શું તમે જાણો છો પ્રેગનેંસી સિવાય બીજા કયા કારણોથી પીરિયડ્સ મોડા આવે છે?

આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં લોકો કામમાં એટલા બધા વ્યસ્ત થઇ જાય છે કે કોઈ-કોઈ પોતાના શરીરના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી દઈ શકતા. ખાસ કરીને સ્ત્રીઓ, ઘણી સ્ત્રીઓ પોતાના કામમાં એટલી વ્યસ્ત થઇ જાય છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતી.

 

વાત કરીએ સ્ત્રીઓના સ્વાસ્થ્ય ની તો માસિક સબંધી સમસ્યા સામાન્ય વાત છે. રોજિંદા એક સ્ત્રીને માસિકની અનિયમિતાથી ગુજરવું પડે છે. ઘણા કારણો હોય શકે છે જેના લીધે સ્ત્રીઓના માસિક તારીખથી આગળ પાછળ થાય છે. જો આવી અનિયમિતતા એક કે બે વાર થાય તો વધારે ઘબરાવાની વાત નથી પણ જો આ સમસ્યા દર વખતે થાય તો ચિંતાનો વિષય બની શકે છે.

આજે અમે તમને જણાવીએ છે કે માસિક આવવામાં મોડું કયા કારણોથી થાય છે.

તણાવ

માસિક મોડું આવવાનું સૌથી પહેલું કારણ બની શકે છે તણાવ. માનસિક તણાવ અને ચિંતાની અસર સીધી તમારા હોર્મોન્સ પર થાય છે. હોર્મોન્સ નું બદલવું તમારા મગજના હાયપોથેલીમસ ભાગને પ્રભાવિત કરે છે. આ હિસ્સો જ તમારા માસિક ચક્રને નિયંત્રિત કરે છે, એટલે તમે કોશિશ કરો કે વધારે તણાવમાં ન રહો અને જો આ સ્થિતિ હર વખતે થઇ જાય છે તો એના માટે ડોક્ટરની સલાહ જરૂર લ્યો.

દિનચર્યા બદલાવાથી

ઘણી સ્ત્રીઓ નોકરી કરતી હોય છે. આના કારણે લગાતાર એની દિનચર્યા બદલતી રહે છે. ઘણી સ્ત્રીઓને તો રાતની ડ્યુટી પણ કરવી પડે છે. એટલે દિનચર્યા માં આવેલા આ બદલાવ એના હોર્મોનલ સંતુલન ને બગાડી દે છે, જેના કારણ માસિક સબંધી સમસ્યાઓથી એને પસાર થવું પડે છે.

ગર્ભનિરોધક દવાથી

જો તને ગર્ભનિરોધક દવાઓનો પ્રયોગ કરતા હોવ તો પણ તમારા માસિક ચક્ર પર અસર પડે છે. આ દવાઓથી માસિક મોડું આવવાની સમસ્યાઓથી ઘણી સ્ત્રીઓને લડતા જોવા મળે છે.

વધારે કસરત

આજકાલની સ્ત્રીઓ આકર્ષિક શરીર મેળવવા માટે જિમ અને કસરત પર વધારે ધ્યાન દેતા જોઈ છે. જો કસરત જરૂરી પ્રમાણમાં કરવામાં આવે તો ઠીક પરંતુ જો તમે હદથી વધારે કસરત કરશો તો એની અસર તમારા માસિક ચક્ર પર થશે. ઘણી સ્ત્રીઓને તો આખા વર્ષ સુધી માસિક બંધ હોય છે. આવું જરૂરથી વધારે કસરત કરવાથી થાય છે.

વજનના કારણે

તમારું માસિક મોડું આવવાનું એક બીજું કારણ તમારું વજનનું વધવું કે ઘટવું હોય શકે છે. જો તમારો વજન લગાતાર વધી રહ્યો છે તો પણ માસિક ચક્ર મોડું આવવાની સંભાવના થઇ શકે છે, અને જો તમારો વજન લગાતાર ઘટી રહ્યો હોય તો પણ આ સમસ્યાનો સામનો કરો પડે છે. એટલે તમારે તમારું સારું ખાવાપીવાનું રાખવું અને નિયમિત કસરત કરી તમારું વજન સંતુલીત રાખવું જોઈએ, કે જેનાથી તમે આ સમસ્યાથી બચી શકો. તમારું અસંતુલિત ખાવાપીવાનું પણ આ સમસ્યા ને જન્મ આપે છે. 

પ્રેગ્નનસી

અને માસિક મિસ થવાનું એક મુખ્ય કારણ ગર્ભ રહેવાનું પણ છે. જો તમને લાગે કે તમે પ્રોટેકશન વગર સબંધ બાંધ્યો છે અને તમારો પિરિયડ મિસ થઇ ગયો છે તો તરત પ્રેગ્નનસી તપાસ કરી લેવી.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment