તમારા વાળ થશે એકદમ લાંબા અને ઘટાદાર, આજે જ અપનાવો આ રીત

વાળ આપણા શરીર નો એક એવો ભાગ છે જે આપણી સુંદરતા વધારવા માં મહ્ત્વ નો ભાગ ભજવે છે. આજકાલ ના વધતા જતા પ્રદૂષણ માં વાળ પોતાનું પોષણ જલ્દી ખોઈ રહ્યું છે. સાથે આપણે સરખી રીતે આપણા વાળ નું ધ્યાન પણ નથી રાખી રહ્યા જેના કારણે આપણા વાળ જલ્દી થી નબળા પડી ને તૂટવા લાગ્યા છે અને સરખી રીતે વધતા પણ નથી. જો એવું હોઈ તો બની શકે કે તેના માટે તમે ઘણા બધા વાળ વધારવાની રીત નો ઉપયોગ કરી ને જોઈ લીધું હશે. પરંતુ તમને તે વાળ વધારવાના ઉપાય નું સારું પરિણામ મળ્યું નહિ હોય. તો ઉદાસ ન થાવ કેમ કે આ આર્ટિકલ માં જે વાળ વધારવાના ઉપાયો બતાવવાના છીએ તે અજમાવેલા ઉપયોગી ઘરેલુ વાળ વધારવા ના ઉપાયો છે.

ઓલિવ નું તેલ.

Image source

ઓલિવ નું તેલ તેના અદભૂત ગુણો ને લીધે સુંદરતા અને સ્વાસ્થ્ય સંબંધી ચિકિત્સા માં આનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે. આ એક ઉપયોગ કરેલો ઘરેલુ ઉપચાર છે. ઓલિવ ના તેલ મા વિટામિન ઈ વધુ માત્રા માં હોય છે, જેના લીધે આ ઝડપ થી વાળ વધારવા માં ઘણું ફાયદાકારક છે. આ એક બેહતર વાળ વધારવા ના ઉપાયો માનો એક ઉપાય છે, કેમ કે ઓલિવ નું તેલ ન ફક્ત વાળ વધારવામાં ઉપયોગી છે પરંતુ તેમાં રહેલું વિટામિન એ અને વિટામિન સી ને કારણે વાળ ને પોષિત અને મુલાયમ પણ બનાવે છે.

બનાવવા ની રીત.

  • ૧૦ થી ૨૦ ગ્રામ ઓલિવ ના તેલ ને એક વાટકી માં કાઢી લો. હવે આ તેલ થી આખા માથા અને વાળ નું સારી રીતે માલિશ કરી લો. ઓછામાં ઓછુ ૧૦ મિનિટ સુધી માલિશ કર્યા પછી પૂરા એક કલાક માટે તેને વાળ મા આમ જ રહેવા દો. પછી ચોખ્ખા પાણી થી વાળને ધોઇ લો.
  • આ ઉપાય ને અઠવાડિયા મા એક દિવસ છોડી ને કરો એટલે કે વાળ વધારવાના આ ઉપાય ને દર બીજા દિવસે કરો. આ વાળ વધારવાની રીત ના ઉપાય થી તમારા વાળ થોડા દિવસો મા જ ઘણા લાંબા થઈ જશે.

બટાકા નો રસ.

Image source

બટાકા ખાવામાં સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે બટાકા નો રસ વાળ માટે પણ ઘણો ફાયદાકારક છે. બટાકા ના રસ માં ઘણી માત્રા મા સ્ટાર્ચ મળી આવે છે જેના ઉપયોગ થી ખોપરી સારી રીતે સાફ થઈ જાય છે અને વાળ મા જે વધારાનું તેલ જમાં થાય છે તે પણ સાફ થઈ જાય છે. તે વાળ ને ખરતાં રોકે છે. આ ઉપરાંત તે વાળ ને બ્લીચ કરવાનું કામ પણ કરે છે. બટાકા નો રસ એક ઘરેલુ અને સારો વાળ વધારવા નો ઉપાય છે.

બનાવવા ની રીત.

  • સૌથી પહેલાં બટાકા લો.પછી તેના નાના નાના ટુકડા કરો. હવે આ બટાકા ના ટુકડા ને પીસી ને પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ વધુ ઘટ્ટ હોઈ તો તેમાં થોડું પાણી ભેળવી દો. પછી ચોખ્ખા કપડાં થી પેસ્ટ ને ગાળી ને તેનો રસ કાઢી લો.
  • આ વાળ વધારવાના ઉપાય ને કરવા માટે બટાકા ના રસ થી આખા માથા અને વાળ ની માલીશ કરી લો. માલિશ કર્યા પછી ૩૦ મિનિટ સુધી બટાકા ના રસ ને વાળ મા લગાવેલું રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી વાળ ને ધોઈ લો.
  • આ ઉપચાર ને ૩ વાર જરૂર કરો. આ એક વાળ વધારવાનો ફાયદાકારક ઉપાય છે.

કાંદા નો રસ.

Image source

કાંદા ન ફક્ત રસોડા માટે જરૂરી સામગ્રી છે પરંતુ કાંદા નો રસ વાળ વધારવા માટે એક વરદાન થી ઓછો નથી. કાંદા ના રસ ના ઉપયોગ કરવાથી વાળ ખરતાં બંધ થઈ જાય છે તથા નવા અને ચમકીલા વાળ ઝડપ થી ઊગવા લાગે છે. તાજા કાંદા ના રસ માં ઘણી માત્રા મા સલ્ફર જોવા મળે છે જે લોહી ના પરિભ્રમણ માં સુધારો એ વાળ ને ઝડપ થી વધવામા‍‌ મદદ કરે છે. આ ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ઉપયોગી વાળ વધારવા નો ઉપાય છે, કેમ કે કાંદા એવી વસ્તુ છે જે દરેક ઘરમાં હોય છે.

બનાવવા ની રીત.

  • બે કાંદા ને કાપી ને તેની પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણમાં થોડું પાણી નાખો. પછી સુતરાઉ કાપડ થી આ પેસ્ટ ને ગાળી ને રસ કાઢી લો.
  • હવે આ રસ ને માથાની ત્વચા અને વાળ મા સારી રીતે લગાવી ને હળવા હાથે માલિશ કરો. માલિશ કર્યા પછી આ રસ ને માથા મા એક કલાક સુધી આમ જ લગાવીને રાખી દો. પછી બેબી શેમ્પૂ થી વાળ ને સારી રીતે ધોઈ લો.
  • આ ઉપાયને અઠવાડિયા મા એક વાર જરૂર કરવો. આનાથી તમને પરિણામ થોડા જ દિવસોમાં મળેલું જોવા મળશે.

ઇંડા.

Image source

ઇંડા માં ઘણી માત્રા મા વિટામિન એ, બી, સી અને ઈ મળી આવે છે. સાથે તેમાં ઝીંક, મેગ્નેશિયમ અને આયર્ન પણ હોઈ છે. આ જ કારણ છે કે વાળ મા ઇંડા નો ઉપયોગ કરવો ઘણો ફાયદા કારક છે. ઇંડા માં ઘણી માત્રા મા વિટામિન બી૮ અને પ્રોટીન હોય છે જે તમારા કોષો ને ફરીથી બનાવી ને વાળ ને ખરતાં અટકાવે છે અને વાળ ને ઝડપ થી લાંબા બનાવે છે.

બનાવવા ની રીત.

  • એક ઇંડા ને લઇ ને તેમાં થોડી માત્રા મા ઓલિવ નું તેલ નાખી ને સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે આ તેલ ને વાળ ની ચામડી એટલે કે વાળ ના મૂળ માં લગાવો. ૫-૭ મિનિટ માટે વાળ મા લગાવેલું રહેવા દો. જ્યારે સમય પૂરો થઈ જાય ત્યારે વાળ ને શેમ્પૂ થી ધોઈ લો.
  • આ ઉપાય ને અઠવાડિયા મા એક વાર કરો તમારા વાળ ઝડપ થી વધવા લાગશે.

જો તમે આ ઉપાયો નો સરખી રીતે ઉપયોગ કરશો તો તમારા વાળ ખરતાં બંધ થઈ જશે અને ઝડપ થી વધવા લાગશે. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો કૃપા કરીને તમારા મિત્રો સાથે વહેંચો. અને અમે આ માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રીત કરલે છે અને દરેક સુધી સારી વસ્તુ શેર કરવા માટે લખેલ છે પરંતુ જો આપ ને કોઈ મુશ્કેલી હોય તો ડોક્ટર ની સલાહ આવશ્યક છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment