શું તમારે પણ શોપિંગ માં વધારે પૈસા નો ખર્ચ થાય છે?? ચાલો જાણીએ શોપિંગ માં કેવી રીતે પૈસા બચાવી શકાય.

શોપિંગ દરમિયાન લોકો પોતાના બજેટ કરતાં વધુ જ પૈસા ખર્ચ કરી નાખે છે. જેનાથી તેમનું બજેટ જ બગડી જાય છે. આવ સમયે તેમને મહિના નું બજેટ સેટ કરવું થોડું અઘરું થઈ જાય છે. તમારી સાથે પણ આવું ન થાય એ માટે આપણે અહી કેટલીક ટિપ્સ બતાવી છે. ચાલો જાણીએ ટિપ્સ..

લિસ્ટ બનાવું.

Image Source

સૌથી પહેલા તો એક લિસ્ટ બનાવું કે તમારે કઈ વસ્તુઓ લેવી છે. તમે કરિયાંના માટે જ નહીં પણ જો તમારે કપડાં ખરીદવા હોય તો તેની માટે પણ તમે લિસ્ટ બનાવી શકો છો. આમ કરવાથી તમારી જોઈતી વસ્તુ પણ આવી જશે અને વધારે પૈસા પણ નહીં વપરાય.

રોકડા પૈસા જ લઈ જવા.

Image Source

આજ કાલ લોકો ડિજિટલ પેમેન્ટ કરતાં થઈ ગયા છે. જો તમારે પણ તમારા બજેટ માં રહીને જ શોપિંગ કરવી છે તો તમે ડિજિટલ પેમેન્ટ ન કરતાં રોકડા લઈ જવામાં માં તમારો ફાયદો છે. આના થી તમારા પૈસા પણ બચશે.

એક જ જગ્યા પર થી વસ્તુ ન લેવી.

Image Source

તમે કપડાં લેતા હોવ કે અનાજ એક જ જગ્યા પર ન જોવું. બીજી જગ્યા પર પણ તે વસ્તુ નું ધ્યાન રાખવું. ઉદાહરણ તરીકે જે કપડાં તમને 4000 માં મળે છે એજ કપડાં તમને બીજી જગ્યા પર discount માં પણ મળી શકે છે. આવી રીતે તમે શોપિંગ માં થોડું ધ્યાન રાખશો તો તમારા પૈસા વધુ નહીં વપરાય.

ઓનલાઇન ઓપ્શન પણ જોવા.

Image Source

આજ કાલ મોટા ભાગ ના બ્રાન્ડ્સ ની વેબસાઇટ હોય છે. જ્યાંથી કપડાં ને ઓનલાઇન ખરીદી શકાય છે. આવી વેબસાઇટ પર સારું એવું discount પણ હોય છે. જો તમને વેબસાઇટ પર સસ્તા મળે છે કપડાં તો તમે ત્યાં થી પણ ખરીદી શકો છો.

શોપિંગ પાર્ટનર પણ સારો હોવો જોઈએ.

Image Source

તમને કદાચ એ પણ નહીં ખબર હોય કે તમારા ફાલતુ ના ખર્ચ પાછળ તમારા શોપિંગ પાર્ટનર પણ હોઈ શકે છે. જો તમને એ નવી નવી વસ્તુ બતાવે અને તે ખરીદવા પર જોર કરે અથવા તો discount ના ચક્કર માં તમને વધુ વસ્તુ ખરીદવાનું કહે તો તમે આવા પાર્ટનર સાથે ક્યારેય ના જશો. શોપિંગ પર એવા જ વ્યક્તિ સાથે જવું કે જેનાથી તમાર ફાલતુ ના ખર્ચા અટકે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment