સારી નોકરી કરવા માટે સારી રિઝયુમ બનાવવી જોઈએ તો અહીં લખી છે સરળ રિઝયુમ બનાવવાની ટેકનીક..

સ્ટુડન્ટ અથવા જોબ સેક્ટરમાં જવા માંગતા લોકોને સારી રિઝ્યુમની જરૂર પડે છે. કોઈપણ નોકરીની તલાશ કરતા પહેલા યોગ્ય ડીટેલ હોય તેવું રિઝ્યુમ પહેલા જ બનાવી લેવું જોઈએ. જો તમે કોઈપણને રિઝ્યુમમાં શું લખવું? એ પૂછો – તો એ વ્યક્તિ તમને મૂર્ખ ગણે છે કારણ કે અભ્યાસ કર્યા પછી હોશિયાર થવાનું હોય છે. તો ચાલો, આ તમને સરળ રીતે રિઝયુમ બનાવવાની સામાન્ય રીતે જણાવી દઈએ.

  • રિઝ્યુમ બનાવવા માટેનો સામાન્ય તરીકો

(૧) કોઈપણ રિઝ્યુમમાં સૌ પ્રથમ વ્યક્તિગત જાણકારી આપી હોય તેવી રીતે દર્શાવવું મતલબ કે, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે વ્યક્તિગત ઇન્ફર્મેશન લખવી જરૂરી છે. સાથે જમણી બાજુ(ઓન રાઈટ હેન્ડ) પાસપોર્ટ ફોટો પણ લગાવવો જોઈએ.

(૨) સેકેંડ પોઈન્ટ પર શૈક્ષણિક લાયકાત લખવી જોઈએ, જેથી ઇન્ટરવ્યૂરને તમારી પસંદ કરવામાં સરળતા રહે. ક્રમશ: જે પરીક્ષાઓ આપેલ હોય તેની વિગત પણ જણાવી, જેમાં પર્સન્ટેજ સાથે જાણકારી જણાવવી જોઈએ.

(૩) જો તમારી પાસે કોઈ ફીલ્ડ રિલેટેડ વિશેષ યોગ્યતા અથવા જ્ઞાન હોય તો એ પણ વિગત લખવી જોઈએ.

(૪) નંબર ૪ પર છે એક્સપિરિયન્સ એન્ડ સ્કીલ એટલે કે, તમારા અનુભવ વિશેની વિગત. જે તમે ભૂતકાળમાં અન્ય નોકરીમાંથી મેળવેલા છે અથવા કોઈ એવી સ્પેશિયલ સ્કીલ હોય, જે તમને બેટર ટુ બેટર બનાવતી હોય તો તેને અવશ્ય લખાણના રૂપમાં લખવી જોઈએ.

(૫) રિઝ્યુમમાં એક અગત્યની જાણકારી એ કે, કોઈ ખોટી વિગત ન લખવી જોઇએ. રિઝ્યુમે એવી રીતે બનાવવું જોઈએ જેનાથી સામેનો વ્યક્તિ તમને જરૂરથી કંઈક પ્રશ્ન પૂછે. આવું કરવાથી ઇન્ટરવ્યૂર તમારી કોમ્યુનીકેશન સ્કીલ નોટ કરી શકે.

(૬) કરીયર ટાર્ગેટ : છેલ્લા પેરેગ્રાફ કે પોઈન્ટમાં આ વાત ખાસ લખવી જોઈએ, જે તમને કોઈપણ નોકરીની તકને ઝડપી લેવા માટે કારગર બનાવે છે.

આ છ મુદ્દાઓ સિવાય વધુ જાણકારી જણાવીએ તો રિઝ્યુમમાં અપેક્ષિત સેલેરી, કરંટ સેલરી, જોબ પોઝીશન જેવી અન્ય માહિતી પણ લખી શકાય છે. સાથે રિઝયુમના અંતમાં ‘આભાર’ માનતા શબ્દ જેમ કે, A Lot Of Thanks, Thank You વગેરે લખવાનું ભૂલવાનું નહીં. અગત્યની વાત – જ્યારે પણ તમે કોઈ કંપની સાથે જોબ મીટીંગ ફિક્સ કરો હાથમાં રિઝયુમ રાખીને વધુ નેગેટિવ પોઇન્ટ પર ચર્ચા કરવી જોઈએ નહીં, જે તમારી બ્રેકડાઉન પોઝિશન દર્શાવે છે. OK, Best of luck and you have a best opportunity. બસ પ્રયત્ન કરતા રહો અને હર હાલમેં ખુશ રહો કયુંકી જીના ઇસી કા નામ હૈ…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment