10 વર્ષમાં આટલી બદલાઈ, ટીવીની સૌથી નાનકડી ‘કૃષ્ણ’, હવે તો ઓળખવી પણ છે મુશ્કેલ

લોકડાઉનના લીધે જૂની ટીવી સીરીયલ દરેક ચેનલ પર દેખાડવામાં આવી રહી છે. દુરદર્શન પર રામાયણ અને મહાભારત પછી જુદી જુદી ચેનલો પર જૂની સીરીયલો રીટેલીકાસ્ટ ચાલી રહી છે. જેમાં મશહુર સીરીયલ જય શ્રીકૃષ્ણનું નામનો પણ સમાવેશ થાય છે.

image source

આ સીરીયલમાં ભગવાન કૃષ્ણનો બાળપણનો રોલ ધૃતિ ભાટિયાએ પ્લે કર્યો હતો. આજે અમે તમને ધ્રુતિના કેટલાક લેટેસ્ટ પિક્ચર દેખાડવા જઈ રહ્યા છે જેમાં એ ખુબ જ પ્યારી અને સુંદર લાગી રહી છે. એમના આ નવા ફોટા જોઈને તમે સાચે જ એના ફેન થઇ જશો.

image source

ધૃતિ ભાટિયા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. ફેન્સ સાથે તે તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ધૃતિની ઘણી તસવીરો છે. જેમાં તે મસ્તી કરતાં, ફિલ્મી સ્ટાર્સ સાથે જોવા મળે છે.

image source

ધૃતિએ વર્ષ 2008 માં ‘જય શ્રીકૃષ્ણ’ સીરિયલમાં બાળ કૃષ્ણનો રોલ ભજવ્યો હતો. લાંબા વાળ, માસૂમ ચહેરો અને મીઠડી સ્માઈલે ધૃતિને દર્શકોની વચ્ચે લોકપ્રિય બનાવી હતી. એટલું જ નહીં લોકો ટીવી પર તે ક્યારે દેખાશે તેની રાહ જોતા હતા. ધૃતિએ બાળ કૃષ્ણનો રોલ કર્યો ત્યારે તે માત્ર 3 વર્ષની હતી.

image source

3 વર્ષની ઉંમરે કૃષ્ણનો રોલ કરીને ધૃતિ ફેમસ થઈ ગઈ હતી. આ સીરિયલને રામાનંદ સાગરના દીકરા મોતી સાગરે બનાવી હતી. આ સીરિયલ ઉપરાંત ધૃતિ બરુન સોબતી-સનાયા ઈરાની અભિનિત સીરિયલ ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’ તેમજ ‘માતા કી ચૌકી’માં જોવા મળી હતી.

image source

આ સીરીયલ દૂરદર્શન પર ટેલિકાસ્ટ  થતા રામાનંદ સાગરના લોકપ્રિય શો શ્રી કૃષ્ણનું રિમેક હતું. હવે આ સીરિયલ ફરીથી કલર્સ પર ટેલિકાસ્ટ થઈ રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *