શું તમને પગના આગળના ભાગમાંજ ક્યારેક ક્યારેક દુખાવો થાય છે? તો ચેતી જજો, આ ગંભીર કારણ હોઈ શકે છે…

જો હા, તો તમને શીન સ્પ્લીટસ હોઈ શકે છે. ઘૂંટણની નીચેનો પગનો ભાગ જેમાં અણીયાળુ હાડકું હોય છે એ હાડકાને શીન બોન કેહવાય છે. જયારે એ હાડકાના સ્નાયુનો વધુ પડતો ઉપયોગ થાય ત્યારે એ હાડકા અને સ્નાયુ બંને પર સોજો આવી જાય છે. જો પરિસ્થિતિ વણસી તો તરત ફ્રેકચર પણ થાય છે.

શીન સ્પ્લીટસ એટલે શું ?

મેરેથોનની પ્રેકટીસ કરતી વખતે જયારે તમે દોડવા જાવ છો ત્યારે ત્માંમારા પગના આગળના ભાગમાં ખાસ કરીને ઘૂંટણની નીચે પગનું જે અણીયાળુ હાડકું હોય છે એની આસ પાસ દુખાવો થાય છે? જો એનો જવાબ હા છે તો તમને કદાચ શીન સ્પ્લીટસ હોઈ શકે છે. જયારે આપણે આપણા શરીરની વધુ પડતી સ્નાયુનો ઉપયોગ કરીએ અને એને વધુ કરતા સ્ટ્રેઈન આપીએ ત્યારે એમાં સોજો આવી જાય છે. હાડકા સાથે એકદમ ચોંટીને જોડાયેલ જે સ્નાયુ હોય છે એમાં જયારે સોજો આવે ત્યારે એ સ્નાયુ હાડકાને પણ અસર કરે છે. આ થીયરી પરજ શીન સ્પ્લીટસ સર્જાય છે એમ સમજાવતા બાંદ્રા અને મલાડ માં ફીઝીઓરિહેબ કલીનીક ધરાવતા ફીઝીઓથેરાપીસ્ટ અંજના લોગની કહે છે ” આપણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગમાં આગળ તરફ એક હાડકું હોય છે જે થોડું અણીયાળુ કે ધાર વાળું હોય છે, આ બોન ને શીન બોન કહેવાય છે.

આ હાડકાની ઉપર એક સ્નાયુનું પડ આવેલું છે. જયારે આપણે વધારે દોડીએ ત્યારે આ સ્નાયુનો ઉપયોગ વધારે થાય છે અને એ સ્નાયુ પર સોજો આવી જાય છે. ધીમે ધીમે એ હાડકા પર પણ સોજો આવી જાય છે જેને શીન સ્પ્લીટસ કહે છે. સૌથી મહત્વની વાત એ છે કે શીન સ્પ્લીટસ થયા પછી પણ જો વ્યક્તિ પોતાની એક્ટીવીટી ચાલુ રાખે તો તેને એ જગ્યાએ સ્ટ્રેટ ફ્રેકચર થઇ શકે છે એટલે કે આ હાડકાની ઉપરમાં પાટલી ક્રેક્સ આવી જાય છે જેને આપણે હેર લાઈન ફ્રેકચર પણ કહીએ છીએ.”

કોને થાય ?

જે લોકો બહુ વધારે ઇન્ટેનસીટી વાળી ટ્રેનીંગ લેતા હોય એવા લોકોને આ પ્રોબ્લેમ થઇ શકે છે. ખાસ કરીને સ્પોર્ટ્સમેન અથવા એથલીટ્સ ને આ તકલીફ કોમન છે. ડાન્સરોમાં પણ આ તકલીફ જોવા મળે છે.  ખુબ વધારે જડપથી ચાલત અલોકોમાં પણ આ તકલીફ દેખાય છે. વધુમાં આ પ્રોબ્લેમ વિષે ડોક્ટર જાણ આપે છે કે ” જયારે તમે તમારી ક્ષમતા કરતા વધારે  વર્કઆઊટ કરો  ત્યારે એટલે કે કોઈ વ્યક્તિની ક્ષમતા અડધા કલાક દોડવાની હોય અને અચાનક તે એક કલાક દોડવા લાગે તો આ પ્રકારની સમસ્યા થાય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ભીની માટીમાં દોડવાની પ્રેક્ટીસ કરતુ હોય અને અચાનક તે સપાટ જમીન અથવા રોડ પર દોડવાનું ચાલુ કરીદે તો પણ આ તકલીફ થવી કોમન છે. ઘણા લોકો જે શુઝ પહેરીને વર્કઆઊટ કરતા હોય છે એ શુઝ બરાબર નથી હોતા, ઘણા લોકોના પગના તળિયા સપાટ હોય છે અથવા પગ આખા કમાન જેવા વળેલા હોય છે. આ બધીજ પરિસ્થિતિમાં શીન સ્પ્લીટસ થઇ શકે છે.”

કઈ રીતે કરશો ઈલાજ?

શીન સ્પ્લીટસ થાય ત્યારે ડોક્ટરનો સમ્પર્ક કરવો જરૂરી છે. તમારા ટ્રેનર, ફીઝીઓથેરાપીસ્ટ અથવા ઓર્થોને જણાવો. એના ઇલાજમાં વિસ્તારમાં સમજાવતા અંજના લોગની કહે છે કે ” સૌથી પહેલા જરૂરી એ છે કે તમે દોવાનું અને ચાલવાનું છોડીને શરીરને આરામ આપો, જેને કારને હિલીંગ સરળ બને પગના આગળના હાડકા પર જ્યાં સોજો દેખાય ત્યાં દર ત્રણ – ચાર કલાકે ૧૦ મિનીટ સુધી બરફ ઘસો જ્યાં સોજો આવ્યો છે ત્યાં ગરમ પાણી નો શેક ક્યારેય કરવો નહી આમ અક્ર્વાથી સોજો વધી જશે. અમુક કેસમાં જ્યાં સ્ટ્રેટ ફ્રેકચર થયું હોય તો સર્જરીની જરૂર પણ પડી શકે છે. ”

ALL IMAGE CREDITS : GOOGLE IMAGE

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *