એક મકાન ઘર ત્યારે જ બને છે જ્યારે તેને એક પર્સનલ ટચ આપવામાં આવે, તેથી જ દરેક મહિલા પોતાના ઘરને પોતાના હાથથી સજાવવા માગે છે, આમ તો ઘરને સજાવવા માટે બજારમાં ઘણા બધા પ્રકારની ડેકોરેટિવ આઈટમ્સ આસાનીથી મળી રહે છે. પરંતુ ફેમિલી ફોટોઝ ની વાત જ કંઇક અલગ હોય છે. તે આપણા ઘરની સજાવટને એકદમ યુનિક બનાવે છે અને તેના લીધે આપણા જીવનમાં અમુક સારા અને ખાટા-મીઠા પળ હંમેશા માટે આપણે જીવી શકીએ છીએ, અને તે જ પળ તસવીરમાં કેદ થાય ને હંમેશા આ પળ તમારી આંખોની સામે રહે છે.
ઘર સજાવવા માટે ફેમિલી ફોટો થી વધુ સારું કદાચ જ કઈક બીજી વસ્તુ હશે, પરંતુ લગભગ જોવામાં આવે છે કે મહિલાઓ તથા ફોટાઓને ફ્રેમ કરાવીને દિવાલ ઉપર ટાંગી દે છે અને તે ઘરમાં ફેમિલી ફોટો ડિસ્પ્લે કરવાનો એક આસાન ઉપાય છે પરંતુ તેનાથી તમારા ઘરના ડેકોરેશનમાં યુનિક દેખાવ આવતો નથી જો તમે ખરેખર તમારા ઘરને સુંદર અને અલગ બનાવવા માંગો છો તો જરૂરી છે કે તમે ફેમિલી ફોટો અને ખૂબ જ અલગ અંદાજમાં સજાવો ચાલો જાણીએ ફેમિલી ફોટોને સજાવવા વિશે.
વોલ આર્ટ કરો
બાળપણમાં આપણે પોતાની ચોપડીમાં ફેમિલી ટ્રી બનાવીને તેમાં પરિવારના સભ્યોના ફોટા આવ્યા હશે બસ આ જ કળા તમારે દિવાલ ઉપર પણ કરવાની છે તમે ખૂબ જ સારી ડિઝાઇન માં ફેમિલી ટ્રી બનાવીને તેની ઉપર તમારી ફેમિલી ના ફોટા લગાવી શકો છો જો તમારી માટે દીવાલ ઉપર ફેમિલી ફ્રી બનાવવી સંભવ નથી તો તમે માર્કેટમાં મળતા વોલપેપર ની મદદથી પણ તેને સજાવી શકો છો.
વોલ હેંગિંગ બનાવો
ફેમિલી ફોટો સજાવવા માટે આ ખૂબ જ સારો ઉપાય છે તેની માટે તમારે જીવનના સૌથી સારા પણ અને અમુક તસવીરો લઈને વગેરે તૈયાર કરો. તમે તેને તમારા હાથથી તૈયાર કરી શકો છો તેમાં સમય અને રૂપિયા બંનેની બચત થશે અને તમે તમારા ઘરને એક પર્સનલ ટચ પણ આપી શકશો.
એક દિવાલ પરિવારને નામ
ઘરમાં એક ફોકસ પોઈન્ટ હોય તો તે માત્ર દેખાવ માં જ તારો લાગતો નથી પરંતુ દરેક વ્યક્તિની નજર ત્યાં જરૂર પડે છે તમે આ ફોકસ પોઇન્ટને તમારી ફેમિલી ફોટોઝ ની મદદથી ક્રિએટ કરી શકો છો. તેની માટે તમારે એક દિવાલ ઉપર માત્ર પરિવારના વ્યક્તિઓના ફોટા લગાવો અને તેને વધુ આકર્ષક બનાવવા માટે તમે અલગ અલગ કલર અને સાઇઝના ફોટો ફ્રેમ નો ઉપયોગ કરો અથવા તમે દરેક ફોટાને બ્લેક એન્ડ વાઈટ કરાવીને એક મોટા પોસ્ટર ની જેમ દિવાલ ઉપર સજાવી શકો છો.
વોલ કલોક
દરેક વ્યક્તિ પોતાના ઘરમાં વોલ કલોક નો ઉપયોગ કરતા જ હોય છે પરંતુ તેમાં પરિવારના ફોટા સામેલ કરીને તેમણે તેને વધુ સુંદર બનાવી શકો છો આ રીતે તમે જ્યારે પણ સમય જોશો ત્યારે દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળ માં ઉપસ્થિત ફોટા ઉપર પણ તમારી નજર જશે અને જરૂર તમારા ચહેરા ઉપર ખુબ જ સુંદર હાસ્ય આવશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team