આપણા મનમાં કોઈની મદદ કરવાની ઈચ્છા હોવી જોઈએ, મદદ કરવાના ઘણા રસ્તા મળી જશે. આ વાત નો ભાવાર્થ હૃદયસ્પર્શી વાર્તા માં આપણે જાણીશુ.

Image Source

ગરીબ અને ભિખારી ને તો આપણે બધા જ દાન આપીએ છીએ. દાન આપવું એ ખુબ સારી આદત છે.પરંતુ વિશ્વાસ કરો કે આ વાર્તામાં જરૂરત મંદ ની મદદ કરવાની જે રીત બતાવી છે તે જરૂર તમારા દિલને સ્પર્શી જશે.

તમને પણ આ વાર્તા વાંચીને થશે કે આપણે પણ જરૂરત મંદ ની આ જ પ્રમાણે સહાયતા કરીએ.

એક ગામમાં એક વ્યક્તિ ચાલતા કોઈ રસ્તા પર જઈ રહ્યો હતો તેણે જોયું કે વીજળીના થાંભલા ઉપર એક કાગળ ચોંટાડેલો છે અને તેમાં કંઈક લખેલું છે.

તે વ્યક્તિ ત્યાં નજીક જાય છે તો તેમાં લખેલું હતું કે કાલે રાત્રે આ જગ્યા પરથી પસાર થતા મારા 50 રૂપિયા નીચે પડી ગયા છે. મને બરાબર દેખાતું નથી તો મહેરબાની કરીને આ રસ્તા પર કોઈપણ જગ્યાએ જે પણ વ્યક્તિ ને મારા 50 રૂપિયા મળે તે આ સરનામા પર પહોંચાડશો.

તે કાગળ પર લખેલા સરનામા ને વાંચીને તે વ્યક્તિને ત્યાં જવાની ઈચ્છા થઈ. તે વ્યક્તિએ તે  સરનામાને યાદ કર્યું અને તે તરફ જવા લાગ્યો. ત્યાં ગયા પછી જ્યારે તેને અવાજ લગાવ્યો તો તેને જોયું કે ગલીમાં છેલ્લી એક ઝૂંપડી છે અને ત્યાં એક ઘરડી સ્ત્રી લાકડીના સહારે બહાર નીકળીને આવતી હતી. તે વ્યક્તિને ખબર પડી કે તે ઘરડી સ્ત્રી ત્યાં એકલી જ રહેતી હતી.

તે વૃદ્ધ સ્ત્રી ને સામે આવતા જોઈ તે વ્યક્તિએ તેમને કહ્યું કે માજી તમારા 50 રૂપિયા જે પડી ગયા હતા તે મને મળ્યા છે, આ રહ્યા તમારા 50 રૂપિયા.

Image Source

તે વ્યક્તિની વાત સાંભળીને તે વૃદ્ધ સ્ત્રી રડવા લાગી, અને કહેવા લાગી કે બેટા કાલથી અત્યાર સુધી લગભગ ૨૦થી ૨૫ લોકો મને પચાસ રૂપિયા આપીને જાય છે. બેટા મને બરાબર દેખાતું નથી, અને મને લખવાનું અને વાંચવાનું પણ આવડતું નથી, ખબર નથી મારી આવી હાલત જોઈ ને કોને મારી મદદ કરવાની ઈચ્છા થઈ.

તે વ્યક્તિ ના ઘણીવાર કહેવાથી તે વૃદ્ધ સ્ત્રીએ તેમને આપેલા પચાસ રૂપિયા લઇ લીધા પરંતુ તે વ્યક્તિને વિનંતી કરતા કહ્યું,  બેટા જતી વખતે તે પેપર જરૂરથી ફાડી નાખજે,  ખબર નહીં કોને મારા પર દયા આવી અને તેમને આવું કર્યું છે તે વ્યક્તિએ માથું હલાવીને હા કહ્યું.

ત્યારબાદ તે વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે અને થોડેક દૂર ગયા બાદ તે વ્યક્તિ વિચારે છે કે આ વૃદ્ધ સ્ત્રી એ મારાથી આવતા પહેલા જે ૨૦ થી ૨૫ લોકો છે તેમને પણ આ કાગળ ફાડવા ની વાત કહી જ હશે. પરંતુ કોઈએ તેને અત્યાર સુધી ફાડયું નથી તો પછી હું તેને કેવી રીતે ફાડી શકું.

જે વ્યક્તિ એ વૃદ્ધ સ્ત્રી ની મદદ કરી હતી તેમના પર આ વ્યક્તિ ને ખૂબ જ આદર અને ભાવ ઉત્પન્ન થતો હતો, જેને આ વૃદ્ધ સ્ત્રી ની સેવા કરવા માટે આ રીત ને અપનાવી હતી. આ વ્યક્તિને પેલા વ્યક્તિ માટે ખૂબ જ કૃતજ્ઞાતા ના ભાવ ઉત્પન્ન થયા. પછી તો શું હતું તે વ્યક્તિ એ પણ થાંભલા પર રહેલું કાગળ તેવું અને તેવું જ રહેવા દીધું.

મિત્રો,  આપણને આ વાર્તામાંથી એ શીખ મળે છે કે આપણા મનમાં માત્ર કર્મ કરવાની ઈચ્છા હોવી જોઈએ,મદદ કરવાના તો અનેક રસ્તા ઉભા થઇ જ જાય છે,  જો આપણી અંદર કોઈની મદદ કરવાની ઈચ્છા હોય તો આપણે કોઈને કોઈ રૂપમાં જરૂરત મંદ ની સેવા અથવા તો મદદ કરી જ શકીએ છીએ.

“કર્મ તમારા સારા હશે તો કિસ્મત પણ તમારી દાસી છે.

નિયત તમારી સારી છે તો ઘરમાં જ મથુરા કાશી છે.”

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આપણા મનમાં કોઈની મદદ કરવાની ઈચ્છા હોવી જોઈએ, મદદ કરવાના ઘણા રસ્તા મળી જશે. આ વાત નો ભાવાર્થ હૃદયસ્પર્શી વાર્તા માં આપણે જાણીશુ.”

Leave a Comment