ચોમાસામાં બાઈકની એવરેજ વધારવી છે? તો અહીં અગત્યની છ ટીપ્સ જણાવી છે..

તમારી બાઈક એક લીટર પેટ્રોલમાં કેટલી ચાલે? જો આવું કોઈ પૂછી લે તો ઘણીવાર વિચારીને જવાબ આપવો પડે છે કારણ કે આપણી બાઈકમાં એવરેજ ન હોય અને ખખડી ગયેલ જેવું થઇ ગયું હોય છે. છતાં પણ એ લઈને આખું શહેર ઘૂમતા હોય છીએ. બટ યુ ડોન્ટ વરી, અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરો એટલે તમારૂ બાઈક ચોમાસામાં પણ એવરેજ આપશે અને ચોમાસા દરમિયાન પણ બાઈકને સાચવી શકાય છે.

(૧) સર્વિસ 

Image Source

ચોમાસાની સીઝન શરૂ થઇ ગઈ છે ત્યારે સૌપ્રથમ પાણીથી બાઈકને સર્વિસ કરાવી લો. સર્વિસથી બાઈકમાં ચોંટેલ કીચડ નીકળી જશે.

(૨) ઓઈલ ચેન્જ

Image Source

સર્વિસ થયા પછી સાચી ખબર પડે કે, કોઈ જગ્યાએથી ઓઈલ લીક થાય છે કે કેમ? સર્વિસ પછી બાઈકને તપાસી લો. જો કોઈ જગ્યાએથી ઓઈલ લીકેજ હોય તો રીપેર કરાવી લો. જેથી પાણી એન્જીનની અંદર ઘૂસે નહીં.

(૩) ફિલ્ટર ચેન્જ

Image Source

એર ફિલ્ટર અને ઓઈલ ફિલ્ટર બંને ચેન્જ કરી નાખજો. કારણ કે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધી જાય છે ત્યારે ફિલ્ટરમાં ચોંટેલી ઘૂળ એન્જીનને નુકસાન કરે છે.

(૪) વાયરીંગ તેમજ વાયર

Image Source

સાઈડ લાઈટ, બ્રેક લાઈટ, હેડ લાઈટ વગેરે ચકાસી લો. અને લેમ્પ બદલાવવા પડે એમ હોય તો બદલી નાખો. સાથે બ્રેક, ક્લચ, એક્સીલેટર વગેરેના વાયર ચેક કરાવી લો. સેલ સ્ટાર્ટ બાઈકમાં બેટરી ચેક કરાવવી જરૂરી છે.

(૫) ઓઈલીંગ 

Image Source

ચોમાસામાં બાઈક પર પડતું પાણી પાર્ટ્સને જામ કરી દે છે અને ફેઈલ પણ કરી શકે છે. તો એ પહેલા ઓઈલ થઇ શકે તેવી જગ્યાએ ઓઈલ કરી લો અને આખી બાઈક પર ‘ઓઈલવાળું કપડું’ મારી દો, જેથી કાટ લાગે નહીં.

(૬) આફ્ટર મોનસુન

Image Source

ચોમાસામાં આટલી બાબતનું ધ્યાન રાખવું જોઈએ એવી રીતે ચોમાસાની સીઝન પૂર્ણ થાય પછી પણ આ મુજબની સર્વિસ કરાવી લેવી જોઈએ. બાઈકનું સમયસર રીપેરીંગ અને કાળજી બાઈકની આયુષ્ય વધારી દેશે.

અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરવાથી એન્જીનની પણ સમસ્યા ઓછી ઉદ્ભવશે કારણ કે, એન્જીન માટે ઓઈલ અને ફિલ્ટર એ બહુ મહત્વના હોય છે. ચોમાસા દરમિયાન તમે પણ જો આ રીતે સર્વિસ કરાવી લેશો તો બાઈકની એવરેજ બહુ ઓછી નહીં થાય અને ચોમાસામાં પણ બાઈક સારી રહેશે.

ગુજરાતી ભાષામાં કામ કરતુ અને ગુજરાતી લોકોને જ્ઞાન પીરસતું ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” ફોલો કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *