સોલો ટ્રાવેલિંગ અને મહિલાઓ ની સલામતી માટે આ જગ્યાઓ છે એકદમ સેફ🤗

સોલો ટ્રાવેલિંગ ની મહિલાઓ માં એક અલગ પ્રકારનું ક્રેઝ છે. પણ આવું કરવામાં પોતાની વ્યક્તિગત સુરક્ષા ની ચિંતા સૌથી મોટો વિષય બની જાય છે. જો કોઈ તમને પૂછે કે શું તમે રાતે ફરવાનું પસંદ કરો છો?

તો તમારો જવાબ કદાચ હા હશે, પણ સુરક્ષા ની લાજ માં તમે સાચ્ચું કેહતા ડરશો. આજ કારણ છે કે આજે અમે તમને એવા દેશ -વિદેશ ની જાણ કરાવશું જે મહિલાઓ માટે સૌથી બેસ્ટ અને સુરક્ષિત છે. આ દેશ ખાલી સુંદર નહી પણ મહિલાઓ ની સિક્યોરિટી માટે પણ બરાબર છે. ચાલો જાણીએ:

ઓસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા આવા દેશ છે જ્યાં તમે સરળતાથી આખું વિકેન્ડ એકલા સ્પેન્ડ કરી શકો છો. આ દેશ સ્ત્રીઓની સલામતીની બાબતમાં ખૂબ જ સારી છે. આ સિવાય, અહી બ્રિસ્બેન, મેલબોર્ન અને સિડની જેવા સુંદર સ્થળો પણ છે.

ન્યુયોર્ક 

ન્યુયોર્ક અમેરિકા નું એક એવું શેહર છે જે નાઈટ લાઈફ માટે મહિલાઓ ની ફેવરીટ જગ્યા છે.  અહીં તમે આર્ટ મ્યુઝિયમ અને નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ જોઈ શકો છો. સ્ત્રીઓને હેંગ આઉટ કરવાની આ એક ઉત્તમ જગ્યા છે.

જાપાન 

અહીં તમે નાઇટ લાઇફનો સંપૂર્ણપણે આનંદ લઈ શકો છો આ દેશમાં મહિલાઓના રક્ષણ માટે સારી સંભાળ લેવામાં આવે છે. અહીં તમે ક્યોટો, ટોકિયો અને ઓસાકા જેવા સુંદર સ્થાનો ફરી શકો છો.

મેક્સિકો 

પ્રવાસીઓ અહીં ની સંસ્કૃતિને પ્રેમ કરે છે. અહીં તમે તુલોમ, મેક્લિકો સિટી અને કોક જેવા સ્થળો આસપાસ ફરી શકો છો.

આઈસલેન્ડ 

આ એક સુંદર અને મનમોહક જગ્યા છે. મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિ એ પણ આ જગ્યા સુરક્ષિત છે. અહિયાં સોલો ટ્રાવેલિંગ માટે લગભગ વર્ષ માં ઘણાય પ્રવાસીઓ આવતા હોય છે. અહીં તમે સિક્રેટલગુન, જોકુલસોલૉંગ અને પિંગવલીઅર જેવા સ્થળોએ ફરવાની મજા માણી ઓ છો.

ALL IMAGE CREDITS : PINTREST

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *