તૈમુર કરતા પણ વધારે ક્યુટ અને સુંદર છે શ્વેતા તિવારીનો દીકરો જુઓ તેની ક્યુટનેસ😍👌😍

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં પોતાના દીકરા રેયાંશ સાથે સુંદર સમય પસાર કરી રહી છે. અત્યારે શ્વેતા તિવારી દીકરા સાથે લંડનમાં વેકેશન માણી રહી છે.

લંડનમાં માણી રહ્યા છે વેકેશન


શ્વેતા તિવારીએ પોતાના દીકરા સાથેની એક તસવીર લંડનથી શેર કરી હતી. રેહાનની આ તસવીર ઘણી જ ક્યૂટ છે. ફેન્સ માં-દીકરાની આ તસવીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ


શ્વેતા તિવારી અવાર-નવાર સોશિયલ મીડિયા પર દીકરા સાથેની તસવીર શેર કરતી રહે છે.

તૈમૂરને આપી રહ્યો છે ટક્કર


ક્યૂટનેસનાં મામલે રેયાંશ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુરને બરાબરની ટક્કર આપી રહ્યો છે.

શ્વેતાએ 2013માં બીજા લગ્ન કર્યાં


ઉલ્લેખનીયછે કે શ્વેતા તિવારીએ 2013માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા.

પહેલા લગ્નથી એક પુત્રી


આ પહેલા શ્વેતાએ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાહતા. લગ્નના 9 વર્ષ બાદ બંનેએ 2007માં છુટાછેડા લીધા હતા. શ્વેતા અને રાજા ચૌધરીની એક પુત્રી છે. જેનું નામ પલક છે અને તે જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ટીવી એક્ટ્રેસ 15 વર્ષે પણ ન બની મા, ૫ કારણોથી મહિલાઓ નથી થઈ શકતી પ્રેગ્નેન્ટ😕

ટીવી એક્ટ્રેસ શિલ્પા સકલાનીના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે હજી સુધી ગર્ભધારણ નથી કરી શકી. તેણે હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પ્રેગ્નેન્સી માટે મેડિકલી ફિટ નહોતી એટલે મા ન બની શકી. ગાયનોક્લોજિસ્ટ મૃણાલ ગોરે કહે છે કે ઘણાં કપલ્સ ઈચ્છા હોવા છતાં પણ બેબી પ્લાન નથી કરી શકતા. તેની પાછળ આજની લાઇફસ્ટાઇલ અને અનેક હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ જવાબદાર છે. તો ચાલો જાણીએ ક્યા કારણો છે તેની પાછળ.

સ્ટ્રેસ અને ડિપ્રેશન

તેનાથી મહિલાઓમાં પ્રોલેક્ટીન નામનો હોર્મોન વધી જાય છે, જેનાથી પ્રેગ્નેન્સીમાં સમસ્યા આવે છે. હોર્મોનનું ઈમબેલેન્સ પણ પ્રેગ્નેન્સીમાં બાધા ઉત્પન્ન કરે છે.

ઓવરીમાં એગ ફોર્મેશન ન થવું

ઘણી વખત મહિલાઓની ઓવરીમાં સરખી રીતે એગ ફોર્મેશન નથી થતું. જો થાય પણ છે તો રેગ્યુલર નથી થતું, તેના કારણે ફર્ટિલાઇઝેશન નથી થઈ શકતું અને મહિલાઓ પ્રેગ્નેન્ટ નથી થઈ શકતી.

થાઇરોઇડ અથવા અન્ય કોઈ બીમારી

મહિલાઓમાં યૂરિન ઈન્ફેક્શન અને યૂટ્રસમાં ટીબીના કારણે ફેલોપિયન ટ્યૂબ ખરાબ થઈ જાય છે. મહિલાઓમાં થાઇરોઇડ, PCOS જેવી હોર્મોનલ પ્રોબ્લેમના કારણે પીરિયડ્સ ડિસ્ટર્બ થઈ જાય છે. તેના કારણે એગ્ઝ પ્રોડક્શન પર અસર પડે છે.

સ્પર્મ વીક હોવા

મહિલાઓના પ્રેગ્નેન્ટ ન હોવામાં પુરૂષો પણ જવાબદાર હોય છે. સ્પર્મ વીક હોવા, સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા પણ મહિલાઓના પ્રેગ્ન્ટેન્ટ ન થવાનું કારણ બને છે. આજકાલની લાઇફસ્ટાઇલના કારણે પુરૂષોમાં 35થી 40 વર્ષની ઉંમરમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ જાય છે.

મેદસ્વિતા

મહિલાઓમાં ઓવરીમાં ચરબી વધી જવાના કારણે એગ્ઝ ડેવલપ નથી થઈ શકતા. તેના કારણે પણ મહિલાઓ પ્રેગ્નેન્ટ નથી થઈ શકતી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment