જો તમે પણ જમ્યા પછી તરત સૂવો છો તો તમારું શરીર ઘણા રોગોથી ઘેરાય શકે છે અને સાથે સાથે ઊંઘ ઉપર પણ ખલેલ પડી શકે છે.

Image Source

જો તમને ભોજનના ત્રણ કલાક પછી પણ સૂવામાં પરેશાની થાય છે તો ઉંઘના નિષ્ણાંત સાથે સારવારના વિકલ્પ વિશે વાત કરો. ઉંઘ માટે તમારી ઈચ્છાથી દવાઓનું સેવન કરવું નહિ.

જો તમે ખૂબ મોડેથી જમો છો અને તમને ઉંઘમાં પરેશાની થાય છે તો તે અનિંદ્રાના લક્ષણ છે. ભોજન પછી સુવા માટે કેટલો સમય રાહ જોવી જોઈએ? શું જમ્યા પછી તરત સૂવું ખરાબ હોય છે?

વ્યસ્ત દિવસ પછી તે મીડ નાઇટ સ્નેક હોય અથવા મોડી રાત સુધી ડિનર, તમારે તે જાણવુ જરૂરી છે કે ભોજન પછી સુવા માટે કેટલો સમય રાહ જોવી જોઈએ સાથે જ તે પણ ધ્યાન આપો કે રાત્રે તમને અનિંદ્રા અને છાતીમાં બળતરા સાથે ક્યાં લક્ષણ અનુભવાઈ રહ્યા છે.

Image Source

ભોજન અને ઊંઘ વચ્ચેનું અંતર કેટલુ હોવું જોઈએ:

ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ, છેલ્લું ભોજન અને પથારીમાં જવા વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ. તે પેટમાંથી ભોજન નાના આંતરડામાં જતું રહે છે અને પાચનને શ્રેષ્ઠ બનાવે છે. જેનાથી રાત્રે છાતીમાં બળતરા અને અનિંદ્રા જેવી સમસ્યા થતી નથી. જમ્યા પછી સૂવામાં મોડું કરવાથી છાતીમાં બળતરા જેવા લક્ષણ ઓછા થાય છે. પરંતુ તરત સૂવાથી બળતરા અને જીઇઆરડીના લક્ષણ થઈ શકે છે. તેમજ બીજી બાજુ, ભોજન અને ઉંઘની વચ્ચે ત્રણ કલાકનું અંતર લેવાથી બ્લડ શુગર ઘણું નિયંત્રિત રહે છે.

Image Source

ભોજન અને ઊંઘ વચ્ચેનો સંબંધ:

કેટલાક ભોજન એવા હોય છે જેમાં ઊંઘ વધારતાં પદાર્થો જોવા મળે છે જે ઊંઘને વધારે છે. જેમકે ટર્કી અને પોર્ક ચોપ્સમાં વધારે માત્રામાં ટ્રિપ્ટોફૈન નામનો પદાર્થ જોવા મળે છે જે આપણા શરીર દ્વારા ઊંઘના વધતાં અજેંટ સેરોટોનિન અને મેલાટોનિનમાં મેટાબોલાઇઝ થાય છે. ચેરી જેવા ખાદ્ય પદાર્થોમાં ઓછી માત્રામાં મેલાટોનિન હોય છે.

Image Source

સૂતા પહેલા ગરમ દૂધ પીઓ:

અન્ય ખાદ્ય પદાર્થ જેમકે એક ગ્લાસ ગરમ દૂધ તમને રાહત આપે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સૂતા પહેલા આલ્કોહોલનું સેવન કરવાથી શરૂઆતમાં ઊંઘ આવે છે પરંતુ જલદી ઊંઘ ખરાબ થઈ જાય છે. તે વાયુ માર્ગ માં સ્નાયુઓને આરામ આપીને સ્લીપ ઇમ્પ્રિયા ની સમસ્યા વધારે છે.

આ વાતનું પ્રમાણ પણ છે કે તમારા ભોજન કરવાનો સમય તમારી ઊંઘને અસર કરી શકે છે. ભોજનનું સેવન કર્યા પછી ઇસુલિંન રિલીઝ થાય છે. આ એક પ્રક્રિયા છે જે સર્કડિયન લય સાથે જોડાયેલી હોય છે. ભોજન મસ્તિષ્કને જગાડવાનો સંકેત આપે છે જેમાં અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે.

Image Source

ભોજન ઉંઘને ક્યારે ખરાબ કરે છે:

સૂતા પહેલા જમવાથી તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. આમ થવાની સંભાવના ત્યારે સૌથી વધારે થાય છે જ્યારે તમે ખૂબ વધારે જમો છો અથવા કોઈ એવું ભોજન કરો છો જેનાથી છાતીમાં બળતરા થાય છે. જમ્યા પછી તરત સૂવાથી રિફલક્સના લક્ષણ થઈ શકે છે જેનાથી છાતીમાં બળતરા, અકળામણ અને મોઢાનો સ્વાદ કડવો થઈ શકે છે. મસાલાવાળા અને ખાટા ખાદ્ય પદાર્થોથી સૌથી વધારે પરેશાની થાય છે. આલ્કોહોલ, ચોકલેટ અને પેપરમિન્ટ પણ છાતીમાં બળતરા અને રિફલક્સની સમસ્યાને વધારી શકે છે.

Image Source.

આ વસ્તુઓ સૂતા પહેલા પીવી નહિ:

આ ઉપરાંત કૈફીન યુક્ત કોફી, ચા, સોડા, એનર્જી ડ્રીંક અને ચોકલેટથી બચવું જોઈએ. કૈફીન એડીનોસિનને બ્લોક કરે છે. આ એક એવું રસાયણ છે જે ઉંઘનો અનુભવ કરાવે છે. સુવાના સમયે તેનું સેવન કરવાથી અનિંદ્રા થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment