમાં રહેવા જેવું છે પણ જાપાની ભાષા શીખવા જઈએ તો ઘણો સમય લાગી જાય એમ છે. એથી વિશેષ આપણું ભારત છે તો જાપાન જવાનો પ્લાન હવે કેન્સલ – મેરા ભારત મહાન અને તમે પણ અમારા ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Comment