આ માણસે શરૂ કર્યું 👞👡 બુટ-ચપ્પલનું દવાખાનું!🏥 મહિંદ્રા કંપનીના માલિકે પણ રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી

દવાખાના બે પ્રકારના હોય-એક માણસના,બીજા જાનવરોના!પણ હવે એમાં ત્રીજો પ્રકાર પણ ઉમેરી દો.એ છે-પગરખાનું દવાખાનું!તમને લાગશે કે,હવે અમે મોટી-મોટી ફેંકવાનું ચાલુ કર્યું લાગે છે!પણ નહી,આ વાત ખરેખર સાચી છે.હરીયાણાના જીંદ ઇલાકામાં ખરેખર આવી અસ્પતાલ છે!બુટ-ચપ્પલનો અહીંયા ઇલાજ કરવામાં આવે છે. ચરણ પાદુકા સ્પેશિયાલીસ્ટ ડો.નરસી રામની દેખરેખમાં!ઘણા ગંભીર કેસો હોય તો ડોક્ટર સાહેબ પોતાના હસ્તે જ ઓપરેશન કરે છે.વિશ્વાસ નથી આવતો?અરે!ઉદ્યોગજગતના નવાબ આનંદ મહિંદ્રા પણ આ દવાખાનાના પ્રશંસક છે. જોઇ લેજો એનું ટ્વીટર હેન્ડલ,બસ!

તો આવી છે અસ્પતાલ –

ખરેખર આ અસ્પતાલ નથી પણ એક દુકાન છે.અને લોકોને આકર્ષિત કરવા માટે એણે આ તરીકો અપનાવ્યો છે!હરિયાણાના જીંદમાં પટીયાલા ચોકમાં કેટલાય વર્ષોથી બેસતા મોચીનું આ કારસ્તાન છે.

લોકોને આકર્ષિત કરવા એણે આ પ્રકારનું પોસ્ટર બનાવ્યું છે.લખ્યું છે-જખ્મી જૂતો કા અસ્પતાલ!નીચે લખ્યું છે-ડોક્ટર નરસી રામ.જાણે અસ્પતાલ જ હોય એમ પોસ્ટરમાં લખ્યું છે કે ઓ.ડી.પી. સવારે ૯થી બપોરના ૧ વાગ્યા સુધી,લંચ બપોરના ૧ થી ૨ સુધી અને સાંજે ૨ થી ૬ અસ્પતાલ ખુલ્લી રહેશે. વળી,લખ્યું છે કે બધાં જોડા જર્મન ટેક્નીકથી સાજાં કરવામાં આવશે.

વોટ્સએપ માધ્યમાં ફરતી નરસી રામના દવાખાનાની ફોટો મહિંદ્રા કંપનીના માલિક આનંદ મહિંદ્રાને મળી. ટ્વીટર પર એણે આ તસ્વીર નાખીને લખ્યું કે,આ દિગ્ગજને તો IIM માં જઇને સ્ટુડન્ટને મેનેજમેન્ટના પાઠ ભણાવવા જોઇએ!આનંદ મહિંદ્રા કદાચ આવા અપૂર્વ બિઝનેસ આઇડિયાથી ખાસ્સા પ્રભાવિત થયાં હશે.

આનંદ મહિંદ્રાએ કહ્યું કે,મને નથી ખબર કે આ દુકાન આજે પણ ચાલુ છે કે નહી. હોય તો હું એના સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માંગું છું. એ પછી તો શું થયું એ ખબર નહી પણ મીડીયા કહે છે કે,આનંદ મહિંદ્રાએ નરસી રામને ફૂલ અને મોમેન્ટો મોકલ્યા હતાં. વળી,મહિંદ્રા ટ્રેક્ટર પર બેસાડીને એને પૂરા શહેરમાં ફેરવેલા.

અનોખી વાત વાંચીને મજા પડીને! બસ,આવી અવનવી વાતો વાંચવા આ પેજને લાઇક અને શેર કરતા રહેજો. ગમે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ.

જો આપની પાસે પણ કોઈ  રસપ્રદ સ્ટોરી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર.  સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

Leave a Comment