સ્નેહા તો સ્નેહા જ છે!! – તેના સાસુએ કહ્યું ઘરનું કામ છોડ અને પછી તો બ્રાંડ એમ્બેસેડર બની ગઈ..

કોઈ તેનાં કેરિયરને લઇને કેટલું પણ સીરીયસ હોય. લગ્ન બાદ તેની આ ફિલ્ડમાં વતા-ઓછા પ્રમાણમાં ફેરફાર થાય જ છે. પરંતુ રાજસ્થાન શહેરની સ્નેહા જૈનને તો એના સાસુએ કહ્યું કે, “ઘર નું કામ છોડ. પ્રેકટીસ કર અને આગળ નીકળ. જે સપના અઘૂરા છે તે પુરા કર”. હા, આ સત્ય વાત છે. અમે કોઈ જ પ્રકારના જુઠાણા નથી ચાલવી રહ્યા. આ એકદમ સાચી વાત છે.

સાસુ ચંચલ કંવર જૈનના આ પ્રોત્સાહનથી સ્નેહાએ પોતાની રમતગમતની કારકિર્દીને આગળ વધારી અને રાજસ્થાનની શાન બની. રાજસ્થાનની આ મહિલા એથ્લેટસ અને જોધપુર જિલ્લાની ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ની બ્રાંડ એમ્બેસડર સ્નેહા જૈન ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે સો મીટરની દોડમાં સુવર્ણચન્દ્રક હાંસિલ કર્યું હતું. તે નિયમિત રીતે રમતી હતી અને રાષ્ટ્રીય કક્ષા એ રમીને ચંદ્રકો પણ મેળવ્યા હતા.

બેંગલોરમાં નેશનલ કેમ્પમાં તેની પસંદગી પણ થઇ હતી. પી.ટી. ઉષા અને અશ્વિની જેવી ખેલાડીઓની સાથે તેની ગણના થતી હતી. પરંતુ કહેવાય છે ને, સારા કામમાં સો વિધ્નો. એમ, તેના માતાની કેન્સરની બીમારીએ અભ્યાસ અને રમતવીર બનવાની કહાનીમાં ગેપ બનાવ્યો.  

થોડા સમય પછી તેની માતાનું મૃત્યુ થયું પછી ત્રણ-ચાર વર્ષ તે કંઈ જ ન કરી શકી. બાદ, તે બારમાં ધોરણ પછી ૧૯૯૩માં સ્પોર્ટ્સ કવોટામાં પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી અને આજે પણ જોધપુર ખાતે તેની નોકરી ચાલુ છે.

રોજીંદા કામમાંથી બહાર નીકળવાની ઘણી ખરી કોશિષ પછી મોટી બહેન લતાના સલાહ સુચનથી તેને લગ્નની રશમ નિભાવી. જેથી કોઈ નવી જિંદગી શરૂ થઇ શકે. ઇ.સ.૨૦૦૦માં સ્નેહાના લગ્ન પ્રદીપ જૈન સાથે થયા. લગ્ન પછી તેના સાસુએ અધુરી રહેલી કારકિર્દી શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું.

????????????????????????????????????

પછીથી સ્નેહાને પણ આત્મવિશ્વાસ વધ્યો અને ફરી રમતગમત ક્ષેત્રે આગળ વધવાનું વિચાર્યું. સ્નેહા રોજ પ્રેક્ટીસ કરવા લાગી અને અન્ય સ્પર્ધામાં ભાગ લેવા માંડી. પરંતુ લાગ્યું કે, એના શરીરને બરાબર જુસ્સામાં લાવવા માટે હજી થોડો સમય રાહ જોવી પડે એમ હતી. શરીરને બરાબરનું કસવું પડે એમ હતું.

ઘણીવારની હતાશા અને નિરાશાને પાર કરી અને અંતે વિજેતા બની જ. વર્ષ ૨૦૦૭માં જયપુરની રમનારી માસ્ટર્સ નેશનલ ગેઈમ્સમાં પ્રથમવાર તેને ભાગ લીધો અને લોંગ જમ્પમાં તેને નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો, જે રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

     હવે સ્નેહાનો સમય આવ્યો બેસ્ટ પરફોર્મ કરવાનો. એક એક દિવસ જીત તેની આંખો સામે આવતી જતી હતી. ૨૦૧૫ની ૩૭ મી માસ્ટર્સ નેશનલ ગેઈમ્સમાં લોંગ જમ્પ, ટ્રીપલ જમ્પમાં જીત મેળવી. પાંચ સુવર્ણચંદ્રકો હાંસીલ કરીને બેસ્ટ એથ્લેટ તરીકે નામના મેળવી.

આજે તેના કુટુંબમાંથી કોઈ વ્યક્તિ રમત ક્ષેત્રે નથી. પતિ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ભાઈને પોતાનો વ્યવસાય છે. બહેનના બાળકો ઉચ્ચ અભ્યાસી કારકિર્દી બનાવી રહ્યા છે, પરંતુ સ્નેહના બન્ને બાળકો દસ વર્ષનો દીકરો વંશ અને નવ વર્ષની દીકરી આર્ચી માતાના પગલે પગલે રોજ ત્રણ કલાકની પ્રેકટીસ કરે છે.

બંને બાળકોની કોચ ખુદ સ્નેહા જ છે. આમ પણ મોરનાં ઈંડા ચિતરવા ન પડે… હંમેશા ઘર અને ઘરનાં સભ્યોનાં સપોર્ટથી આજે સ્નેહા ભારતમાં અને વિદેશોમાં પણ ઉંચો દરજ્જો મેળવી ચુકી છે.

“ફક્ત ગુજરાતી” પર આવી જ જબરદસ્ત રીયલ સ્ટોરી આવતી રહેશે. તો આપ આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ લાઇક કરી દો.

#Rewrite : Ravi Gohel

Leave a Comment