ફીટ રહેવા માટે શ્રદ્ધા કપૂરે ટેરેસ પર કરી આ 3 એક્સરસાઇઝ, તમે પણ ફોલો કરો

કોરોના વાયરસના ચાલતા બધા લોકો તેના ઘરોમાં કેદ છે. એવામાં લોકડાઉન દરમ્યાન ફીટ રહવા માટે બોલીવુડના સેલેબ્રિટીસ ઘરમાં જ એક્સરસાઇઝ કરી રહ્યા છે. આજે અમે તમને જણાશું કે બોલિવૂડની ફિટ અને સુંદર દેખાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેના અભિનય અને ડાન્સ માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે પોતાને ફીટ એન્ડ ફાઈન રાખે છે.

image source

શું તમે જાણો છો કે ફીટ બોડી રાખવા માટે શ્રદ્ધા કપૂર કેટલી મહેનત કરે છે. લોકડાઉનના આ સમયમાં, જયારે બધા જીમ બંદ છે, ત્યારે સેલેબ્સ હજુ પણ તેના વર્કઆઉટ રૂટીન ફોલો કરી રહ્યા છે અને ઘરમાં જ ખુદને ફીટ રાખવા એક્સરસાઇઝ કરી રહ્યા છે. જો તમે પણ તેની રીતે ફીટ રહેવા માંગો છો તો શ્રદ્ધા કપૂરનો ટેરેસ પર એક્સરસાઇઝ કરતો આ વર્કઆઉટ વિડીયો તમને બેસ્ટ બુસ્ટ અપ કરવામાં મદદ કરી શકે છે.


image source

હાલમાં જ શ્રદ્ધા કપૂરે લોકડાઉન દરમ્યાન છત પર વર્કઆઉટ કરતો વિડીઓ તેના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેમાં તે સ્ક્વાટ, રેગ્યુલર રનિંગ અને ફોરવર્ડ અને બેકવર્ડ દોડતા જોવા મળે છે. જો તમે પણ શ્રદ્ધાની જેમ ઘરમાં જ અમુક વર્કઆઉટ કરવા માંગો છો તો આવો આજે અમે જણાવીશું કે આ એક્સરસાઇઝ તમે પણ ઘરે કરી શકો છો.

 

View this post on Instagram

 

Being home 💫🏡💜 #TerraceWorkouts #StaySafeStayHome #MondayMotivation

A post shared by Shraddha (@shraddhakapoor) on

સ્કાવટસ –

સ્ક્વટ્સ એ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ છે જે તમારા ગ્લુટ્સ, ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ, હિપ ફ્લેક્સર્સ અને કાફને બનાવવામાં મદદ કરે છે. તેને કરવા માટે તમારા પગ સીધા હોવા જરૂરી છે અને ઘૂંટણને પગની આંગળીઓથી આગળ ના જવા દો અને પીઠને સીધી જ રાખો. આ ઉપરાંત હાથોને તમારા ચેહરાની સામે અથવા સીધા રાખો.

image source

રનિંગ –

કહેવાય છે કે રોજ રનિંગ કરવાથી ઉંમર વધે છે અને હૃદય રોગના જોખમને ઓછું કરી શકાય છે. સાથે જ વજન ઓછું કરવા માટે પણ તે મદદ કરે છે. દરેક પાસે રનિંગ કરવા માટે મોટી છત અથવા ખુલી જગ્યા હોતી નથી એવામાં તમારી પાસે જેટલી જગ્યા છે તેનો ઉપયોગ કરી ખુદને ફીટ રાખી શકો છો.

image source

ફોરવર્ડ અને બેકવર્ડ રનિંગ –

તમે છત પરની કોઈપણ ખુલ્લી જગ્યામાં ધીરે ધીરે આગળ અને પાછળ રનિંગ કરી શકો છો. તેમાં તમને નાની જગ્યા પર જ તેજીથી દોડવા અથવા ચાલવાનું હોઈ છે અને પાછુ આવવાનું હોઈ છે. બેકવર્ડ રનિંગ એક મજબૂત કાર્ડિયો વેસ્ક્યુલર વર્કઆઉટ છે, કેમ કે તેમાં તમે વધુ મસલ્સનો ઉપયોગ કરો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *